*સુરતમિત્ર આજના મુખ્ય સમાચારો* *02-10-2020*

*હવે ફાયર સેફ્ટીનું રિન્યુઅલ ફરજિયાત*
ગાંધીનગર મકાનમાલિકો, કબજેદારો, ફેક્ટરીધારકોએ વર્ષમાં બેવાર ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી એન.ઓ.સી. કરાવવું પડશેઆ નિર્ણયથી સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના યુવાઓ માટે મોટી તકો ખૂલીરાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોનાં જાન-માલ-મિલકતને આગથી સંરક્ષણ અપાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
**
*સુરતમાં આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા મીઠાઈની દુકાનો પર તપાસ*
સુરત મીઠાઈ પર એક્સપાયરી ડેટ લખી હોવાનું પાલિકાની તપાસમાં મળી આવીડિસ્પ્લેમાં રાખવામાં આવેલી મીઠાઈ પર એક્સપાયરી ડેટ લખેલી છે કે નહીં તેની તપાસ રાજ્ય સરકારના આદેશ અને ફુડ વિભાગના નિયમોનુસાર મીઠાઈ પર એક્સપાયરી ડેટ ફરજીયાત કરવામાં આવી છે. જેને લઈ રાજ્ય સરકાર અને ફૂડ વિભાગના નિયમોનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે કે તે અંગેની તપાસ હાલ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા સુરતના અલગ અલગ ઝોનમાં આવેલ મીઠાઈની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે
**
*વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે પોલીસ દ્વારા રક્તદાન દિવસની ઉજવણી*
સુરત પોલીસ કર્મચારીઓએ રક્તદાન કરીને લોકોને બ્લડ ડોનેટ કરવા માટે અપીલ કરી હતી. શહેરમાં રક્તની અછત સર્જાતા પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો પહેલી ઓક્ટોબર વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સુરત પોલીસ દ્વારા આ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર સહિત 38 જેટલા અધિકારીઓએ રક્તદાન કરી સમાજના લોકોને રક્તદાન કરવા માટે આગળ આવવા અનોખો સંદેશો પાઠવ્યો હતો
**
*સુરતથી ધબકતું હ્રદય ચેન્નઈની 15 વર્ષની વિદ્યાર્થિનીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું*
સુરત ઈલાબેન પટેલ ઈન્સેટના પરિવારજનો દ્વારા અંગદાનની સંમતિ અપાતા સાત લોકોને નવું જીવન આપવામાં આવ્યું છે.ઈલાબેન પટેલે અંગદાન કરીને સાત વ્યક્તિઓને નવું જીવન આપ્યું અંગદાનમાં અગ્રેસર રહેલા સુરતમાંથી 28માં હ્રદય અને ફેફસાંના દાનની ત્રીજી ઘટના નોંધાઈ છે. કોળી પટેલ સમાજના બ્રેનડેડ ઇલાબેન નીતિનભાઈ પટેલના પરિવારે તેમનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. ઈલાબેન પટેલું હ્રદય સુરતથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 180 મીનીટમાં કાપીને દિલ્હીની 15 વર્ષીય વિદ્યાર્થિનીમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
**
*સાસણગીરમાં આવેલા દેવળિયા પાર્કમાં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકશે*
રાજકોટ દેવળિયા પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો.ગીર અભયારણ્ય, સાસણગીર અને દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ માટે ઓનલાઇન પરમિટનું બુકિંગ શરૂ સૌરાષ્ટ્રના પ્રાણી ઉદ્યાનો અનલોક થઈ ગયા છે. લોકડાઉનના સમયથી બંધ રહેલા અને સાસણગીરમાં આવેલા દેવળિયા પાર્કમાં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકશે
**
*હવે શોપિંગ માટે કાર્ડની જરૂર નહીં પડે હથેળી સ્કેન*
કંપનીએ નવી બાયોમેટ્રિક પેમેન્ટ સિસ્ટમ એમેઝોન વન લોન્ચ કરી કોઇપણ પ્રકારનું પેમેન્ટ કરવા માટે એમેઝોન વન માત્ર હથેળીનો જ ઉપયોગ કરે છે સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળતા ઘરે-ધરે લોકો ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા થઈ ગયા છે પરંતુ હવે શોપિંગ કરતી વખતે આ કાર્ડ્સની પણ જરૂર નહીં પડે માત્ર હથેળી સ્કેન કરવાથી જ પેમેન્ટ થઈ જશે.
