*ડીકોયર* : એક જાગૃત નાગરિક
*આરોપી* : (૧) રાકેશ ફતેસીંગ ચૌધરી, એ.એસ.આઇ., બ.નં.૨૯૨૧, નોકરી: રીજીયન- ૧, ટ્રાફીક શાખા, સુરત શહેર, વર્ગ- ૩,
(૨) સનેષ કનૈયાલાલ કુશવાહા, ટી.આર.બી. રીજીયન- ૧, ટ્રાફીક શાખા, સુરત શહેર
*ગુનો બન્યા* : તા.૦૪/૧૦/૨૦૨૦
*લાંચની માંગણીની રકમ* : રૂપિયા ૧,૦૦૦/-
*લાંચ સ્વીકારેલ રકમ* : રૂપિયા ૧,૦૦૦/-
*લાંચની રીકવર કરેલ રકમ* : રૂપિયા ૧,૦૦૦/-
*ગુનાનુ સ્થળ* : કાપોદ્રા ચારરસ્તાની આગળ જતાં, શ્રીરામ ચોક ચાર રસ્તા ઉપર જાહેર રોડ ઉપર, સુરત શહેર
*ગુનાની ટુંક વિગત* : આ કામના ડીકોયરશ્રી તથા અન્ય ફ્રુટના છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી અવાર-નવાર લાંચ લેવાતી હોવાની ચોક્કસ બાતમી આધારે ડીકોયરશ્રીનો સહકાર મેળવેલ જેમાં ડીકોયર પોતાની લારીમાં ફ્રુટ ભરીને હીરાબાગ ચારરસ્તા થી કાપોદ્રા ચારરસ્તા વચ્ચેના જાહેર રસ્તા ઉપર ફ્રુટની લારી લઇ ફ્રુટનો ધંધો કરતા હોય અને આ કામના આરોપીઓએ ડીકોયરશ્રીને ઉપરોક્ત જાહેર રસ્તા ઉપર લારી ઉભી રાખી ધંધો કરવાના અવેજ પેટે મહિનાના રૂપિયા ૫૦૦ થી ૧,૦૦૦/- સુધીના ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરતા હોવાની આધારભુત માહિતી મળેલ.
જે આધારે પો.ઇન્સ.શ્રી એસ.એન.દેસાઇ નાઓએ ડીકોયરનો સહકાર મેળવી તા.૩/૧૦/૨૦૨૦ ના રોજ ડિકોયનું આયોજન કરેલ, જેમાં ડિકોયરશ્રી નાઓએ આ કામના આરોપી નં. (૧) ને મળતા તેઓએ હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં આરોપી નં. (૨) ને તા.૪/૧૦/૨૦૨૦ ના રોજ આપવા જણાવેલ જેથી આજરોજ તા.૪/૧૦/૨૦૨૦ ના રોજ ડીકોયરશ્રી આરોપી નં. (૨) ને મળતા, આરોપી નં.(૨) નાઓએ હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી અને આરોપી નં.(૧) ના કહેવાથી લાંચની રકમ સ્વીકારી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો વિગેરે બાબત.
*નોંધ* : ઉપરોક્ત બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
*ડિકોય કરનાર અધિકારી* :
શ્રી એસ.એન.દેસાઇ, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત શહેર એ.સી.બી પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફ
મદદમાં : શ્રી કે.જે. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે.
*સુપર વિઝન અધિકારી*:
શ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત