અમદાવાદ : ખાડિયા પોલીસ કર્મચારી સી ટીમમાં ફરજ બજાવતા નો રિપોર્ટ પોઝિટીવ.

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વધુ એક પોલીસ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પોલીસ કર્મચારી સી ટીમમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા.જેને લઈને પોલીસ તંત્રમાં ફળાટ વ્યાપી ગયો છે. દિવસે દિવસે પોલીસ વિભાગમાં વધતા જતા કેસોને લઈને સમગ્ર પોલીસ સ્ટાફ સતર્ક બની ગયો છે. ખાડિયામાં ફરજ બજાવતા વધુ એક પોલીસ કર્મચારીને રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સાથે ફરજ બજાવતા 7 કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.