પ્રદૂષણ ન ફેલાય તે માટે ૧૫ જેટલી ઇકાર પાર્કમાં પ્રવાસીઓને લઈને દોડે છે જેને સતત સેનેટાઇઝડ કરવામાં
આવે છે.
જંગલ સફારી પાર્કના મોનીટરીંગમા ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ
નાઈટ વીઝન અને ૩૬૦ ડીગ્રી એન્ગલથી કંટ્રોલરૂમમાથી જોઇ શકાય તેવી વ્યવસ્થા કરાવામાં આવી છે
યારે ૩૭૫ એકરમાં ફેલાયેલા ૬ ઝોનમાં ૧૫૦૦થી વધુ દેશવિદેશના પ્રાણીઓ પક્ષીઓ નો રુબરુ નજારો
માણવાનો લહાવો પ્રવાસીઓને મળી રહયો છે.-નાયબ વન સરંક્ષક રતન લાલા
રાજપીપળા,તા૪
કેવડીયા ખાતે ૧ ઓક્ટોબરથી જંગલ સફારી પાર્કને બીજી વાર ટ્રાયલ બેઝ માટે ખુલ્લુ મુકાયું છે, ત્યારે ૩૭૫
એકરમાં ફેલાયેલા ૬ ઝોનમાં ૧૫૦૦થી વધુ દેશવિદેશના પ્રાણીઓ પક્ષીઓનો રુબરુ નજારો માણવાનો લહાવો
પ્રવાસીઓને મળી રહયો છે.લોકડાઉનમાં ઘરમાં રહીને કંટાળેલા પ્રવાસીઓ માટે આ એક નવો ચેઇન્જ મળતા
૧લીથી પ્રવાસીઓ ઓનલાઇન બુકીંગ કરીને જંગલ સફારી પાર્કના પ્રાણીઓ પક્ષીઓને નિહાળવા ઉમટી રહયા છે,
કોરોના નુ સંક્રમણ ન લાગે તે માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે તેમાં નાયબવન સંરક્ષક કેવડીયાની
કચેરીમાથી ખાસ સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ કરાઇ રહયુ છે. સફારી પાર્કના નાયબ વન સંરક્ષક રતન
લાલાના જણાવ્યા અનુસાર અહી ખાસ તૈયાર કરેલા. કંટ્રોલરૂમમાથી સમગ્ર પાકનું સીસીટીવી કેમેરા વડે
મોનીટરીંગ થઇ રહયુ છે, એ માટે ૩૭૫ એકરમાં ફેલાયેલા પાર્કમાં અલગ અલગ પોઈન્ટ પર ૪૨ જેટલા
કેમેરા લગાવવામા આવ્યા છે. જેમાં પીટીઝેડ, નાઇટ વીઝન અને ૩૬૦ ડીગ્રી એન્ગલથી કંટ્રોલરૂમમાથી જોઈ
શકાય તેવી વ્યવસ્થા કરાવમાં આવે છે કચેરીના કર્મચારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક તેનુ મોનીટરીંગ કલરવામાં
આવ્યું છે, પાર્કમાં ૧૬ જેટલા માઇક લગાવામાં આવ્યા છે જેની કંટ્રોલરૂમમાથી બેઠા બેઠા જરૂરી સુચના તથા
પ્રવાસીઓને માર્ગદર્શન આપવામા આવે છે જેમકે કોઇ પ્રવાસીએ માસ્ક ન પહેર્યો હોય તો માસ્ક પહેરવા કે
સોસીયલ ડસ્ટસ અંગે માહિતગાર કરવામાં આવે છે. ઉપરાંત કંટ્રોલરૂમમાં ૬ જેટલા ટીવી સેટ ટેલીફોનમાં
માઇકની સુવિધાથી ઓપરેટ કરવામાં આવે છે, સમન પાર્કની સુંદર વ્યવસ્થા ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ
કરવામાં આવ્યો છે.
વધુમાં નાયબ વનસરંક રતનવાવાના જણાવ્યા અનુસાર પાર્કમાં ૭ જેટલા સ્પીકર બોલા લગાવ્યા છે જે
ઈમરજન્સી બોક્ષ તરીકે તેનો ઉપયોગ થાય છે. પાર્ક ૪ ઝોનમાં લાંબા અંતરમાં વહેચાયલુ હોવાથી પ્રવાસીઓને
ચાલવુ ન પડે તે માટે ૧૫ જેટલે બેટરીથી ચાલતી ઇકાર નીવ્યવસ્થા કરાઇ છે જેનાથી પ્રદૂષણ ફેલાતુ નથી,
અને સફારી બંનેનો આનંદ પ્રવાસીઓ માણી શકે તે માટે ઓરીજીનલ જંગલનો અનુભવ પ્રવાસીઓને થાય તે
માટે કાચા રસ્તા બનાવ્યા છે. ડુંગર વિસ્તાર હોવાથી ૭ લેયરમાં ૩૭૫ એકરમા પાર્ક બનાવાયુ છે.જેમા ૧૫૦૦
જેટલા દેશવિદેશના પ્રાણીઓ પક્ષીઓ જોઈને પ્રવાસીઓ ઝૂમી ઉઠે છે.
છે
તસવીર-જ્યોતિ જગતાપ,રાજપીપળા