*ભાજપની ઇમરર્તી દેવીએ બાફી માર્યું કલેક્ટરને કહીશ તો જીતાડી દેશે*
મધ્યપ્રદેશની મહિલા અને બાળ વિકાસ પ્રધાન અને ભાજપની નેતી ઇમર્તી દેવીએ એક નિવેદન બહાર પાડ્યુ છે ઇમર્તી દેવીએ કહ્યું સત્તા અને સરકારનું પ્રભુત્વ છે કે કલેક્ટરને કહીને વિધાનસભાની બેઠક તે જીતી લે છે. કોંગ્રેસને 27 વિધાનસભાની બેઠકો જીતવી છે, શું ભાજપ સરકાર ચૂપ રહેશે? મંત્રીનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
*સુરતમિત્ર*
*પીએસઆઈ એસ.એમ. રાદડીયા સસ્પેન્ડ*
જામનગર ખાતે પોલીસ વિભાગની સર્મસાર કરતી એક ઘટના કાલાવડ પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ એસએમ રાદડીયાના પત્નીનો હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમા પોતાના પતિએ કબજે કરેલી કારમાં પીએસઆઈના પત્ની ફરતા જોવા મળ્યા હતા બીજી તરફ આ વિડીયો વાયરલ થતા એસપી શ્વેતા શ્રીમાલીએ તપાસના આદેશ આપી પીએસઆઈ રાદડિયાને સસ્પેન્ડ કરી દીધા છે.
*સુરતમિત્ર*

*સુરતમિત્ર*
*સુરતમાં વિન્ડ પાવર પ્લાન્ટ બનશે*
સુરત મનપાએ વધુ એક 4.2 મેગાવોટ ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનું અને 10 વર્ષ સુધી મરામત્ત નિભાવ માટે સોંપવા ક્વાયત હાથ ધરી છે. આ પ્લાન્ટ માટે કેપીટલ ખર્ચ 27 કરોડ અને 5.45 કરોડ મરામત્ત નિભાવ ખર્ચ મળી કુલ 35 કરોડનો અંદાજ છે. મળનારી લાઇટ એન્ડ ફાયર સમિતિમાં મંજૂરી માટેનું કામ રજૂ થશે.
*સુરત મિત્ર*
*સુરતમાં અઠવા અને સેન્ટ્રલ ઝોનમાં પાણીની ટાંકી બનશે*
પાલિકામાં સ્થાયી સમિતિની બેઠકમાં સેન્ટ્રલ ઝોન અને અઠવામાં 5 કરોડ ખર્ચે બે પાણી ટાંકી બનાવવા મંજુરી આપવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનમાં ઉત્તર વિસ્તારમાં ઊંચાઈવાળા ભાગમાં પાણી પુરવઠો ઊંચા દબાણ અને જથ્થામાં આપી શકાય તે માટે 27 લાખ લિટર પાણીની ઓવરહેડ ટાંકી નું ટેન્ડર મંજુર કરાયું છે.
*સુરત મિત્ર*
*કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે રાજીનામુ*
આ અગાઉ પાર્ટીના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે લોકસભામાં જાહેરાત કરી હતી કે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે તેમનું પદ છોડી દેશેબાદલે ગૃહમાં કહ્યું હતું કે વિધેયકને લઈ પંજાબના ખેડૂતો તથા વેપારીઓમાં અસંતોષ વધી રહ્યો છે, સરકારે તે પાછું લેવું જોઈએ
*સુરત મિત્ર*
*વોર્ડ સિમાંકન મુદ્દે વાંધા રજૂ થયા*
સુરત, વોર્ડ સીમાંકન જાહેર કર્યા બાદ જેમને સીટો અને અનામત બેઠકોને લઇને વાંધા-સુચનો હોઇ તો ચૂંટણી પંચ રજુઆત કરવાની એક તક આપતા સુરત મહાનગરપાલિકાના વોર્ડ સીમાંકન મુદ્દે 50 અને જિલ્લા-તાલુકા પંચાયતના 38 જેટલા વાંધા આવ્યા છે.
*સુરત મિત્ર*

*સુરત મિત્ર*

*સુરત મિત્ર*
*સરકાર ટૂ-વ્હીલર અને રીક્ષા ખરીદવા 48000ની આર્થિક મદદ કરશે*
મુખ્યમંત્રીએ ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે. આ રાજ્યના ધોરણ-9 થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટૂ વ્હીલર ખરીદવા સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે બેટરી સંચાલિત ઇ-રીક્ષા ખરીદીમાં પણ 48 હજાર રૂપિયાની સહાય આપશે
*સુરતમિત્ર*
*મુંબઈમાં આજથી કલમ-144 લાગૂ થશે*
લોકો ઈમજન્સી સ્થિતિ સિવાય બહાર નિકળી કે ભેગા થઈ શકશે નહીં
કોરોના વાઈરસના વધી રહેલા કેસની સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે નવા પ્રતિબંધ લાદ્યા છે લોકોની અવર-જવર તથા ભેગાથવા પર નિયંત્રણો મુકવા સાથે શહેરમાં CRPCની કલમ-144 લાગૂ કરવાનો નિર્ણય
*સુરતમિત્ર*
*ડૉક્ટરોની ચેતવણીઃ માસ્ક પહેરીને ગરબા રમવા જોખમી*
નવરાત્રીમાં કોરોનાનુ સંક્રમણ વધી શકે છે ગરબા સ્થળે ધુળ ઉડે તો ખાંસી-છીકને લીધે ખેલૈયાઓ સંક્રમિત થઇ શકે છે. એક વ્યક્તિ છીંક ખાય તો તેમા એક લાખ રજકણો હોય છે. એટલુ જ નહીં છીંક આવે તો ૧૦૦ કિમીની ઝડપે રજકણો ફેલાય છે ઉદાહરણ તરીકે વ્યક્તિએ એક રૂમમાંથી છીંક ખાધી હોય તો તે રજકણો ત્રીજા રૂમ સુધી પહોંચે છે એટલે કે એક વ્યક્તિ આસપાસના દસેક વ્યક્તિને સંક્રમિત કરી શકે છે.
*સુરતમિત્ર*
*માસ્ક વગર અમદાવાદમાં પોલીસે 5.13 કરોડનો દંડ વસૂલ કર્યો*
રાજ્યમાં સરકારની ગાઈડ લાઈનમાં પણ માસ્ક પહેરવાનું ફરજિયાત હોવા છતા જાહેરમાં માસ્ક પહેરવામાં લોકો બેદરકાર છે. શહેર પોલીસે 1.82 લાખ જેટલા અમદાવાદીઓ પાસેથી 5.13 કરોડનો દંડ વસૂલ કર્યો છે, જેમાં સૌથી વધુ 1.16 કરોડનો દંડ તો માત્ર ટ્રાફિક-પોલીસે જ વસૂલ કર્યો છે રોજ સરેરાશ 200 લોકો માસ્ક વગર પોલીસના હાથે ઝડપાય છે.
*સુરતમિત્ર*
*નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી વિજય રૂપાણીએ ઇ-પૂજન કર્યું*
નર્મદા બંધમાં નવા નીરની આવક થતા સીએમ રૂપાણીએ વધામણા કર્યા હતા સીએમ વિજય રૂપાણીએ નર્મદાનું ઈ-પૂજન કર્યું
*સુરતમિત્ર*
*ભાજપ અઘ્યક્ષ ગુજરાતના સહકારી ક્ષેત્રના માળખાને ઠીક કરશે*
સૂત્રો મુજબ પાટીલ હવે ગુજરાતના સહકારી માળખાના ઢાંચાને ઠીકઠાક કરવાના કામે વળગશે તેઓ વર્તમાન સ્થિતિએ રાજ્યની મોટી સહકારી ક્ષેત્રની સંસ્થા અંગે સંપૂર્ણ વિગતો ચકાસશે ભાજપના પદાધિકારીઓ કે ચૂંટાયેલા પ્રતિનિધીઓ સહકારી મંડળીઓમાં હોદ્દેદાર છે કે વહીવટમાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલા છે તેઓનું નામ જો કોઇ ભ્રષ્ટતા કે ગેરરીતિમાં શામેલ હશે તો તેમને સજા મળી શકે છે
*સુરતમિત્ર*
*વ્યારામાં પત્નીને રંગરેલિયા મનાવતી જોઇ પતિએ પ્રેમીની ગાડી સળગાવી*
એક દુષ્પ્રેરણાની ઘટના સામે આવી છે પાર્થિવ ચૌધરી નામના શિક્ષક અને તેની પત્ની વચ્ચે અન્ય યુવક સાથેના અનૈતિક સંબંધને પગલે વારંવાર ઝઘડો થયા કરતો હતો પાર્થિવે તેના પત્નીના પ્રેમી વિરલ ચૌધરીની કાર સળગાવી દીધી હતી
*સુરતમિત્ર*
*ડભોઇ બાલાજી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીમાં મેનેજરે ગોટાળો કર્યો*
બાલાજી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના મેનેજર ઘણા વર્ષો પહેલા મંજૂરી વગર પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરી પોતાના અને પોતાની પત્નીના નામે રૂપિયા પાંચ લાખ ઉપરાંત ખોટા દસ્તાવેજો ઉભા કરી લોન મેળવ્યા બાદ નહિ ભરતા વિશ્વાસઘાતથી ઊંચાપત કરી ઠગાઈ અને છેતરપિંડી કરવા અંગેની મેનેજર સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે
*મોદીના જન્મદિવસે લાકડાના ટૂકડામાંથી બનેલું આર્ટવર્ક પ્રદર્શનમાં મુકાયુ*
સુરત નરેન્દ્ર મોદી અને તેમના માતાનું વૂન ઈન લે આર્ટનું સૌથી મોટુ આર્ટ તૈયાર કરીને પ્રદર્શિત કરવામાં આવ્યું છે મૈસૂરમાં 24 કલાકારોએ એક વર્ષની મહેનતના અંતે વૂડિન લે આર્ટ બનાવ્યુ 7 ફૂટ પહોળું અને 5 ફૂટ ઊંચી લાકડાની પ્રતિકૃતિમાં માતૃપ્રેમ દર્શાવ્યો છે
*સુરતમિત્ર*
*૭૧ ફુટ લાંબી કેક કાપી પીએમની જન્મદિવસની ઉજવણી*
વડાપ્રધાનનો જન્મ દિવસ સુરતના ભાટપોરમાં ૭૧ ફુટ લાંબી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સુરતના બાર જેટલા કોરોના વોરિર્યસ દ્વારા કેક કટિંગ કરવામાં આવી અને કેક શહેરના અનાથ આશ્રમ અનવ અંધજન શાળાના બાળકોને મોકલી જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહ્યા છે
*સુરતમિત્ર*
*ચીનના નાગરિકે ભારત-અમેરિકાની કંપનીના સોફ્ટવેર ડેટા હેક કર્યાં*
બે મલેશિયન નાગરિકો પર હેકર્સને મદદ કરવાનો તથા ડેટા ચોરવા લોકોને નિશાન બનાવવાનો આરોપ છે અમેરિકાએ મલેશિયાના 2 નાગરિકની ધરપકડ કરી છે જે હેકર્સની મદદ કરાત હતા અને લોકોને નિશાન બનાવતા હતા ચીનના હેકર્સે વિદેશી સરકારો થિંક ટેન્ક યુનિવર્સિટીઓ NGO અને હોંગકોંગના એક્ટિવિસ્ટને નિશાન બનાવ્યા US જસ્ટીસ ડિપાર્ટમેન્ટે ચીનના 5 નાગરિકો પર અમેરિકાની 100 જેટલી કંપની તથા સંસ્થાને હેક કરવાનો કેસ દાખલ કર્યો
*સુરતમિત્ર*
*ઉમરપાડામાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ*
સુરત જિલ્લાના ઉમરપાડામાં આભ ફાટ્યું છે બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેથી જનજીવન તરબતર થઈ ગયું છે જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે 11 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રસ્તો જાણી નદી બની ગયો હોય તેમ પાણી વહેવા લાગ્યું હતું
*સુરતમિત્ર*
*સુરતમાં આંજણા માનદરવાજા ખાતે વેન્ડીંગ માર્કેટ બનાવાશે*
સુરત શહેરના ફેરિયાઓ માટે માનદરવાજા ખાતે 1.74 કરોડના ખર્ચે વેન્ડીંગ માર્કેટ બનાવવાના ડીપીઆર મંજૂર કરવાના કામને જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં લીલીઝંડી આપવામાં આવી હતી.
*સુરતમિત્ર*
*સુરતના ડેપ્યુટી મેયર નિરવ શાહને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું*
*વડાપ્રધાનના જન્મદિન નિમિતે ૭૦ હજાર વૃક્ષ વાવણીનો લક્ષ્યાંક પુરો આગામી દિવસોમાં સેવા સપ્તાહમાં પણ વૃક્ષારોપણ કરાશે*
વડાપ્રધાનના જન્મદિનની પુર્વ સંધ્યાએ 70 હજાર વૃક્ષ વાવણીનો લક્ષ્યાંક પુરો થયો હતો 74 હજાર વૃક્ષ રોપવા બદલ ગુજરાત બુક ઓફ રેકર્ડનું સર્ટીફીકેટ ડેપ્યુટી મેયરે સ્વીકાર્યું સુરત ભારતના વડાપ્રધાનના ૭૦માં જન્મ દિવસ નિમિત્તે સુરતમાં 70 હજાર વૃક્ષોરાપવા માટેનો લક્ષ્યાક જન્મ દિવસની પુર્વ સંધ્યાએ જ પુરો થઈ ગયો હતો
*સુરતમિત્ર*
*રશિયામાં સીલના ગ્રુપમાં વિચિત્ર પ્રાણી જોવા મળ્યું*
તાજેતરમાં જ રશિયામાં સીલના એક ગ્રુપ સાથે એક વિચિત્ર પ્રાણી જોવા મળ્યું હતું. કોઈ પણ સમજી જ નહીં શક્યું કે આ પ્રાણી કયું છેતાજેતરમાં જ રશિયામાં સીલના એક ગ્રુપ સાથે એક વિચિત્ર પ્રાણી જોવા મળ્યું હતું. કોઈ પણ સમજી જ નહીં શક્યું કે આ પ્રાણી કયું છે
*સુરતમિત્ર*
*ગુજરાતમાં હવે આઈસ્ક્રિમવાળા ઠંડા ઠંડા વડાપાઉં મળશે*
ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ પ્રકારના વડાપાઉં મળે છે ઘણી પ્રકારની ચટણીઓ હોય છે, વડા પાઉંમાં ચીઝ, બટર, ગરમ મસાલા વગેરે નાખીને જાતજાતના પ્રકાર બનાવવામાં આવે છે. પરંતુ એક વાત સામાન્ય હોય છે કે તે ગરમ હોય છે. કોઈને પણ ઠંડા વડાપાઉં ખાવા કહો તો તે નહીં ખાય.વડાપાઉંની દુકાન રેકડીમાં જઈએ એટલે પહેલો પ્રશ્ન એ જ હોય કે ગરમ છે કે નહીં? પણ ગુજરાતમાં એક સ્થળ એવું છે જ્યા તમને ઠંડા ઠંડા વડાપાઉં મળશે. એક ભાઈ આઈસ્ક્રિમ પાવ વેચે છે.
*સુરતમિત્ર*
*ખાસ વાચક મિત્રો માટે*
*સુરતમિત્ર ૧૦ વર્ષોથી આપની સેવામાં*
અમે તમારી માટે લાવ્યા છીએ ફાસ્ટ ન્યૂઝ દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અપટેડ સમાચારો સુરત ગુજરાત સહિત દેશભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા માટે *છેલ્લા ૬-વર્ષોથી* અમે આપના સુધી સોશિયલ મીડિયા વોટ્સઅપ માધ્યમ દ્વારા આપ સુધી પહોંચાડતા આવ્યા છીએ સમાચારો આપને યોગ્ય લાગે તો તમારા મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરશોજી. જય હિન્દ -જય જય ગરવી ગુજરાત *Editor Vinod Meghani- 98980 76000*
*tha and*