બીજે દિવસે આજે સાંસદ મનસુખવસાવા અને જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ દેસાઇએ સીસોદરા ગામનીમૂલાકાત લીધી.

અને લીઝનો પ્રશ્ન ઉકેલવાની ખાત્રી આપી

ભુખહડતાલ પર ઉતરેલી મહીલાઓને પારણા કરવા જણાવતા મહીલાઓએ પારણા કરવાનો ઇન્કાર કર્યો.

જયા સુધી પશ્નનો ઉકેલ ન આવે ત્યા સુધી આંદોલન ચાલુ રાખવાનો મહીલાઓનો નિર્ણય

રાજપીપળા,તા:4

બીજે દિવસે આજે સાંસદ મનસુખ વસાવા અને જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ દેસાઇ, ભાજપી આગેવાન સુનીલ પટેલ, કમલેશ
પટેલ સીસોદરાગામની મૂલાકાત લીધી હતી અને ભુખહડતાલ પર ઉતરેલી મહીલાઓને પારણા કરવા જણાવતા મહીલાઓએ પારણ કરવાનો ઇન્કાર કરી જયા સુધી પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યા સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. જોકે સાંસદ
મનસુખ વસાવાએ લીઝનો પ્રશ્ન ઉકેલવાની ખાત્રી આપી હતી અને મુખ્યમંત્રીની પત્ર લખ્યો હોવાનું જણાવી ઉચ્ચકક્ષાએ રજૂઆત
કરી હોવાનુ જણાવી આ પ્રશ્નનનો ઉકેલ આવે તેવી મધ્યસ્થી ભુમીકા ભજવી હતી.
નાંદોદ તાલુકાના સીસોદરા ગામે બે વર્ષથી લીઝનામંજૂર કરવા અને ગામમાં નદી કિનારે રેતીખનન પ્રવૃત્તિ બંધ કરવા બાબત
ગામજનોએ અનેકવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી અને આંદોલનો કરવા છતા આ પ્રકનગુનિરાકરણ આવ્યું નથી ત્યારે આજે ગામમા
મહીલાઓ ભુખ હડતાલ પર ઉતરી જતા હવે રાજકીય આગેવાનો આ પ્રશ્રન ઉકેલવા આગળ આવી રહયા છે.

તસવીર- જયોતિ જગતાપ, રાજપીપળા