*કેવડિયા બનશે હોલિસ્ટિક ટૂરિઝમ ડેવલપમેન્ટ અને વિશ્વ એક્તાનું પ્રતિક*
*દેશ-વિદેશના પ્રવાસન પ્રેમીઓને હવે સરદાર સરોવર પરિસર માં માણવા મળશે એડવેન્ચર ટૂરિઝમ, કુદરતી સૌંદર્ય, જલ-સફર અને દેશ-વિદેશના વન્યપ્રાણીઓ-પક્ષીનો નજારો*
*****
*રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ*
*****
• *જંગલ સફારી, જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), યુનિટી ગ્લો ગાર્ડન, કેકટ્સ ગાર્ડનનું કર્યુ લોકાર્પણ*
• *સ્ટેચ્યુ ઓફ યુનિટીની નવીનતમ વેબસાઇટ અને કેવડિયા મોબાઇલ એપનું પણ કર્યું લોકાર્પણ*
• *૩૭પ એકરમાં અને ૭ જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલું જંગલ સફારી ‘‘સ્ટેટ ઓફ આર્ટ’’ ઝુઓલોજીકલ પાર્કમાં પ્રવાસીઓ દેશના અને વિદેશના કુલ-૧૧૦૦ પક્ષીઓ અને ૧૦૦ પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકશે*
• *સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા પ્રવાસીઓ એક્તા ક્રૂઝ ની સફર માં નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાંચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મેળવી શકશે*
• *૩.૬૧ એકરમાં પથરાયેલા યુનિટિ ગ્લો ગાર્ડનમાં LED લાઈટથી ઝગમગતાં પ્રાણીઓની પ્રતિકૃતિ, વૃક્ષો અને ફુવારાઓ પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કરશે*
.
• *રપ એકરમાં પથરાયેલા કેકટ્સ ગાર્ડનમાં ૪પ૦ પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે*
*વિશ્વના જુદા જુદા ૧૭ દેશોના કુલ ૬ લાખ જેટલાં કેકટ્સના છોડવાઓ*.
*****
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ અને ૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ પ્રસંગે આજે બીજા ચરણમાં જંગલ સફારી, જેટ્ટી અને બોટિંગ (એક્તા ક્રૂઝ), યુનિટી ગ્લો ગાર્ડન, કેકટ્સ ગાર્ડનનું લોકાર્પણ તેમજ સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલ ડેકોરેટિવ લાઈટીંગનું પણ વડાપ્રધાનશ્રી ઉદ્ઘાટન કર્યું હતું.
*એટલું જ નહીં, પ્રધાનમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નવીનતમ વેબસાઇટ અને કેવડિયા મોબાઇલ એપનું પણ લોન્ચિંગ કર્યું હતું*. આ વેબ સાઈટ વિશ્વ ની બહુવિધ ૬ ભાષા માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વિગતો પૂરી પાડશે.
આ વેળાએ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ જોડાયા હતા.
પ્રધાનમંત્રી શ્રીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એકતા અખંડિતતાનો વિશ્વ સંદેશ આપવા સાથે હોલિસ્ટિક ટુરિઝમ ડેવલપમેન્ટ સ્થળ તરીકે ઉભરી આવે તે માટે રાજ્ય સરકારને પ્રેરણા આપી હતી.
સરદાર સરોવર નર્મદા નિગમ અને વન પર્યાવરણ વિભાગે પ્રધાનમંત્રી શ્રીના આ સંકલ્પને સાકાર કરવા વિક્રમ જનક સમયમાં આ અનેક પ્રવાસન આકર્ષણ પ્રોજેક્ટ પુરા કર્યા છે
વડાપ્રધાનશ્રીના હસ્તે ઉદ્ઘાટન થયેલ બીજા ચરણના પ્રોજેકટ્સની મુખ્ય વિશેષતાઓ માં આ બાબતો નો સમાવેશ થાય છે.
*જંગલ સફારી (સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક)*
:- વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી ૩૭પ એકરમાં અને ૭ જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલું ‘‘સ્ટેટ ઓફ આર્ટ’’ ઝુઓલોજીકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓ દેશના અને વિદેશના કુલ-૧૧૦૦ પક્ષીઓ અને ૧૦૦ પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકશે. આ પ્રોજેકટમાં જુદા જુદા ર૯ પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે ‘‘જીઓડેસીક ડોમ એવીયરીઝ’’નો સમાવેશ છે. જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતાં પક્ષીઓ જોવાનો રોમાંચ માણી શકે.
જંગલ સફારી પ્રોજેકટમાં પ્રવાસીઓ ખાસ કરીને બાળકો પણ પક્ષીઓ અને નાના પ્રાણીઓને અડી અને રોમાંચ અનુભવી શકે તેવો ‘‘પેટીંગ ઝોન’’ નો સમાવેશ છે. પેટીંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, પરીશયન બિલાડી, સસલાઓ, ગુનીયા પીગ, નાનો અશ્વ, નાના ઘેંટા અને બકરા, ટર્કી અને ગીઝનો સમાવેશ છે.
*જેટ્ટીસ અને એકતા ક્રૂઝ* :-
પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાંચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ – એકતા ક્રૂઝ પ્રોજેકટ કરવામાં આવ્યો છે.
એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ ૬ કિ.મી. સુધી અને ૪૦ મિનીટ બોટીંગનો આહલાદક આનંદ મેળવી શકે છે.
એકતા ક્રૂઝની લંબાઈ ર૬ મીટર અને પહોળાઈ ૯ મીટર છે અને ર૦૦ પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન ખાતે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવી છે.
*
*યુનિટી ગ્લો ગાર્ડન* :- પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજના અને આનંદ થાય તેવો ખાસ થીમ સાથેનો યુનિટી ગ્લો ગાર્ડન અહિં આકર્ષણનું કેન્દ્ર બને તેવો છે.
આ પ્રકારનો દેશમાં સૌ પ્રથમ ગાર્ડન છે. ૩.૬૧ એકરમાં પથરાયેલા આ વિશાળ ગાર્ડનમાં LED લાઈટથી ઝગમગતાં પ્રાણીઓની પ્રતિકૃતિ, વૃક્ષો અને ફુવારાઓ પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કરી દે છે. કેવડિયા ખાતે મુલાકાત કરનાર પ્રવાસીઓને રાત્રે આ વિશિષ્ટ પ્રકારના ગાર્ડન જેમાં ઝળહળતી રોશનીની હારમાળાઓ અવિસ્મરણીય અનુભવ કરાવશે.
*કેકટ્સ ગાર્ડન* :- સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠે રપ એકરમાં આ ગાર્ડન પથરાયેલો છે. જેમાં ૪પ૦ પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા જુદા ૧૭ દેશોના કુલ ૬ લાખ જેટલાં કેકટ્સના છોડવાઓ આવેલા છે. કેકટ્સ ગાર્ડનમાં ૮૩૮ ચો.મી.નો અધ્વિતીય અષ્ટકોણીય ડોમ આવેલું છે જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે.
અહિ પ્રવાસીઓને જુદી જુદી પ્રજાતિના કેકટ્સ અંગે જાણકારી મળે છે.
કેકટ્સ ગાર્ડનમાં કેકટ્સમાંથી બનતી દવાઓ અને હર્બલ પ્રોડક્ટની ખાસ દુકાન છે અને પ્રવાસીઓ તેમાંથી કેકટ્સના છોડવાઓ તથા દવાઓ ખરીદી શકે છે.
*પ્રધાનમંત્રી શ્રી એ આ લોકાર્પણ ઉપરાંત કેટલાક પ્રોજકટ ના ખાતમુહૂર્ત ની તકિતઓના અનાવરણ પણ કર્યા હતા*
જેમાં નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ વગેરે નો સમાવેશ થાય છે*
વડાપ્રધાન શ્રી કેવડીયા ખાતે રાત્રિ રોકાણ કરી 31 ઓકટોબર ના સરદાર પટેલ જન્મ જયંતિ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને પુષ્પાંજલિ કરશે તેમજ રાષ્ટ્રીય એકતા પરેડ નું નિરીક્ષણ પણ કરવાના છે.
તેઓ કેવડીયા થી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ સુધીની સિપ્લેન સેવાનો પણ શુભારંભ કરાવશે.
********