*ફરી કુદરતના ખોળે* *વાહ રે કોયલ**લેખક: જગત. કિનખાબવાલા*

https://youtu.be/OZ4aTY-qzNE

જાણીને નવાઈ લાગશે કે હંમેશા *નર કોયલજ ટહુકા કરે* અને કોયલનો મન પ્રફુલ્લિતત કરતો ટહુકો કોને ના ગમે! જ્વ્વલ્લેજ એવી વ્યક્તિ મળે કે જેણે કોયલને જોઈ પણ ના હોય અને તેમ છતાં ફક્ત અવાજ સાંભળી અને હંમેશ માટે તેના પ્રેમમાં પડેલ હોય! કોયલનો અવાજ ખુબ જ મોટો અને મધુર હોય છે. કોયલ બોલતી સંભળાય તો તરત ધ્યાન તેના અવાજ તરફ અચૂક જાય અને તમે બીજુ કામ કરતા હો તેની એકાગ્રતા તૂટે!

કોયલનો એક આગવો કરિશ્મા છે, ખાસ કરીને તેના અવાજ ને કારણે.

લેખકો અને કવિઓનું આ એક પ્રિયા પક્ષી છે. કોયલ હંમેશા સાહિત્ય, ગીત, લોક સંગીત અને સંગીતમાં તેના સુમધુર અવાજને કારણે આગવું અને પ્રતીકાત્મક સ્થાન મેળવેલું છે અને તેની ઉપર રચાયેલા ઘણા બધા ગીતો ખુબજ લોકપ્રિય બનેલા છે જે વર્ષો વર્ષથી હજુ આજે પણ એટલાજ લોકપ્રિય છે અને અચાનક પણ કોઈ એનું ગીત કાને પડે કે તેના શબ્દો પડે કે મન ગીત ગણગણવા માંડે!

અથવા કોયલ નો અવાજ સંભળાય તો તેનું ગીત યાદ આવીજાય કે પછી તેની સામે તમે તેની જેમ બોલીને ટહુકો પણ કરીદો અને મોઢાના હાવ ભાવ પણ બદલાઈ જાય. કોયલને લોકો પ્રેમથી *કકુ* પણ કહે છે અને ઘણી બાળાના લાડનું નામ કકુ રાખે છે.

કોયલ ને જોવી તે પણ એક લ્હાવો છે. બહુ ઓછા લોકોએ કોયલ જોઈ હશે ભલે તેનો અવાજ સાંભળ્યો હોઉં. સાથે સાથે કોયલ જોવી તે પણ સહેલી વાત નથી. જમીન ઉપર કોયલ ખુબ ઓછી જોવા મળે અને ખાસ કરીને તે જમીન ઉપર પાણી પીવા આવે તો જોવા મળી જાય. કોયલ તેના રંગના લીધે ઝાડીમાં જલ્દી દેખાતી નથી. જ્યારે પણ માણસ કોયલ જોવા નજીક જાય તો તરત તે દૂર જતી રહે છે. મોટાભાગનો સમય તે ઘટાદાર વૃક્ષની અંદર છુપાઈને બેસે છે અને પાંદડાની પાછળ બેસી બોલે તેથી જવલ્લેજ જોવા મળે.

*નર કોયલ* નો રંગ એકદમ કાળો ડિબાંગ હોય છે અને તેની આંખ *માણેક* ના નંગ જેવી ઘેરી લાલ હોય જે અને સાથે દેખાવમાં ખુબજ સુંદર હોય છે. તેના કાલા રંગમાં માણેક જેવી આંખ તેના રૂપમાં ચાર ચાંદ લગાવી દે!

*માદા કોયલ* નો રંગ ભૂરાશ પડતો રાખોડી અને છાંટા છાંટા વાળી હોય છે અને તેના પેટનો ભાગ સફેદ રંગનો હોય છે.
ચારથી છ વર્ષનું આયુષ્ય ધરાવતી કોયલ, ૧૭ ઇંચ જેટલી લાંબી હોય છે અને તેનું વજન છસો થી છસો પચાસ ગ્રામ જેટલું હોય છે.

વિશ્વના એન્ટાર્કટિકા સિવાયના દરેક ભાગમાં જુદા જુદા પ્રકારની કોયલ અસ્તિત્વ ધરાવે છે. તેમાંયે *એશિયા ખંડમાં ૧૨૦ પ્રકારની વિવિધ કોયલ* જોવા મળે છે.

ભારત વર્ષમાં આખા દેશમાં *૧૭ પક્ષી કોમન બર્ડ્સ* તરીકે ઓળખાય છે જે આખા દેશમાં જોવા મળે છે અને તેમાંનું એક પક્ષી કોયલ છે.

કોયલ પક્ષીની હાજરી હોવી તે પ્રકૃતિની એક દેન છે. *જ્યાં પણ કોયલ દેખાય ત્યાં જોવા મળશેકે તે જગ્યા ની બાયોડાયવરસીટી/ જીવ વિવિધતા સમૃદ્ધ ગણાય છે.* ત્યાં વિવિધ પક્ષીઓની હાજરી હોય છે. જ્યાં વધારે જાતના પક્ષી હોય તે વિસ્તારનું વાતાવરણ સમૃદ્ધ હોય કારણકે ત્યાં વૃક્ષ, વનરાજી, ફૂલ અને ફળ હોય જે તેનો ખોરાક છે અને સાથે સાથે કીડી અને મકોડા જેવા નાના જીવ ખાય છે જે બધી તેની ખોરાકની મૂળભૂત જરૂરિયાત છે અને ઉપરાંત તેવી જગ્યાજ કોયલ પસંદ કરે કારણકે તેને બીજા જુદી જુદી જાતના પક્ષીના માળામાં પોતાના ઈંડા મુકવાના હોય છે.

ત્રણ જુદા જુદા અભ્યાસમાં બહાર આવ્યું છે કે જ્યાં કોયલની હાજરી હોય ત્યાં બીજા વિસ્તાર કરતા *૭૧% થી ૯૨%* પક્ષીની સંખ્યા વધારે જોવા મળે છે. આમ કોયલની હાજરી એ માણસ માટે યોગ્ય પ્રકૃતિની પુષ્ટિ કરે છે.

*આ વાતનું બીજું સમર્થન એ વાત* *ઉપર છે કે કોયલ મુખ્યત્વે કાગડો -*Crow ઉપરાંત ચકલી – *House Sparrow, દૈયડ -* *Magpie Robbins , પાનટીકટીક- Wablers વગેરેનું કોયલ હોય તેવી જગ્યાએ હોવું જરૂરી છે.*

આ ઋતુમાં પાકની લણણી કરવાનો સમય હોય છે ફૂલમાંથી ફળ બને અને ત્યાર બાદ બીજ બનવાની ઋતુ હોય છે. દરેક ઋતુમાં વસંત પંચમીથી ચોમાશુ બેસે તે કુદરતનો શ્રેષ્ઠ સમય ગાળો હોય છે કે જયારે પ્રકૃતિ ના દરેક પાસાની વૃદ્ધિ થાય છે. આ ઋતુને કે સમય ગાળાને *વસંત – વર્ષI કાળ* કહેવાય છે. બીજા શબ્દોમાં કહો તો કોયલ બોલે તો સમજવુંકે હવે સમય ઋતુ બદલાવાનો સમય છે.

ખાસ કરીને ઉનાળો કોયલની અને સાથે બીજા પક્ષીઓની ઈંડા મુકવાની ઋતુ હોય છે. તેવા સમયે કોયલના ટહુકા વધારે સાંભળવા મળે છે અને ખુબજ ગરમીના સમયમાં બહુ સુમધુર અને કર્ણ પ્રિયા લાગે છે. કોયલ મુખ્યત્વે ચોમાસાના ચાર મહિના સિવાય બાકીના આંઠમહિનાના સમયમાં બોલતી સાંભળવા મળે છે.

અવાજ કોયલ નો હોય તે પણ સમજવું કે નર કોયલ બોલે છે. ખાસ કરીને માદા કોયલને આકર્ષિત કરવા માટે નર કોયલ ટહુકા કરી માદા કોયલ માટે ગીત ગઈ તેને આકર્ષે છે. તે જયારે બોલવાનું ચાલુ કરે છે તે ત્યારે તેની પ્રજનન – breeding ની મોસમ – season હોય છે.પ્રજનનની ઋતુમાંતે ખુબ લંબાણથી ગાય છે.

માદા કોયલ છે તેનો અવાજ ક્લીક… ક્લીક.. ક્લીક જેવો હોય છે અને ઝાડી ઝાંખરા માં જોવા મળે.સુદર બુલંદ અવાજ નર કોયલનો હોય છે. નર કોયલનો અંવાજ….એ પ્રજનન રૂતુમા કુવારા નરનો માદા કોયલને આપવામાં આવતું આમંત્રણ છે.

*કોયલ એક બહુ ચબરાક પક્ષી છે*
*જેટલું મીઠુ કોયલ બોલે છે તેટલો મીઠી તેની પ્રક્રુતી નથી, પરંતુ બિલકુલ વિપરીત જીવ છે*

તમને એવો પણ ખ્યાલ હશેકે “કોયલ પોતાનો માળો બનાવતીજ નથી પણ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે”.

હવે કોયલની ચબરાકતાની વાતને વિસ્તાર પૂર્વક સમજીયે તો અચંબો પામી જવાય તેવી વાતો છે જે પણ કુદરતની કરામત છે. તેને બહુ વિચિત્ર કુટેવ કહો કે ખરાબ રીત કહો તેવી તેની ચતુરાઈ છે, કે કુદરતની એક આગવી રીત કહો!

જયારે કાગડા પોતાનો માળો સાચવે છે ત્યારે *નર કોયલ* તાકીને બેઠો હોય. તે કાગડા ઉપર હાવી થાય, તેની સાથે લડાઈ કરે અને તેને માળાથી દૂર ભગાડે. કાગડો લડતા લડતા દૂર ભાગે તેટલે પાછળ *માદા કોયલ* ફટાફટ કાગડાના માળામાં જઈ પોતાનું એક ઈંડુ કાગડાના ઈંડા ભેગું મૂકી દે અને તેની સાથે સટાક લઈને કાગડાનું એક ઈંડુ બહાર ફેંકી દે. પછી આજ પ્રકારે નર કોયલ કાગડા કે બીજા ચકલી, દૈયડ કે પાનટીકટીક જેના પણ માળામાં વિચારેલું હોય તેના માળામાં આજ રીતે અઘટતી અને ચાલાક વર્તણુક કરે.

કોયલ સતત ધ્યાન રાખે છે કે કાગડો અને બીજા ક્યાં પક્ષીના માળા કઈ જગ્યાએ બની રહ્યા છે. જયારે પણ કોયલને ઈંડા મુકવાનો સમય થાય તે પહેલા તે મોટું મોટું નક્કી કરી નાખે છે અને તેવા યોગ્ય સમયે તે ગોઠવણી પ્રમાણે નર અને માદા કામ કરે છે.
કાગડા ઉપરાંત ઘર ચકલી, પાનટીકટીક, દૈયડ જેવા પક્ષીના માળામાં કોયલ પોતાના ઈંડા મૂકી દે છે. કોયલના ઈંડાનો કલર આ બધા પક્ષીના ઈંડાને ઘણો મળતો કલર છે. ક્યારેક જે તે પક્ષી તે કલરનો તફાવત સમજી જાય તો તુરંત કોયલના ઈંડાને બહાર ફેંકીદે છે. અને કાગડો કોયલને પોતાના માળામાં ઈંડુ મુક્ત જોઈ જાય તો બે વચ્ચે ધમાસાણ લડાઈ થાય છે અને કાગડો કોયલ જે ઈંડુ મૂકી ગઈ હોય તેને અચૂક બહાર ફેંકી દે છે.હા બીજા પક્ષી ઈંડાના કલર ક્યાં ઈંડા પોતાના છે અને ક્યાં ઈંડા કોયલના છે તેમ નથી સમજી શકતું પણ તેને ગણતરી પાકી આવડે છે અને તે વાત કોયલ જાણે છે માટે તે પોતાનું એક ઈંડુ મૂકીને બીજાનું એક ઈંડુ એક ઈંડુ બહાર ફેંકી દે છે.

ક્યારેક એકજ માળા ના બધા અથવા એક કરતા વધારે માળામાં એક એક એમ કરીને કોયલ પોતાના બધા ઈંડા મૂકી દઈ બીજા પક્ષીના ઈંડા ફેંકી દે. આ બધા ઈંડા દેખાવ માં લગભગ સરખા હોઈ પક્ષીને ખ્યાલ નથી આવતો કે કોયલના ઈંડા છે અને પોતાના નથી. આમાં પણ ક્યારેક જો પક્ષીને ઈંડાના રંગરૂપ ઉપરથી ખ્યાલ આવી જાય કે એ ઈંડુ કોયલનું છે તો તે કોયલના ઈંડાને બહાર ફગાવી દે છે.

ત્યાર બાદ કોયલના બચ્ચા પણ નવો ખેલ પાડે.સાથે કાગડાના કે બીજા પક્ષીના જે બચ્ચા ઉછરતા હોય તેમનો વારો કોયલના બચ્ચા પાડી દે. ધીમે ધીમે પાછળથી ધક્કો મારી બીજા ઈંડા કે જન્મેલા બચ્ચા ને ઊંધા પગે ધક્કા મારી કોયલનું બચ્ચું કાગડા કે બીજા પક્ષીના બચ્ચાને બહાર ફેંકી દે છે. આમ સ્વાર્થી અને એકલપટ્ટુ કોયલનું બચ્ચું પણ માં બાપની જેમજ નાનપણથીજ વર્તે છે જેનો ખ્યાલ કાગડાને કે બીજા પક્ષીને નથી આવતો અને હતાશ થઈજાય કે તે ખોરાક માટે બહાર ગયું ત્યારે બીજા બચ્ચા કોઈક શિકારી પક્ષી ઉપાડી ગયું.

“કરુણતા જોઈએ તો ખ્યાલ આવે કે કોયલના બચ્ચા નો સંપૂર્ણ ઉછેર બીજું પક્ષી પોતાનું બચ્ચું છે તેમ સમજી નિર્દોષ ભાવે પ્રેમપૂર્વક કરે છે. બોલો તે વખતે કોયલનું નાનું બચ્ચું પણ તેને ઉછેરનાર પક્ષીનું જ બચ્ચું છે તેવી રીતે વર્તે છે અને એકટિંગ કરે છે.”

ત્યાર બાદ જયારે ઇંડામાંથી બચ્ચું બહાર આવે ત્યારે પક્ષી પોતાનું બચ્ચું સમજી ઉછેરે અને મોટું થાય ત્યારે ઊડીજાય.

આમાં પણ હાલમાં એક નવું શંસોધન બહાર આવ્યું છે કે કોયલનું ઈંડુ ફૂટે અને તેની સાથે તેમાંથી જે પ્રવાહી બહાર નીકળે તેની *ગંધથી* બીજા નાનાં જીવ જંતુ – *parasites/ *પરોપીજીવી જીવ માળામાં આવતા નથી* અને તેવા પરોપજીવી જીવજંતુ કરડી કરડીને કાગડા વગેરેનાના બચ્ચાને મારી નાખે છે તે કોયલના ઇંડાના પ્રવાહીની આ ગંધથી બચી જાય છે.
આ કોયલના બચ્ચા આ માળામાં જન્મયાં તે કારણે શક્ય બને છે.

કુદરતની રચના એટલી અદભુત છે કે રોજ રોજ નવું જાણવા મળે. કુદરત આગળ માણસ ખુબ વામણો છે. આવડતમાં અને કાબેલિયતમાં આટલા નાના પક્ષીની જરૂરિયાત, ખાસિયત અને અચ્મબો પમાડતી વાત જાણી માણસ વિચારતો થઇ જાય છે.
હજુ પણ એવું કાયૅવાય છે કે પૃથ્વી પરના બહુ બધા જીવ ને માણસ જોઈ પણ નથી શક્યો અને બહુ બધાનો અભ્યાસ બાકી છે.

પક્ષી જગત બહુ અજાયબ છે.

*(સાથે જે બે વિડિઓ છે તે મે મહિનામાં લેખકના ઘરે લેખકે ઉતારેલી છે. આપ નાર અને માળા કોયલ હવે ઓળખી શકશો.)*

*જગત. કીનખાબવાલા.*

*Author of the book:*
*Save The Sparrows*

ઇમેઇલ: jagat.kinkhabwala @gmail .com