અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંતના કાર્યકર્તા એડવોકેટ મૈત્રીબેન જે પોપટ દ્વારા ખુબ જ સરસ માહિતી દરેક વિગત નાનામાં નાના ઉદાહરણ ને સમજાવીને આપી.

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંતના કાર્યકર્તા એડવોકેટ મૈત્રીબેન જે પોપટ દ્વારા ખુબ જ સરસ માહિતી દરેક વિગત નાનામાં નાના ઉદાહરણ ને સમજાવીને આપી.

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મહિલા પાંખ દ્વારા દર મહિને ઓનલાઇન બેઠક થતી હોય છે. એપ્રિલ 2021 મહિનામાં પણ ઓનલાઇન બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં એડવોકેટ મૈત્રીબેન જે પોપટ દ્વારા સાઇબર ક્રાઇમમાં કેવી રીતે તમે અને તમારા પરિવારને સુરક્ષિત રાખી શકો છો તે વિશે પાવર
પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી જેમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી કાર્યકર્તા જોડાઈને માર્ગદર્શન લીધું

જેમાં મુખ્ય મુદ્દાઓ નીચે મુજબના હતા:
*સાયબર ક્રાઇમ એટલે શું
*આઈ.ડી અને પાસવૉર્ડ કેવી રીતે રાખવા જોઇએ
*સાયબર ક્રાઇમ ના પ્રકાર ઉદાહરણ સાથે
*કમ્પ્યુટર ટૂલ સાયબર ક્રાઇમ અને કમ્પ્યુટર ટાર્ગેટ સાયબર ક્રાઇમની ઉદાહરણ સાથે સમજૂતી
*શંક્સ્પદ ઇમેઇલમાં ફ્રોડ છે કે કેમ કેવી રીતે તપાસવો,
*સોશ્યિલ મીડિયાના દરેક એકમમાં (ફેસબુક, વ્હોટ્સ અપ, વેગેરે) શું શું સાવચેતી રાખવી અને કેવી રીતે
*કોરોના સમયમાં કેવી રીતે ફ્રોડ મેસેજ આવે છે અને તેની માટે શું સાવચેતી રાખવી .

અખિલ ભારતીય ગ્રાહક પંચાયતને દ્વારા વારંવાર પૂછવામાં આવતો સામાન્ય સૌથી સામાન્ય સવાલ કે કેવી રીતે ઑન્લીને શોપિંગ કરવી, ક્યાંથી શોપિંગ કરવી અને ઑન્લાઈન શોપિંગ કરતી વખતે શું ધ્યાન રાખવું, કેવા પ્રકારથી પેમેન્ટ કરવો અને ATM માં શું ધ્યાન રાખવું. અને જો ઓનલાઇન શોપિંગ વખતે ફ્રોડ થાય તો ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી.

પ્રિયંકા જોષી ભટ્ટ
સંયોજિકા, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ગુજરાત પ્રાંત