**
*2018-19 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન 30 નવેમ્બર સુધી ભરી શકશો*
પહેલા 30 સપ્ટેમ્બર સુધીમાં રિટર્ન ફાઈલ કરવાનું હતુ કોરોના મહામારીની વચ્ચે લોકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો કોરોનાકાળમાં કેન્દ્ર સરકારે કરદાતાઓને રાહત આપતા એસેસમેન્ટ યર 2019-20 નાણાકીય વર્ષ 2018-19 માટે આવકવેરા રિટર્ન ભરવાની સમય સીમા 30 નવેમ્બર 2020 સુધી લંબાવી દીધી છે. અગાઉ તેની તારીખ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી.
**
*વિશ્વ ગૌરવ એશિયાટિક લાયનની વસ્તીમાં વધારો*
અમદાવાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૯મી બેઠકમાં ગુજરાતની આ ગૌરવ સિદ્ધિઓની વિગતો સૌ સભ્યોને આપવામાં આવી હતી.ગુજરાત અને ભારતને વિશ્વસ્તરે વન્યપ્રાણી સૃષ્ટિમાં ગૌરવ અપવનારા ગિરના સાવજ એશિયાટીક લાયનની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો થયો છે
**
*મુંબઈ: 7 રૂપિયાનું ઇન્જેજક્શન એક લાખમાં વેચતો હતો*
કોરોના વાઇરસના કેસ વધવાની સાથે અનેક કોરોનાના ઇલાજ માટે કામ આવતી દવા-ઇન્જેકશનનું ડબલ ભાવમાં વેચાણ થઈ રહ્યું છે ત્યારે સાત રૂપિયાના ઇન્જેકશનને લાખ રૂપિયામાં વેચતા એક આરોપીની દિલ્હીમાંથી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. બોગસ ઇન્જેક્શન બનાવવા માટે ભેજાબાજ આરોપીએ વિદેશથી ૫૮,૦૦૦ રૂપિયા ખર્ચીને મગાવ્યું હતું.
**
*સુરતમાં અશાંતધરા ના હુકમો માટે ઓપન હાઉસ રાખ્યો*
સિટી પ્રાંત કચેરી દ્વારા અશાંતધારા હેઠળ એક જ દિવસમાં 300 હુકમ ઇસ્યૂ કરાયા હતા.હાલની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને આગામી દિવસોમાં આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરી દેવાનો નિર્ણય લેવાયો હતો.સુરત શહેરમાં કોર્ટ વિસ્તાર, રાંદેર અને કતારગામના ટૂંકી વિસ્તાર માં અશંતધારો લાગુ કરાયો છે. જેમાં કોઈ એ પણ મિલકત વેચવી હોઈ તો પ્રાંત અધિકારીની મંજૂરી ફરજિયાત લેવી પડે છે.
**
*સુરત: 2 તબીબોને 3 માસની કેદની સજા*
તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા તથા ખાનગી હોસ્પિટલ ચલાવીને ગેરકાયદેસર કરવાના કેસમાં સંડોવાયેલા બે તબીબોને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે ઠેરવી 10 વર્ષની કેદ તથા 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.ડૉ. ડી એસ.સીધા તથા ડો.વિઠ્ઠલ એફ. પટેલ બંને અલગ અલગ જગ્યાએ ખાનગી ધોરણે અનુક્રમે સોહમ જનરલ હોસ્પિટલ અને પ્રસૂતિગૃહ તથા સ્મિત હોસ્પિટલ એન્ડ ફર્ટીલીટી સેન્ટર ચલાવતા હતા.
**
*ડો.માયા કોડનાનીની ગુજરાત બહાર જવાની મંજૂર મળી*
માયા કોડનાની વર્ષ 2002 દરમિયાન અમદાવાદના નરોડા ગામમાં ફાટી નીકળેલા તોફાન કેસમાં જામીન પર મુક્ત ડો. માયાબેન કોડનાની દ્વારા સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં જામીનની શરતોમાં રાહત આપવા માટેની અરજી કરવામાં આવી હતી. જેમાં તેમને ગુજરાત બહાર જવા માટેની પરવાનગી માગી હતી. માયાબેનની અરજી પર સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ડો. માયાબેન કોડનાનીને સિંધુ દર્શન યાત્રા સમિતિની મિટિંગમાં હાજર થવા માટે ગુજરાત બહાર જવાની જરૂર હોવાથી તેમણે પરવાનગી માગી હતી. જે નામદાર સેશન્સ કોર્ટે શરતોને આધીન મંજૂર કરી છે
**
*ગોંડલ સબ-જેલ જેલ કે બગીચો?*
રાજ્યના જેલવડાના ગોંડલ જેલમાં દરોડા, બહારના 6 લોકો 5 કેદી સાથે ભોજન કરતા ઝડપાયા 11 સામે ગુનો જેલરની તાત્કાલિક અસરથી બદલી કરાઈ
**
*હવે જેલમાં સંભળાશે રેડિયોની ગુંજ*
બીજી ઓક્ટોબરના ગાંધીજયંતીના દિવસે આ રેડિયોની શરૂઆત થશે
જેલમાં બંધ કેદીઓ સતત માનસિક તાણ ભોગવતા હોય છે. જેલની ચાર દીવાલોની બહાર શું થાય છે તેઓ માત્ર અખબારો દ્વારા જાણી શકે છે, પરંતુ તેમને મનોરંજન માટે કોઈ સાધન ઉપલબ્ધ થતું નથી. ત્યારે હવે ગુજરાતમાં સૌપ્રથમ સાબરમતી મધ્યસ્થ જેલમાં રેડિયો શરૂ થવાનો છે,
**
*ડાકોરમાં વસ્ત્રનો લાગો 1100થી 2500 કરાયો અમલ શરૂ*
નડિયાદ ડાકોર મંદિરનો આવકસ્ત્રોત એક માત્ર દાન છે. હાલ કોરોનાના પગલે દાન ઘટ્યું છે. જ્યારે સામે 400થી વધુ કર્મચારીનો નિભાવ મંદિર કરી રહ્યું છે.મંદિરમાં ભગવાનના વસ્ત્રપરિધાનના લાગામાં બે ગણો વધારો કરાયો
યાત્રાધામ ડાકોર મંદિરમાં રણછોડરાયજી મહારાજના વસ્ત્રો સાંજના તેમજ સવારના ધરાવવાના વસ્ત્રનો લાગોમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સાંજના વસ્ત્રનો લાગો 1100 હતો.જે વધીને 2500 કરવામાં આવ્યો છે.
**
*કોરોનાથી બચવા માસ્ક જ શ્રેષ્ઠ ઉપાય છે: મોરારિબાપુ*
કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે અને વાઇરસની કોઈ રસી હજી શોધાઈ નથી. અત્યારે તો માસ્ક પહેરવું એ જ વેક્સિન છે. આમ છતા ઘણા લોકો બેદરકારી દાખવી પોતાની જાતને અને પરિવારને પણ જોખમમાં મૂકે છે.વેક્સિન અભિયાનને સમર્થન આપતા કથાકાર મોરારિબાપુએ પણ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
**
*તોડકાંડ:લાંચ કેસમાં શ્વેતાએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી*
પાસાના ગુનામાં ધરપકડ નહીં કરવા બદલ 35 લાખની લાંચ લેવાના કેસમાં પકડાયેલી તત્કાલીન પીએસઆઇ શ્વેતા જાડેજાએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. કોર્ટે સરકારને નોટિસ પાઠવી છે, જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે
**
*બે IASની બદલી ડી.એ. શાહને મ્યુનિ.માંથી મુક્તિ*
ગાંધીનગર આઈએએસ અધિકારી ડી.એ.શાહને મહાનગરપાલિકાની જવાબદારીમાંથી મુક્ત કરી તેમની નર્મદા જિલ્લા કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.અધિક વિકાસ કમિશનર શાહ હાલ કોરોના સંક્રમણ સમયે પાલિકામાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે મુકાયા હતા. આ ઉપરાંત 2016ની બેચના આઈએએસ અને શ્રમ નિયામક ભવ્ય વર્માની બદલી કચ્છ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કરાઈ છે.
**
*પીરાણા, બારેજાના બાયોડીઝલ પંપ સહિત 15 એકમો પર દરોડા*
અમદાવાદ15 કલાક પહેલાનબળી ગુણવત્તાનું બાયોડીઝલ વેચનારા પર GPCPની તવાટેક્સ અને એક્ઝાઈઝ ડ્યૂટી ભર્યા વગર વેચાણ કરતા હતા
રાજ્યના વિવિધ શહેરોમાં હલકી ગુણવતા વાળા બાયોડિઝલ બનાવીને વેચાણ કરતા એકમો વધી ગયા હતા. આ એકમો પરવાનગી વગર ચાલતા હોવાથી પેટ્રોલ પંપના સંચાલકોએ તેનો વિરોધ કર્યો હતો,
**
*સુપ્રીમકોર્ટે વકીલોનાં ફોર્મ ભરવાની મુદત લંબાવી 15 નવેમ્બર કરી*
સુપ્રીમ કોર્ટની ઈ-કમિટીએ 30 સપ્ટેમ્બર સુધી વકીલોને સંપૂર્ણ વિગતો સાથેનું ફોર્મ ભરવાની મુદત આપી હતી. જોકે કોરોના કાળમાં 6 માસથી કોર્ટ બંધ હોવાથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સમય મર્યાદા વધારી આપવા માગ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટની ઈ-કમિટીએ ગ્રાહ્ય રાખતા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ દોઢ મહિનાનો સમય વધારી આપી 15 નવેમ્બર સુધી વકીલોને ફોર્મ ભરવાનો સમય આપ્યો છે, જેના કારણે વકીલોને રાહત મળી છે.
**
*ડીસા તાલુકા સંઘમાં કરોડોનું કૌભાંડ*
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા સંઘમાં તપાસ ચાર કરોડ રૂપિયાની ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે જિલ્લા રજિસ્ટ્રારે નોટિસ આપી છે. તાલુકા સંઘના તમામ વ્યવસ્થાપક કમિટીને ગેરરીતિ આચરવામાં આવી છે. જેથી સહકારની કલમ 81 મુજબ વહીવટદાર કેમ નિયુક્ત ન કરવા તે માટે તમામ વ્યવસ્થાપક કમિટીના સભ્યોને જિલ્લા રજીસ્ટારે નોટિસ પાઠવી છે. ચેરમેન સહિત 19 બોર્ડ ઓફ ડિરેક્ટરોને નોટિસ
**
*ભરૂચ: કાર વૃક્ષ સાથે અથડાતા 3 મહિલા સહિત 4 લોકોના મોત*
ભરૂચના નેત્રંગના કંબોડીયા ગામ નજીક કાર વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 3 મહિલા સહિત 4 લોકોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજંયા હતા. નેત્રંગ પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ શરૂ કરી હતી.
**
*ગુજરાત સરકારને ઝટકો*
શ્રમિકોના કામના કલાકો અંગે ગુજરાત સરકારે આપેલા આદેશને સુપ્રીમ કોર્ટે રદ કરી નાંખ્યો છે. ગુજરાત સરકારે આ આદેશમાં કહ્યું હતું કે, કામદારોએ નિયત શિફ્ટ પછી ત્રણ કલાક વધારે કામ કરવું પડશે અને આ માટે તેમને ઓવરટાઈમના પૈસા આપવામાં નહીં આવે. આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
**
*દાંડીયાત્રા રૂટને હેરીટેજ રુટ જાહેર કરી ડેવલપમેન્ટની વાતો કાગળ પર*
12 માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધીએ અમદાવાદથી દાંડી તરફ કુચ કરીને મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. 386 કીલોમીટરનો આ રૂટ હેરીટેજ રુટ જાહેર કરી સમગ્ર રુટના ડેવલપમેન્ટની વાત કરવામા આવી હતી આમ છતા હજુ કેટલીક જગ્યાએ સરકાર દ્વારા યોગ્ય ડેવલપમેન્ટની કામગીરી કરવામા આવી નથી
**
*કેનેડાથી આવશે 2 સી-પ્લેન*
ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવીલ એવિએશન (ડીજીસીએ), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) દ્વારા ગુજરાતમાં સી પ્લેન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. સી પ્લેન માટે સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર પટેલ ડેમ, ધરોઇ ડેમ, તાપીમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. ગુજરાતમાં સી પ્લેન સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ સુવિધા શરૂ કરવામાં આવશે.
**
*નવરાત્રિને લઇને નાયબ મુખ્યમંત્રીએ આપ્યું નિવેદન*
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવરાત્રી આયોજકોને મંજૂરી મળશે કે નહિ એ અંગે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા નથી.
**
*પ્રભાવિત વ્યક્તિઓને મતદાન માટે મળશે સુવિદ્યા*
ભારતનું ચૂંટણી પંચ, નવી દિલ્હીનાં તા.૧૭/૦૯/૨૦૨૦ના જાહેરનામાં અનુસાર ૮૦ વર્ષથી વધુ વય ધરાવતાં મતદારો અને મતદારયાદીનાં ડેટાબેઝમાં શારિરીક અક્ષમ તરીકે નિર્દિષ્ઠ થયેલાં છે તેવાં દિવ્યાંગ મતદારો સામાન્ય અથવા પેટા-ચૂંટણીઓમાં, જો તેઓ વિનંતી કરે તો, ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરી શકશે. તેમજ તા.૧૭/૦૯/૨૦૨૦નાં ભારતના ચૂંટણી પંચના અન્ય જાહેરનામા અનુસાર સક્ષમ સત્તાધિકારી દ્વારા કોવિડ-૧૯ શંકાસ્પદ અથવા પ્રભાવિત હોવાનું પ્રમાણિત કરેલ છે તેવી વ્યક્તિઓ, જો તેઓ વિનંતી કરે તો, આગામી પેટા-ચૂંટણીમાં ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરી શકશે.
**
*ભારત દ્વારા બ્રાહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ*
બાલાસોર(ઓડિશા): ભારતે બુધવારે ઓડિશામાં ચાંદીપુરથી બ્રાહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું મિસાઇલ દ્વારા ૪૦૦ કિલોમીટરથી વધુના અંતર સુધી મારો કરવામાં આવ્યો હતો,
**
*અધ્યાદેશને રદ કરવાના વિરોધમાં હોવા છતા*
મુંબઈ: કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા કૃષિ કાયદાના રાજ્યમાં અમલ માટે કાઢવામાં આવેલા અધ્યાદેશને આખરે રાજ્ય સરકારે રદ કર્યો છે.થયેલા નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ આખરે રાજ્ય સરકારે આ અધ્યાદેશને રદ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી. કોંગ્રેસે કૃષિ કાયદાને લઈને આક્રમક વલણ અપનાવ્યું હતું
**
*એમેઝોન ઈન્ડિયા દ્વારા એક લાખ નોકરીની તક*
નવી દિલ્હી: ઇ-કોમર્સ માંધાતા એમેઝોન ઈન્ડિયાએ કહ્યું હતું કે તેના દ્વારા આગામી પર્વોની મોસમને ધ્યાનમાં રાખીને દેશભરમાં તેમના ફેલાયેલા નેટવર્કમાં એક લાખથી વધુ રોજગારની તકો ઊભી કરવામાં આવી છે.
*ત*
*ભાજપ સાંસદ રવિ કિશનને મળી Y પ્લસ કેટેગરીની સુરક્ષા*
લખનઉઃ બૉલિવુડમાં ફેલાયેલ ડ્રગ્ઝ રેકેટ વિરુદ્ધ લોકસભા સાંસદ અને ભાજપ નેતા રવિ કિશને ખુલીને અવાજ ઉઠાવ્યો હતો. ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ રવિ કિશને લોકસભામાં ડ્રગ્ઝ રેકેટનો મુદ્દો ઉઠાવ્યો હતો. રવિ કિશન ઉપરાંત ફિલ્મ અભિનેત્રી કંગના રનોત પણ સતત બૉલિવુડમાં ડ્રગ્ઝ રેકેટ પર બોલી રહી છે
**
*રેખા ટીવી સ્ક્રિનમાં જોવા મળશે*.
ફિલ્મ જગતની ફેમસ અભિનેત્રી રેખાએ બહુ બધી બૉલીવુડ હીટ ફિલ્મો આપી છે. હવે ટૂંક સમયમાં રેખા ટીવી સ્ક્રિનમાં જોવા મળશે. સમાચાર આવ્યા છે કે વર્ષો સુધી સિનેમામાં હીટ રહેનારી રેખા હવે સિરીયલમાં જોવા મળશે. અભિનેત્રીનો એક પ્રોમો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ગીત ગાઈ રહી છે.
**
*હાથરસ જતા રાહુલ ગાંધીની ધરપકડ*
હાથરસ મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે. કેરળના વાયનાડના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે પીડિતના પરિવારજનોને મળવા માટે દિલ્હીથી હાથરસ જવા નીકળી ચૂક્યા હતા. જો કે ગ્રેટર નોઈડામાં તેમના કાફલાને રોકી લેવામાં આવ્યો. કાફલો રોકવામાં આવ્યા બાદ રાહુલ-પ્રિયંકા પગપાળા જ હાથરસ જવા નીકળી પડ્યા. થોડી વાર પછી પોલીસે ફરી રોક્યા તો ધક્કામુક્કીમાં રાહુલ જમીન પર પડી ગયા. રાહુલે કહ્યું કે, પોલીસે મને ધક્કા માર્યા, લાઠી ચાર્જ કર્યો, મને જમીન પર પાડી દીધો. હું પૂછવા માંગુ છું કે શું આ દેશમાં માત્ર મોદીજી જ ચાલી શકે છે?
*
*મહાત્મા ગાંધી બનીને કોવિડ ટેસ્ટ કરાવી*
રાજકોટમાં દસ વર્ષનો એક છોકરો કોવિડ-૧૯ની ટેસ્ટ કરાવવા પહોંચ્યો ત્યારે તેણે ગાંધીજીનો વેશ ધારણ કરેલો છોકરો કોવિડ-૧૯ની ટેસ્ટ કરાવવા પહોંચ્યો ત્યારે તેણે ગાંધીજીનો વેશ ધારણ કરેલો બાપુની જેમ તેણે સફેદ પોતડી અને સફેદ કાપડું ઓઢેલું બાપુની ઓળખ સમાન ગોળ ફ્રેમવાળાં ચશ્મા અને હાથમાં લાકડી લઈને તે ટેસ્ટ માટેના સેન્ટર પર પહોંચ્યો હતો છોકરાનું કહેવું હતું કે, લોકો પોતાની ટેસ્ટ કરાવતા ડરે નહીં એવી જાગૃતિ લાવવા માટે મેં બાપુનો વેશ ધારણ કરેલો
******
*સોમનાથ-જબલપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે*
– આ ટ્રેન આગામી તા.4 ઓક્ટોબરથી શરૂ થશે. 2 ઓક્ટોબરથી બુકિંગ ચાલુ થશે
– આ ટ્રેન ગુજરાતમાં વેરાવળ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ, છાયાપુરી(વડોદરા) રોકાશે
પશ્ચિમ રેલવે દ્વારા સોમનાથ-જબલપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કરાયું છે. આ ટ્રેન આગામી તા.૪ ઓક્ટોબરથી શરૂ થશે. ૨ ઓક્ટોબરથી બુકિંગ ચાલુ થશે. આ ટ્રેન તેના જુના સમય મુજબ જ સ્પેશિયલ ટ્રેનના રૂપમાં દોડશે.
અઠવાડિયામાં પાંચ દિવસ આ ટ્રેન વાયા ભોપાલ-ઇટારસી થઇને દોડશે જ્યારે બે દિવસ વાયા બિના-કટની થઇને દોડાવાશે.
ટ્રેન નં. ૦૧૪૬૩ સોમનાથી દર મંગળવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર અને રવિવારે તા.૪ ઓક્ટોબરથી સવારે ૯ઃ૩૦ કલાકે ઉપડશે. જે બીજા દિવસે ૧૪ઃ૨૦ કલાકે જબલપુર પહોંચશે.
ટ્રેન નં. ૦૧૪૬૫ સોમનાથથી સોમવાર અને શનિવારે તા.૫ ઓક્ટોબરતી ૯ઃ૩૦ કલાકે ઉપડશે. જે બીજા દિવસે ૧૭ઃ૨૦ કલાકે જબલપુર પહોંચશે.
આ ટ્રેન ગુજરાતમાં વેરાવળ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ, છાયાપુરી વડોદરા રોકાશે.