રાજ્ય સરકારે આપેલ ખોટા પ્રમાણપત્રો રદ કરવા અને પ્રમાણપત્રો લેનાર અને આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી.
ગીર, બરડા અને રબારી, ભરવાડ, ચારણ સમુદાયને આપેલ આદિજાતિના ખોટા પ્રમાણપત્ર ના વિરોધ બાબતે દેડિયાપાડા ખાતે પ્રાંત અધિકારીને આદિવાસી સમાજના આગેવાનોએ સાચા આદિવાસી તરીકે આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધીને આપ્યું હતું.
આવેદનમાં જણાવેલ હકીકત અનુસાર તા. 29/ 1/ 59 ના પ્રેસિડેન્સિયલ ઓર્ડરથી ગીર, બરડા અને આલોચના જંગલ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ, ચારણ જાતિઓ અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવેલ છે. ઉપરાંત નેસ વિસ્તારમાં રહેતા હોય તે સિવાયના રબારી, ભરવાડ, ચારણ જાતિ ના લોકો એ રાજ્ય સરકારે ખોટા પ્રમાણપત્રો આપેલ છે તે રદ કરવા અને પ્રમાણપત્રોની નકલ અને આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા તેમ જ રાજ્ય સરકારે 2018માં અનુસૂચિત જન જાતિના પ્રમાણપત્રો આપવા અને ખરાઈ કરવા કાયદો બનાવેલ છે, પરંતુ નિયમ બનાવેલ નથી જે તાત્કાલિક અસરથી આખરે કરવા રજૂઆત કરી હતી. રબારી, ભરવાડ, ચારણ જાતિ ગીર, બરડા, અને અલગ સિવાયના બક્ષીપંચમા છે. આથી બારણા અને આલોચનાની ચારણ જાતિના બક્ષ બક્ષીપંચમાં સમાવેશ કરવા ભારત સરકારને દરખાસ્ત કરવા જણાવ્યું છે. ઉપરાંત આદિ જાતિ પ્રમાણપત્ર આપવા માટે કરવામાં આવેલ તમામ ગેરબંધારણીય તમામ ઠરાવો પરિપત્ર મૂળ અસરથી રદ કરવાની માંગણી કરી હતી.