પ્રવીણ તન્નાને ને ઝડપી લેનાર જીએસટીના અધિકારીઓ મોટા માથાઓને ઝડપતા ધ્રૂજે છેસીંગદાણાના બોગસ બિલિંગ કૌભાંડનો રેલો ગુજરાતભરના મોટા વેપારીઓ સુધી પહોંચ્યો છેજીએસટી ચોરીના મોટા કૌભાંડીઓ કે પછી જેમના માથે રાજકીય અગ્રણીઓનો હાથ હોય તેવા કૌભાંડીઓને ઝડપી લેવાનું ટાળતા જીએસટી ના અધિકારીઓ એ રૂપિયા 304 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં બીજા મૂખ્ય સૂત્રધાર પ્રવીીણ તન્નાને પોરબંદર નજીક એક ગામમાંથી ઝડપી લીધો છે. સીંગદાણાનાા બોગસ બિલિં કૌભાંડનો રેલો સૌરાષ્ટ્રથી
રાજ્યભરમાં પહોંચ્યો છે.હવે જોવાનું એ રહ્યું કે અન્ય મોટા કૌભાંડીઓને જીએસટીના અધિકારીઓ ક્યારે દબોચી લે છે? જીએસટીના કરોડો રૂપિયા ઘરભેગા કરી દેનાર તથા મોટા ડિફોલ્ટરો સામે પણ જીએસટી ના અધિકારીઓ આવી જ કડકાઇથી વર્તે તેઓ રાજ્યભરના વ્યાપારીઓ ઇચ્છી રહ્યા છે.તાજેતરમાં જ જીએસટી ના અધિકારીઓ એ સૌરાષ્ટ્રના જુનાગઢ માણાવદર કેશોદ ધોરાજી સહિતના શહેરોમાં કુલ ૩૫ થી વધુ પેઢીઓ ઉપર સર્ચ કરી જીએસટી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.ચર્ચા દરમિયાન અધિકારીઓના ધ્યાને આવ્યું હતું કે સ્થાનિક વિસ્તાર નો સંજય મશરૂ બોગસ રજીસ્ટ્રેશન કરાવી બોગસ બિલિંગ કૌભાંડ કરી રહ્યો છે. ડિપાર્ટમેન્ટ દ્વારા સંજય મશરૂની આઠ બોગસ પેઢીઓના હિસાબો તપાસતા તેણે રૂપિયા 304 કરોડના બોગસ બિલ જનરેટ કરી સરકારને 15 કરોડથી વધુનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું હતું.તરત જ ડિપાર્ટમેન્ટ દ્વારા સંજય મશરૂની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેની પૂછપરછમાં તેણે રાજ્યભરના મોટા વ્યાપારીઓને બિલ વગરના સીંગદાણા તથા માત્ર બોગસ બિલો આપ્યા હોવાનું જણાવ્યું હતું.સંજયની પૂછપરછમાં તેને સમગ્ર કૌભાંડમાં પ્રવીણ ભગવાનજી તન્ના ગાઈડ કરતો હોવાનું અને તે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું જાણી શકાયું હતું. હવે ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રવીણ તન્નાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ભૂગર્ભમાં ઉતરી ગયા પ્રવીણની ડિપાર્ટમેન્ટને કોઇ જ ભાળ મળતી નહોતી. આખરે તેના અને તેના પરિવારજનોના મોબાઈલ ફોન ટ્રેસ કરવાનું
શરૂ કરતાં પ્રવીણ પોરબંદર પાસેના એક નાનકડા ગામમાં છુપાયો હોવાનું ફલિત થયું હતું.ડિપાર્ટમેન્ટ દ્વારા તરત જ જે તે સ્થળેથી પ્રવીણ ને દબોચી લેવામાં આવ્યો હતો. અધિકારીઓ દ્વારા પ્રવીણની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. જેવી રીતે મહા કૌભાંડી સંજય મશરૂ અને પ્રવીણ તન્નાને ઝડપી લેવાયા તેવી જ રીતે મોટા ડિફોલ્ટરોને પણ દબોચી લેવામાં આવે તેમરાજ્યના વ્યાપારીઓ ઇચ્છી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટી ના અધિકારીઓ હજુ પણ મોટા ડિફોલ્ટરો કે પછી કૌભાંડીઓ સામે પગલાં લેતા ડરી રહ્યા છે. તાજેતરમાં જ અધિકારીઓએ ઊંઝાના બોગસ બિલિંગ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર એવા સંજય માધાને ઝડપી લીધો હતો.એક વર્ષથી ડિપાર્ટમેન્ટ સંજય માધા ઉપર હાથ નાખી શકતું નહોતું પરંતુ જેવું ઊંઝામાં રાજકીય સમીકરણો બદલાયા કે તરત જ સંજય માધાને ઝડપી લેવાયો.