ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ગામથી પીકપ ગાડી માં 6, જેટલા ભેંસ પાડા ભરીને લઇ જતી ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ.

રાજપીપળા, તા.1
ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ગામેથી પીકપ ગાડી માં 6, જેટલા ભેંસ, પાડા ખીચોખીચ ભરી ને લઈ જતી ગેરકાયદેસર હેરાફેરી કેવડીયા પોલીસે ઝડપી પાડી છે.
આ અંગે કેવડીયા પોલીસ મથકમાં ફરિયાદ મુકેશભાઈ કંચનભાઈ તડવી (રહે,સાંઢિયા) એ આરોપી મોહસીન રજાકભાઈ કુરેશી (રહે,નસવાડી જિ. છોટાઉદેપુર) સામે ફરિયાદ કરી છે. ફરિયાદની વિગત મુજબ આરોપી રજાકભાઈ કુરેશી (રહે, નસવાડી છોટાઉદેપુર) એ પિકગાડીના ચાલકે પોતાની ગાડીમાં ગેરકાયદેસર રીતે વગર પાસપરમીટે ઘાસચારો તથા પાણીની સગવડ વગર મૂંગા પશુઓ ભેંસ નંગ.1 તથા પાડિયું નંગ 1 પાડા નંગ-4 મળી કુલ 6 પોતાની ગાડીમાં ખીચોખીચ ભરી, હેરાફેરી કરતા આરોપી ઝડપાઈ ગયા હતા. પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ કલમ ૫ એક પશુ ઘાતકી પણ આ એક્ટ 1960 ની કલમ 11(ડી )(ઈ )(એચ ) તથા એમ વી એક્ટ 177, 192ની કલમ મુજબ કેવડીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા