*ઢોરના માલિકો સામે ગુનો દાખલ કરવા આદેશ*

સુરત શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે માનવ જીંદગીઓ બચાવી શકાય તેમજ લોકો ટ્રાફિકના નિયમનોનું પાલન કરે તેવા આશયથી સુરત શહેર રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને મળી હતી કમિશનરએ રસ્તાઓ પર રખડતા ઢોર ઢાંખરોના માલિકો સામે ગુનાઓ દાખલ કરવા તેમજ માસ્ક ન પહેરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા