રાજપીપલા,તા.11તમને કલ્પના પણ ના આવે કે દારૂ લકઝરી બસમાં પેસેન્જર સીટ નીચે ચોર ખાનામાં કેવી સરસ રીતે છુપાવી શકાય.સાગબારા ખાતેથી લકઝરી બસમાં પેસેન્જર સીટ નીચે ચોર ખાના બનાવી છુપાવેલ ૪૪૮પેટી કિ.રૂ. ૩૧,૮૧,૯૧0/-દારૂનો મુદ્દામાલ ઝડપાયો છે.હિમકરસિંહ પોલીસ અધિક્ષક, નર્મદા દ્વારાજીલ્લામાંથી દારૂના દુષણ ને ડામવા માટે કડકનિર્દેશો અને સુચનાના અનુસંધાને એ.એમ.પટેલ, પો.ઇન્સ. એલ.સી.બી.નેમળેલ ચોક્કસ બાતમી આધારે સાગબારાનીધનશેરા ચેકપોસ્ટ ઉપર એલ.સી.બી. સ્ટાફનામાણસો સાથે વોચ તપાસમાં રહેતા એક અશોકલેલન કંપનીની સ્લીપર કોચ બસ નં.RJ-16-PA-1683 માં તપાસ કરતા તમામ પેસેન્જર સીટની નિચે પ્લાયવુડની પાટીયા ખોલી જોતા જેમાંથી ભારતીયબનાવટનો ઇગ્લીશ દારૂ અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ તથા બિયર ટીન બોટલ નંગ-૫૬૪ કુલ કિંમતરૂ.૧૬,૭૪,૦૦૦/- નો પ્રોહી.જથ્થો ગે.કા. ભરી તથા લકઝરી બસ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી તમામ મુદામાલની કુલ કિં.રૂ.૩૧,૮૧,૯૧૦/- નો પ્રોહી. મુદામાલ મળી આવતા પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધીકાઢવામાં આવેલ અને ઉદયલાલ ભેરૂલાલજી મેનારીયા( રહે.૧૦૭, નવ બાવડી પાસે,પાનેરીચોકીમાંદળી,તા.જી.ઉદયપુર રાજસ્થાન) તથા રઘુવિરસિંહ શંકરસિંહ ચુન્ડાવત (રહે.ઓઝાગર ગામ પોસ્ટ-રામપુરીયાતા.જી.ભીલવાડા રાજસ્થાન) તથા ભુપેન્દ્રસિંહ જસવંતસિંહ રાજપુત (રહે.૧૭પ પાન્નધય સર્કલ નજીક,આઝાદનગર તા.જી.ભીલવાડા રાજસ્થાન) વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ,રાજપીપલા