રાજપીપળા,
નર્મદા નીગટ ગામે ઝરણાવાડી જવાના ત્રણ રસ્તા ઉપર ફોરવીલર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત નોરતા એકને ગંભીર ઇજા થવા પામી હતી.જેમાં ફોરવિલ ગાડી સ્થળ ઉપર મુકીને નાસી જતાં તેની સામે અકસ્માત ગુનાની ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે દેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ એ ખાનસિંગભાઈ સુરજીભાઈ વસાવા (રહે,મોસકુવા)એ આરોપી ફોરવિલ ગાડી નંબર જીજે 05 સીએમ 9712 ના ચાલક સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફોર વીલર ગાડી નંબર જીજે 05 સીએમ 9712 ના ચાલકે પોતાના કબજાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરિયાદી ખાનસીંગભાઈના મોટાભાઈ ગણપતભાઇ સુરજીભાઈ વસાવાની હીરો હોન્ડા મોટરસાયકલ નંબર જીજે 16 એલ 7499 ની સાથે અકસ્માત કરી સાહેદને ડાબા પગે ઘૂંટણથી નીચે ઘુટી તથા પંજા અને એડી પર ફેકચર કરી તથા માથાના ભાગે તેમજ શરીરે ઓછી વત્તી ઈજાઓ પહોંચાડી ફોરવિલ ગાડી સ્થળ પર મુકી નાસી જાય ગુનો કરતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા