ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને નંદઘર ભવન ઈ-લોકાર્પણ, ઈ -ભૂમિપૂજન અંતર્ગત નર્મદા જિલ્લાના ૫(પાંચ) નંદઘર ભવનનું ઈ-ભૂમિપૂજન કરાયુ.
આજે રાજપીપલામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લાકક્ષાનો યોજાયેલ કાર્યક્રમમાં પણ જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતાને માતા યશોદા એવોર્ડ એનાયત કરાયો.
રાજપીપલા‚ તા. 3
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્યના આંગણવાડીના નવા નંદઘર ભવનના ઈ -લોકાર્પણ્, ઈ -ભૂમિપુજન એનઆઈટીએ (નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશન)નું લોન્ચીંગ અને માતા યશોદાનો રાજ્યકક્ષાનો એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ-૧ આંગણવાડી કેન્દ્રના કાર્યકર હેતલબેન રણજીતભાઇ પટેલ અને આંગણવાડી તેડાગર સુમિત્રાબેન જગદીશભાઇ વસાવાને માતા યશોદા એવોર્ડ એનાયત કરાયો હતો. તેવી જ રીતે જિલ્લાકક્ષાએ રાજપીપલામાં ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે યોજાનારા જિલ્લાકક્ષાના સ્થાનિક સમારોહમાં સાગબારા તાલુકાના પાંચપીપરી-૧ આંગણવાડી કેન્દ્રના કાર્યકર પવિત્રાબેન સંપતસીંગ કોઠારી અને તેડાગર રેખાબેન હોનજીભાઈ વસાવાને જિલ્લાકક્ષાનો માતા યશોદા એવોર્ડ એનાયત કરાયો હતો. નર્મદા જિલ્લાના કુલ ૫ (પાંચ) નંદઘર ભવનનું ઈ- ભૂમિપૂજન કરાયુ હતું. જેમા મોટી દેવરૂપણ, ફુઇદા, ગોટપાડા સેલંબા અને પાટી ગામના નંદઘર ભવનનો સમાવેશ થાયો હતો.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા