આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 06 કેસ પોઝિટિવ આવ્યા
06 પૈકી નાંદોદ તાલુકામા -04 ,તિલકવાડા તાલુકા મા -01,ગરુડેશ્વર તાલુકા મા -01કેસ પોઝિટિવઆવ્યા છે
આજે સાજા થયેલ 12ને રજા આપી
નર્મદા કૂલ 926
પોઝિટિવ કેસ
આજે કુલ 391
ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
રાજપીપલા, તા27
આજે કોરોના મા રાજપીપલા ની 75વર્ષીય મહિલાનુ મોતનીપજ્યુ છે .લાંબા સમયપછી આજે એપેડેમિક ઓફિસર ડો .કશ્યપે સત્તાવાર કોરોનાડેથનો રિપોર્ટ જાહેર કરતા જણાવ્યુ છે કે મરનાર રેવાબેન ચતુરભાઈ ભાટીયા (ઉ .વ 75,રહે રાજપીપલા )ને તા 25.9.20ના રોજ આ મહિલાનો એન્ટીજન ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો .તેને હાયપર ટેનશન અને ડાયાબી ટીઝની બીમારી પણ હતી .તેને રાજપીપલા આયુર્વેદિક હોસિપટલમા દાખલ કરાઈ હતી જેનુ આજે જેનુ આજરોજ મોત નીપજ્યુ હતુ .
જોકે આજે લાંબા સમય પછી સત્તાવાર એક મોત નો આંકડો જાહેર કર્યો હતો હકીકત મા કોરોનાથી મોતના આંકડાની સંખ્યા મોટી હોવા છતા મોત ના સાચા આંકડા બહાર નથી આવતા તેનાથી લોકો નારાજ છે
આજે આજે નર્મદા જિલ્લામા 06 કેસ પોઝિટિવ આવ્યાછે .
જેમા આજનો 06કેસ મા આરટીપીસીઆર ટેસ્ટમા -06કેસ પોઝિટિવ આવ્યા છે .
જેમા 06પૈકી નાંદોદ તાલુકામા -04,તિલકવાડા તાલુકા મા -01,ગરુડેશ્વર તાલુકામા -01કેસ પોઝિટિવઆવ્યા છે
જેમા નાંદોદમા લાછરસ ગામે એકી સાથે -04કેસ પોઝિટિવ નોંધાયા હતા
જ્યારે તિલકવાડા તાલુકામા દ તિલકવાડા ખાતે એક કેસપોઝિટિવ આવ્યો છે .અને ગરુડેશ્વર તાલુકા મા કેવડીયા ગામે -01કેસ પોઝિટિવ આવ્યો છે આજે પહેલી વાર રાજપીપલા મા એકપણ કેસ ન નોંધાતા લોકો એ રાહતનો દમ લીધો હતો
વડોદરા ખાતે રીફર 02 દરદીઓને રિફર કરાયા છે .
જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમા 22અને કોવીદ કેર 14અને અને હોમ આઇસોલેશનમા 05મળી કૂલ 41દર્દીઓ સારવાર હેઠળછે .આજે પોઝિટિવ કેસનો આંકડો 926 પર પહોચ્યો હતો આજે કોવીદ મા થી 07અને અને કોવીદ કેર માથી 05મળીકૂલ 12 દર્દીઓ સારા થઇ જતા રજા આપી છે જ્યારે
આજદિન સુધીમા કોવીદમાથી 455અને કોવીદ કેર માથી 428મળી કૂલ 883ને રજા આપી છે .
આજે કુલઆરટી પીસી આરના04,અને એન્ટીજન ટેસ્ટ ના 387 મળીકૂલ 391ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 49251વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 13 દરદીઓ, તાવના 29 દરદીઓ, ઝાડાના 41 દરદીઓ સહિત કુલ-83 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 972238 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 764250
લોકોને વિતરણ કરાઇ છે.
.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા