સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ ના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી એ એવોર્ડ સ્વીકાર્યો.
કોરોનાની મહામારી ને ધ્યાને રાખીને વચ્યુઅલ ઇવેન્ટ એવોર્ડ સમારંભમાં એવોર્ડ એનાયત કરાયો.
રાજપીપળા,તા.27
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે.ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ તરફથી બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પેલેસ એવોર્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને પ્રાપ્ત થયો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પનાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં સરદાર સરોવર નર્મદા નિગમના વહીવટી સંચાલક ડો. રાજીવકુમાર ગુપ્તાની રાહબરી હેઠળ પ્રવાસીઓ માટે અનેક વિશ્વ કક્ષાના પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ઉચ્ચ સુવિધા અત્રે ઉભી કરાઈ છે.ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર પ્રવાસન ક્ષેત્રમાં યોગદાન આપનાર સંસ્થાઓને અને વ્યક્તિઓને સન્માનિત કરવા માટે ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સેલેન્સ એવોર્ડ 2020 નું આયોજન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું,કોરોનાની મહામારી ને ધ્યાને રાખીને વર્ચ્યુઅલ ઇવેન્ટ યોજાઇ હતી.આ એવોર્ડ સમારંભમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની બેસ્ટ લેન્ડસ્કેપ ટુરિસ્ટ પ્લેસ એવોર્ડ પ્રાપ્ત થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ ના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ એવોર્ડ સ્વીકાર કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી બે વર્ષથી પણ ઓછા સમયમાં વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ બની ચૂકી છે. અત્યાર સુધી અત્રે 44 લાખ કરતાં વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. પ્રવાસીઓ માટે સમગ્ર વિશ્વના અનમોલ પ્રવાસી સ્થળો વિકસાવાયા છે. અત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત કેવડીયા જંગલ સફારી, વિશ્વવન,વેલી ઓફ ફ્લાવર ડાયનો ટૈઇલ, ખલવાની ઈકો ટુરિઝમ રિવર રાફ્ટિંગ, આરોગ્ય વન, ચિલ્ડ્રન પાર્ક, એકતા નર્સરી, કેકટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઝરવાણી ઇકો ટુરીઝમ, સરદાર સરોવર નૌકા વિહાર અને એકતા મોલ જેવા આકર્ષણન ઉપલબ્ધ છે. આગામી સમયમાં સી પ્લેન સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે ફેરી બોટ અને રોપ વે જેવા આકર્ષણની મજા પ્રવાસીઓ ઉઠાવી શકશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા