ટેકસટાઇલ ક્ષેત્રે બાંગ્લાદેશ ભારત કરતાં આગળ નીકળી ગયું

સસ્તુ લેબર અને સરકારી યોજનાઓને કારણે ગારમેન્ટ નું ઉત્પાદન સતત વધુ રહ્યું

કોરોનાની મહામંદી ને કારણે એક તરફ દેશમાં વ્યાપાર ધંધા ઉદ્યોગોને માઠી અસર થઇ રહી છે ત્યારે ખાસ કરીને ગુજરાત અને ભારતના મહત્વના ઉદ્યોગ એવા ટેક્સટાઇલ ક્ષેત્રમાં પણ બાંગ્લાદેશ જેવો નાનો દેશ ભારત કરતાં આગળ નીકળી રહ્યો છે. સરકારની વિવિધ યોજનાઓના લાભ અને સસ્તી લેબર ને કારણે મલ્ટિનેશનલ કંપનીઓ ગારમેન્ટ નું ઉત્પાદન બાંગ્લાદેશમાં જ કરાવી રહ્યા છે. બાંગ્લાદેશમાં તૈયાર થયેલો ગારમેન્ટ નો માલ ભારતમાં સસ્તો વેચાતો હોવાથી દેશના ઉત્પાદકોને માર પડી રહ્યો છે.

કોરોના બાદ ધીરે ધીરે વ્યાપાર ધંધા ઉદ્યોગો સેટ થઈ રહ્યા છે તેમ છતાં ગારમેન્ટના વેપારીઓ અને ઉત્પાદકોની પરિસ્થિતિ નાજુક છે.દેશમાં ગારમેન્ટના ઉત્પાદકો અને પૂરતું કામ નહીં મળતું હોવાની ફરિયાદો શરૂ થઈ ગઈ છે.

શહેરના મોટા વેપારીઓ અને ગારમેન્ટના ઉત્પાદકોની ફરિયાદ છે કે ભારત કરતા ગારમેન્ટ ના ઉત્પાદનમાં બાંગ્લાદેશ જેવો નાનો દેશ આગળ નીકળી રહ્યો છે. જેના માટે બાંગ્લાદેશની સરકારી નીતિ તથા સસ્તુ લેબર મહત્વનું કામ કરી જાય છે.

આ મુદ્દે માહિતી આપતા સી એ કૈલાસ ગઢવીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં તૈયાર થયેલો ગારમેન્ટ કે ટેક્ષટાઈલ નો માલ ભારતમાં જે કિંમતે વેચાય રહ્યો છે તેના કરતાં ભારતમાં તૈયાર થતાં માલની કિંમત ઘણી વખત વધી જતી હોય છે જેને કારણે ગારમેન્ટના ઉત્પાદકો ને તકલીફ થતી હોય છે.

સરકારી નીતિઓ અને વિવિધ યોજનાઓનો લાભ મળતા બાંગ્લાદેશમાં ગારમેન્ટ નું ઉત્પાદન તથા વિકાસ ખાસ્સો વધારો થયો છે જ્યારે ભારતની સ્થિતિ હજુ યથાવત્ જ રહી છે.