યાત્રાધામ અંબાજી ખાતે આઠમા નોરતે યોજાતા મહા હવનમાં દાંતા સ્ટેટનાં રાજવી પરિવારની ઉપસ્થિતિ રહી.

અંબાજી: શક્તિપીઠ અંબાજી ખાતે હાલ નવરાત્રી મહા પર્વ નાં આઠમા દિવસે પૂર્ણાહૂતિ નિમિતે હવન કરવામાં આવ્યો જેમાં વર્ષો ની પરંપરા મુજબ દાંતા સ્ટેટ નાં રાજવી પરિવાર ભવાનીસિહ મુખ્ય યજમાન રૂપે હાજર રહ્યા હતા. વર્ષો થી અંબાજી મંદિર નાં નોરતા માં યોજાતા હવન માં દાંતા સ્ટેટ નાં રાજવી પરિવાર ની હાજરી અચૂક હોય છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ વખતે કોરોના મહામારી ને લઇ ને સાવચેતી રૂપે સોશીયલ ડિસ્ટન્સ જાળવી હવન નાં દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લિમિટેડ યાત્રિકો ને જ હવન નાં દર્શન અર્થે જવા દેવામાં આવી રહ્યા હતા.