જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૬૫૭, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬૧૨ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૪૬ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૩૧૫ થઈ
રાજપીપલાની કોવિડકેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૧ દરદીઓને આજે રજા અપાઈ
રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૯ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૨૧ દરદીઓ અને હોમ આઇસોલેશનમા ૪૪ દરદીઓ સહિત કુલ-૭૪ દરદીઓ સારવાર હેઠળ
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૧,૨૮૫ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ :૮૩ જટલા જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર
રાજપીપલા, 5
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૪ થી નવેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૬૫૭, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬૧૨ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૪૬ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૩૧૫ નોંધાવા પામી છે.
રાજપીપલાની કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૧ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૫૭૯ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૬૫૯ દરદીઓ સહિત કુલ-૧૨૩૮ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૪૪ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૯ દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૨૧ દરદીઓ સહિત કુલ-૭૪ દરદીઓ સારવાર હેઠળ છે.
આજદિન સુધીમાં કોરોના પોઝિટિવ ૩ દરદીઓના મૃત્યુ નોધાયેલ છે.
આજે RTPCR ટેસ્ટમાં ૫૧, ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૫૦૧ સહિત કુલ-૫૫૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૪ થી નવેમ્બર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૧,૨૮૫ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૨૯ દરદીઓ, તાવના ૩૪ દરદીઓ, ઝાડાના ૨૦ દરદીઓ સહિત કુલ-૮૩ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૮૮,૬૧૮ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૭,૮૯,૯૧૫ લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર: જયોતિ જગતાપ રાજપીપળા