♦️આજના મુખ્ય સમાચાર
*
*મોરબીના બ્રિજેશ મેરજાની જીભ લપસતા ભાંગરો વાટ્યો*
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગણાવી દીધા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બ્રિજેશ મેરજાને ફરી કોંગ્રેસ યાદ આવી ગઈ હતી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા બ્રિજેશ મેરજા અને કાર્યકરોનો સત્કાર સમારંભ યોજાયો હતો
*
સી.આર પાટીલને છુટોદોર જુના નેતાઓને ફરી સંગઠનમાં સ્થાન આપશે
ભાજપના સંગઠનમાં ફેરફારોની શરૂઆત કરાશે પ્રદેશ માળખામાં જે સિનિયર નેતાઓ છે તેમા અણધાર્યા ફેરફાર થાય તેવા સંકેત છે હાલના માળખામાંથી મોટાભાગના નેતાઓને પડતા મૂકાશે, પક્ષમાં હાલ જે હોદ્દા છે તેમાં 5 મહામંત્રી, 8 પ્રદેશ મંત્રી અને 8 ઉપાધ્યક્ષ મુખ્ય છે.જેમાં મહામંત્રીના મહત્વના હોદ્દા પર જુના આગેવાનો ને જ સ્થાન મળી શકે છે
*
*ગુજરાતમાં ઊલટી ગંગા સરકારના અનલૉક સામે વેપારીઓનું લૉકડાઉન*
પાટણ, મહેસાણા, પાલનપુર, ડીસા, ધ્રાંગધ્રા, લીમડી, પોરબંદર, ખંભાળિયા, ઊના, બોટાદ, રાજપીપળા, લુણાવાડા, છોટાઉદેપુર, બોડેલી, ડભોઈ.ગુજરાતમાં ઊલટી ગંગા છે કોરોના કેસ સતત વધી રહ્યા છે ત્યારે રાજ્યના અનેક નાના શહેરો, નગરોમાં વેપારીઓ બપોર પછી દુકાનનાં શટર પાડીને સ્વયંભૂ આંશિક લૉકડાઉન કરી રહ્યા છે પાટણ શહેરમાં વધતુ જતુ કોરોના સંક્રમણ અટકાવવા માટે બપોર બાદ બજારો બંધ રાખવાનો નિર્ણય લઈને એ અમલમાં મુકાયો છે.
**
*છેતરપિંડી કેસમાં સુરતના વકીલ ધર્મેશ પટેલ રિમાન્ડ પર*
સુરત/વડોદરા: જીથરડીની જમીન ઊંચા ભાવે વેચાણ કરી આપવાનું જણાવી ૧૩.૭૫ કરોડની છેતરપિંડીમાં સંડોવાયેલા સુરતના એડવોકેટની આગોતરા જામીન અરજી મંજૂર થયા બાદ સીઆઇડી ક્રાઇમે આરોપીના રિમાન્ડની માંગણી કરતા ન્યાયાધીશે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
**
*બાર કાઉન્સિલના સભ્યો કોર્ટો ચાલુ કરાવવા ઉપવાસ કરશે*
અમદાવાદ: રાજ્યની કોર્ટો બંધ હોવાથી વકીલોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. જેને ધ્યાનમાં રાખીને તાકિદે કોર્ટ શરૂ કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના 8 સભ્યો સવારે 11 થી 3 વાગ્યા સુધી રેગ્યુલર અરજન્ટ કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી સાથે પ્રતીક ઉપવાસ કરશે
**
*અજીબો ગરીબ મામલો એગ્રીમેન્ટ કરી પાડોશીને સોંપી દીધી પત્ની*
ઈન્દોર શહેરમાં એક અજીબો ગરીબ મામલો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવ્યો છે કે પતિ દ્વારા રૂપિયા માટે તેને પાડોશીને સોંપી દેવામાં આવી છે અને એગ્રીમેન્ટ કરીને પાડોશી સાથે રહેવાની મંજૂરી આપી દેવામાં આવી મહિલાના આ આરોપ પર હવે ઈંદોરની મહિલા પોલીસ તપાસ કરી રહી છે.
**
*હવે મીઠાઈના પેકેટ્સ પર મેન્યુફેક્ચરિંગ ડેટ લખવી ફરજીયાત*
મીઠાઈના પેકેટ પર ક્યારે બની છે અને ક્યા સુધી તેનો ઉપયોગ કરી શકાશે તે લખવું અનિવાર્ય બન્યું છે. આમ ન કરનાર દુકાનદાર કે મીઠાઈના વેપારી સામે દંડનીય કાર્યવાહી સાથે દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. આ નિર્ણયનો અમલ ૧ ઓક્ટોબરથી ફરજિયાત રહેશે. વારંવાર ખરાબ મીઠાઈ વેચાઈ રહી હોવાની આવતી હતી આ કારણે આ નિર્ણય લેવાયો છે
**
*અમરેલીના ડેમમાં ગાબડું પડ્યું*
અમરેલીના બાઢડા નજીક ત્રિવેણી ડેમમાં ગાબડું પડ્યું ભારે વરસાદના કારણે સતત પાણીની આવક થઇ હતી પાંચ ફૂટનું ગાબડુ પડતા પાણી નદીમાં વહી રહ્યું છે આસપાસના 10 ગામોને આ ડેમના પાણીનો લાભ મળે છે. ડેમમાં ગાબડુ પડતા સુરજવડી નદી બે કાંઠે વહી હતી ડેમનું ગાબડું તાકીદે રીપેર કરવા લોકોએ માંગ કરી હતી
**
*સુરત મહાનગરપાલિકાના કમિશનરે આપ્યો આદેશ*
દર્દીઓ 14 દિવસ પહેલા ઘર બહાર નીકળશે તો થશે ફરિયાદ
સુરત મહાનગરપાલિકાના કમિશનરે હોમ આઇસોલેટેડ થયેલા દર્દીઓને ઘર બહાર ન નીકળવા સૂચના આપી હતી. દર્દી બહાર નીકળે તો કોરોનાનું સંક્રમણ વધવાની શકયતાઓ દર્શાવી હતી દર્દી ઘરની બહાર નીકળશે તો પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે તેવું કમિશનરે જણાવ્યું હતુ
**
*કોંગ્રેસમાં ભંગાણ 140 કાર્યકર્તાઓએ કેસરિયો કર્યો*
વલસાડ જિલ્લામાં પેટા ચૂંટણીના પડઘમ વાગ્યા છે જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે 140 કોંગી કાર્યકર્તા સહિત આગેવાનો ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણો બદલાયા છે. કપરાડાના સરપંચ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા
*
*કેશોદના વેપારીઓ સાથે બે કરોડની છેતરપિંડી*
ચેન્નઈની કંપનીએ સીંગદાણાના વેપારીઓ સાથે બે કરોડની છેતરપિંડી કરી હતી જેથી કંપનીને MSEFC દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે સાથે જ સીંગદાણાની અનેક પેઢીઓ દ્વારા કંપનીને નોટિસ આપવા માટે કાગળો તૈયાર કરવામાં આવી રહ્યા છે
**
*ગુજરાત બની રહ્યુ છે નક્સલી પ્રવૃતિનું સોફ્ટ ટાર્ગેટ*
ગુજરાત ધીમે ધીમે નક્સલી પ્રવૃત્તિ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું છે. વધુ ૩ નાક્સ્લીની ધરપકડ એટીએસ દ્વારા કરવામાં આવી છે. પરંતુ આખરે કેમ લોકો નક્સલી પ્રવૃત્તિ સાથે જોડાય છે અને કેવી રીતે સામાન્ય માનસ નક્સલી બને છે અને કેવી પ્રથાઓમાં આ લોકો માને છે
**
*સ્ટેચ્યુ ઓફ યુનિટીના સિક્યુરિટી કર્મીઓનું વિરોધ પ્રદર્શન*
રાજપીપળા: સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 70 સિક્યુરિટી જવાનોનો 2 મહિનાથી પગાર નહીં થતા રોષે ભરાયા હતા સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી જવાનોએ એસઓયુ પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે વિશ્રામની સ્થિતિમાં ઉભા રહી અનોખો વિરોધ કર્યો હતો
*સુરતમિત્ર*
*ખેડૂતોને ખારેકની ખેતી ફળી*
પોરબંદરના અમર ગામે ખેડૂત ઈઝરાયેલી ખારેકનું વાવેતર કરીને રોજની ૮થી ૧૦ હજાર રૂપિયાની કમાણી કરી રહ્યા છે. કુતિયાણા તાલુકાના અમર ગામના પ્રગતિશીલ ખેડૂત ખેતીના આધુનિક પ્રયોગો અન્ય ખેડૂતોને પ્રેરણા પુરી પાડે છે
**
*ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય*
કોરોનાકાળ વચ્ચે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમા ચાલુ નોકરી દરમિયાન અવસાન પામતા વર્ગ 3-4 ના કર્મયોગીઓના આશ્રીતોને નાણાકીય સહાય મેળવવા માટેની અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે. જેમા 6 માસથી વધારીને એક વર્ષ કરવામાં આવ્યું છે
**
*ગ્રેજ્યુએટને વગર પરિક્ષાએ મળશે નોકરી*
ભારતીય રેલમાં ગ્રેજ્યુએટ માટે નોકરીયો નીકળી છે. રેલવે રિક્રુટમેંટ સેલે પશ્વિમ રેલવેમાં જુનિયર ટેકનિકલ ઓસોસિએટના વિવિધ પદો ઉપર નોકરીની સોનેરી તક આપી રહી છે. આ ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માટે ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ 22 ઓગષ્ટ, 2020ના રોજ ફોર્મ ભરવાનું બંધ થશે
**
*સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક*
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)માં સરકારી નોકરી મેળવવાનો સૌથી સારામાં સારો અવસર મળી રહ્યો છે. DRDOએ અમુક ખાલી જગ્યા પર અરજી મગાવી છે જે ઉમેદવારો આ પદ માટે ઈચ્છુક છે તેઓ સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ લિંક પર ક્લિક કરી માહિતીને ડાઉનલોડ કરી શકશે આ પદ માટે ભરતી ઈન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. તેથી ઉમેદવારે નિર્ધારિત સમયે ઈન્યરવ્યૂ માટે પહોંચવાનું રહેશે
**
*રાજકોટમાં બોગસ ડોક્ટર ઝડપાયો*
પોલીસ બાતમીના આધારે લોઠડા-ભાયાસર રોડ પરથી બોગસ ડોક્ટર અનીષભાઈ અસરફભાઈ લીંગડીયાને ઝડપી પાડ્યો હતો કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી મેડિકલ પ્રેક્ટીસ કરતો હતો. પોલીસે જુદા-જુદા સાધનો અને દવાઓ સાથે કુલ 7 હજાર 75 રૂપિયાનો મુદ્દમાલ કબ્જે કર્યો છે અને બોગસ ડોક્ટરનો પર્દાફાશ કર્યો છે
**
*સુરતથી સમગ્ર રાજ્યમાં આવતી-જતી એસટી બસ બંધ*
સરકાર દ્વારા જાહેર કરેલા અનલોક-1 તથા 2ની ગાઈડલાઈન મુજબ ST બસ તથા ખાનગી બસ સેવા સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન, બસોનું સેનિટાઈઝેશન વગેરે રાજ્યમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.તાજેતરમાં ઉચ્ચ કક્ષાએ થયેલી સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ ઉપડતી ખાનગી અને ST બસ સેવા સોમવાર 27મી જુલાઈથી 10 દિવસ માટે બંધ કરવાની જાહેરાત
**
*૪૦ ટકા કરતા વધુ સ્કૂલો પાસે મેદાન નથી સરકાર નોટિસ મોકલશે*
અમદાવાદ: ખાનગી સ્કૂલો સામે સરકાર લડાયક મૂડમાં જોવા મળી રહી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ ડીઈઓ ડીપીઓને આદેશ કર્યો હતો કે જે સ્કૂલોમાં મેદાન નથી તે સ્કૂલોને નોટિસ આપીને મેદાનની વ્યવસ્થા ઊભી કરવા જણાવવામાં આવે
**
*ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ફરીથી વિવાદમાં*
ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ફરીથી વિવાદમાં આવ્યું. દેવપક્ષ અને આચાર્યપક્ષની સાંખ્યયોગી બહેનો વચ્ચે વિવાદ સર્જાયો. અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં ગયો. મોટીબા વાડી મંદિરના મહિલા પૂજારી બદલતા વિવાદ સર્જાયો. દેવપક્ષ હાલ સત્તામાં આવતા મોડીબા વાડી મંદિરના પૂજારીને બદલતા આચાર્યપક્ષની સાંખ્યયોગી બહેનોએ મોટીબા વાડી મંદિરમાં કબજો જમાવ્યો.
**
*સુરત ખાનગી શાળાના શિક્ષકો ક્લેક્ટરને આવેદન પત્ર*
સુરત કોરોના લોકડાઉન બાદથી શાળા સંચાલકો અને વાલીઓની ફીના મુદ્દે તકરાર ચાલતી હતી. જેમાં આખરે ફી ન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ખાનગી શાળાના શિક્ષકોની હાલત કફોડી થઈ હોવાની રજૂઆત ક્લેક્ટરને આવેદનપત્ર આપી કરવામાં આવી છે.
**
*બેંકો પર એનપીએ નામનો બોમ્બ ફૂટશે?*
એનપીએના ડુંગર તળિયે દબાયેલ ભારતીય બેંકિંગ સેક્ટર માટે કોરોના ઈતિહાસનો સૌથી કપરોકાળ બનવા જઈ રહ્યો છે આર્થિક મહામંદી સમયે પણ ન સર્જાઈ હોય તેવી સ્થિતિ મંદ અર્થતંત્ર બાદ હવે કોરોનાને પગલે સર્જાવાના એંધાણ છે.
**
*હોપ સંસ્થા દ્વારા દેશ જવાનો માટે રાખડીઓ મોકલવામાં આવી*
સુરત: ભારત દેશની સીમા પર ઘર પરિવારથી દૂર જાનની બીજી પર ખેલનાર જાંબાઝ સિપાહી ભાઈઓ માટે હોપ સંસ્થાના દ્વારા સરહદ પર પોસ્ટથી રાખડીઓ મોકલવામાં આવી હતી.
**
*દારૂનો હપ્તો બંધ થતા ખોટી એફ.આઈ.આર. કરી*
અમદાવાદના સરદાર નગર વિસ્તારમાં દારૂનો ધંધો કરનાર રાજુ ગેન્ડીએ દારૂનો ધંધો બંધ કરી દેતા પોલીસને મળતા હપ્તા બંધ થઈ જતા પોલીસનો હપ્તો ચાલુ રહે તે માટે તેને તેનો ધંધો ચાલુ રાખવા માટે ફરજ પાડવામાં આવી રહી છે.અત્યારે એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડમા સેવા આપી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર. જાધવ વતીથી સત્તા અને અધિકારનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. સી.આર. જાધવ એરપોર્ટ પોલીસ સ્ટેશન પર અગાઉ સેવા આપતા હતા દારૂના ધંધામાંથી નીકળી જવા માગતા રાજુ રૂપચંદ ગેન્ડીને આ ધંધામાં જકડી રાખવા માટે પોલીસ દ્વારા ખોટી એફ.આઈ.આર. કરવામાં આવી રહી છે.
**
*અમરેલીમાં કોન્સ્ટેબલ બાબુ નાથુ મકવાણા સામે ફરિયાદ*
અમરેલી અગાઉ બાબરા પોલીસ મથકમા ફરજ બજાવતા કોન્સ્ટેબલની નાગેશ્રી ખાતે બદલી કરી દેવાયા બાદ પણ આ કોન્સ્ટેબલને કીડી ગામની મહિલા સાથે અનૈતિક સંબંધ હોય વારંવાર આ મહિલાને ફોન કરી સમાજમા બદનામ કરવાની ધમકી આપતા કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો છે
**
*ભુજ: NRI સાથે બેંક મેનેજર કરી ૧૦ લાખની ઠગાઇ*
ભુજ: માધાપર ખાતેની ઇન્ડસઇન્ડ બેન્કના મેનેજરે માધાપરના નિવૃત એનઆરઆઇને પાસેથી દસ હજારના પાઉન્ડ ભારતના નવ લાખ વીસ હજાર પાંચ માસમાં ડબલ કરી દેવાની લાલચે આપી પડાવી લીધા બાદ રકમ ડબલ કરી દેવાને બદલે પરત ન આપી ચારસોવીસી ઠગાઇ કરતાં આરોપી વિરુદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે
**
*આ વખતે બહેનોને મોઘવારીના લીધે રાખડીઓ રડાવશે*
અંબાજી: રાખડીઓના સતત ભાવ વધારાને લઈ આ વખતે વેપારીઓ માટે કોરોના કાળ માથાના દુખાવા સમાન બન્યું રક્ષાબંધનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાખડીના વ્યાપાર ઉપર કોરોનાની મોટી અસર જોવા મળી રહી છે -મહેન્દ્ર અગ્રવાલ અંબાજી, બનાસકાંઠા
**
*ઓનલાઇન કોર્સ શરૂ કરવાની શિક્ષણ વિભાગે બનાવી યોજના*
ગાંધીનગર: ખાનગી સ્કૂલોના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ઓગસ્ટ મહિનાના સિલેબસ પ્રમાણે શિક્ષણ વિભાગ ઓગસ્ટ મહિનાથી ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કરશે અત્યારે વિભાગો અને શિક્ષકો સાથે મિટિંગો ચાલી રહી છે
**
*ડુંગરમાં અલભ્ય સફેદ કાળિયાર દેખાતા લોકોમાં કુતુહલ*
કુતિયાણા: અને જામજોધપુરના ડુંગરમાં સફેદ કાળિયાર જોવા મળ્યું હતું સફેદ કાળિયાર રાજા રજવાડાના સમયમાં જોવા મળતા હતા મૃગ પ્રજાતીમાંથી આવતા કાળિયારનું એક અલભ્ય માદા મૃગ તસ્વીરમાં કેદ થયું છે જે આખું સફેદ શરીર ધરાવે છે
**
*ભાજપ-કોંગ્રેસનો ટ્વીટ વોર*
*સીએમ રૂપાણીએ રાહુલ ગાંધી પર ગુજરાત સરકારની પહેલને પોતાનો આઈડિયા હોવાનો આરોપ લગાવ્યો છે*
આ માટે થઈને તેમણે એક ટ્વીટની સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો સ્ક્રિનશોટ પણ શેર કર્યો હતો. જો કે, તેમણે રાહુલ ગાંધીને ટ્રોલ કરવા જતાં, પણ જો આ વાત સાચી હોય અને આવો કોઈ પોલીસી કે પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ થયો હોય તો તેનું અમલીકરણ કેટલુ થયુ છે, ગુજરાતના ગામડાઓમાં આ પોલીસી કેટલે હદે સફળ થઈ છે ? સ્થાનિક લોકોને તથા નાના ઉદ્યોગકારોને તેનો કેટલો ફાયદો થયો , તેના વિશે પણ માહિતી શેર કરવી જોઈતી હતી
**
અમિત ચાવડાએ એક ટ્વીટ કરી જણાવ્યુ
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ એક ટ્વીટ કરી જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી એક ટ્વીટ કર્યુ છે, તેનું ગુજરાતમાં અમલ કેટલો થયો છે.હકીકતમાં જોઈએ તો, કોંગ્રેસ નેતાએ હિમાચલ પ્રદેશ સરકાર તરફથી વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ્સને અપનાવવા માટે કરેલા સર્વેના વખાણ કર્યા હતા અને કહ્યુ હતું કે, તેના માટે થોડા સમય પહેલા જ ભલામણ કરી હતી.
**
*સીએમ રૂપાણીએ ટ્વીટ કરી જવાબ આપ્યો*
રાહુલ ગાંધીના ટ્વીટનો જવાબ આપતા રૂપાણીએ કહ્યુ હતું કે, ગુજરાત સરકારની કોપી કરીને પોતાના નામે આઈડિયા બતાવીને તેને વેચવું તે શોભતુ નથી. આગળ જણાવ્યુ હતું કે, હું એવી આશા નથી રાખતો કે, તમને બધુ ખબર હશે, પણ તમારી સ્ક્રિપ્ટ લખતા લોકોને તો જાણકારી હોવી જોઈએ.
*રૂપાણીએ આગળ લખ્યુ છે કે*
રાહુલ ગાંધી પર નિશાન સાધતા રૂપાણીએ આગળ લખ્યુ છે કે, ‘One defeat, One reinvention’પોલીસી વિશે તમે શું કહો છો. વિજય રૂપાણીએ ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલનો એક સ્ક્રિનશોટ પણ શેર કર્યો છે. જેમાં આનંદીબેન પટેલ 2016માં મુખ્યમંત્રી તરીકે વન વિલેજ, વન પ્રોડક્ટ યોજનાની જાહેરાત કરે છે.