🌹 ધીમે ધીમે કોરોના ભૂલાતો જશે અને જનજીવન સામાન્ય થવા લાગશે…
ચંદ્રના લગ્ન દક્ષ પ્રજાપતિની સત્યાવીસ કન્યાઓ સાથે થયા હતાં. આટલી બધી પત્નીઓમાંથી ચંદ્ર રોહિણી નામની કન્યા માટે વિશેષ અનુરાગ ધરાવે. બીજી પત્નીઓ વિરોધ કરે, પણ સાંભળે કોણ?
આ કન્યાઓ પાસે કોઈ વિકલ્પ ન રહેતાં પોતાના પિતાને ફરિયાદ કરી. દક્ષે પોતાના જમાઇને સમજાવી જોયા, પણ ચંદ્રએ વાતને બહુ ગંભીર લીધી નહીં.
દક્ષ પ્રજાપતિને બાકીની કન્યાઓનું દુઃખ સહન ન થતાં ચંદ્રને શ્રાપ આપ્યો કે દિવસે દિવસે તું ક્ષીણ થવા લાગીશ.
હવે ચંદ્ર ને ગંભીરતા સમજાઇ, પણ મોડું થઈ ગયું હતું. જેનું કોઈ નથી એના મહાદેવ છે. શિવને પ્રાર્થના કરી. ભગવાન શિવે શ્રાપમાં એડજસ્ટ કરી આપ્યું કે પંદર દિવસ ક્ષીણ થઇશ અને બાકી પંદર દિવસ કદ વધવા લાગશે… જે સ્થાન પર ચંદ્ર એટલે કે સોમે જે પ્રાર્થના કરી એ આપણું સોમનાથ…
વાત એટલી જ કે દુનિયા પણ સોમનાથ કથા જેવી જ છે, કોરોના જેવા વાઇરસથી પ્રગતિ રોકાવા લાગી અને ક્ષીણ થવા લાગી…. ધીમે ધીમે સામાન્ય જનજીવન બનતા પાછી વિકાસ પામશે… આ દુનિયાનો ક્રમ છે. અગત્યની વાત એટલી જ કે, હવે પૂનમ જેવો પ્રકાશ ફેલાવીએ ત્યારે યાદ રાખવું કે સૂર્ય જેવો અતિ ગરમ તાપને પણ ચંદ્રની જેમ શીતળ બનાવવો પડશે….
અને હા, એક ભીમ નામનો રાક્ષસ હતો. ભીમ એટલે કોણ? પાંચ પાંડવો નહીં પણ ભગવાન રામના હાથે જેનો વધ થયો હતો એ કુંભકર્ણ અને તેની પત્ની કર્કટીનો પુત્ર ભીમ… બાપને મારનારા ભગવાન રામ કે વિષ્ણુ પરત્વે દ્વેષ.
આ ભીમે સુદક્ષિણ નામના સજ્જન રાજા પર હુમલો કર્યો, રાજાએ શિવલિંગની સ્થાપના કરી હતી. ભગવાન શિવ પ્રગટ થયા અને ભીમને પૂરો કર્યો, એ આપણું ભીમાશંકર…
આ વાત એટલા માટે કે રાવણ કે તેના ભાઇઓને મારવાથી દુષ્ટતા પૂરી થાય છે એવું માનવાની જરૂર નથી. એ કોઈ પણ સ્વરૂપે આવી શકે છે… ટેક કેર…
એક પણ દિવસ બેધ્યાનપણે જીવવાને બદલે રોજ દશેરાની લડત આપવાની છે, રોજ જંગ જીતવાનો છે એ સ્પિરિટ સાથે ટકી રહેવાનું છે….દુશ્મન તો આવતા રહેશે…
Deval Shastri🌹
मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले
वही तो एक सर्व शक्तिमान है
विश्व की पुकार है
ये भागवत का सार है
की युद्ध ही तो वीर का प्रमाण है
कौरवों की भीड़ हो या पांडवो का नीड हो
जो लड़ सका है वो ही तो महान है
जीत की हवस नहीं
किसी पे कोई वश नहीं
क्या जिंदगी है ठोकरों पे मार दो
मौत अंत है नहीं, तो मौत से भी क्यों डरे
ये जाके आसमानो में दहाड़ दो
आरम्भ है प्रचंड
बोले मस्तकों के झुंड
आज जंग की घड़ी की तुम गुहार दो
आन, बान, शान या की जान का हो दान
आज एक धनुष के बाण पे उतार दो
आरम्भ है प्रचंड