ડીજીપી પુરસ્કાર પ્રાપ્ત કરી રાધનપુર અને શેઠ કે બી વકીલ સ્કૂલનું ગૌરવ વધારતા ડીવાયએસપી શંકરભાઇ ચૌધરી*

* અમદાવાદ: રાજ્યના 110 પોલીસ ઉચ્ચ અધિકારીઓથી લઈ તમામ કોન્સ્ટેબલ કર્મીઓ તેંમની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ડીજીપી પુરસ્કાર માટે પસંદગી પામ્યા છે જે પોલીસ અધિકારીઓ, કર્મીઓ અને ગુજરાત પોલીસ માટે ગર્વની વાત કહેવાય. રાધનપુરના ગોચનાદના વતની હાલ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા શંકરભાઇ લગધીરભાઈ ચૌધરી, ડીવાયએસપી સીઆઇડી ક્રાઇમ પણ ડીજીપી પુરસ્કાર માટે પસંદગી પામતા પરિવારજનો, મિત્રવર્તુળ, સ્નેહીજનો અને પોલીસ મિત્રોમાં હર્ષની લાગણી પ્રસરી છે અને ગર્વ અનુભવી રહ્યા છે.રાધનપુરથી 7 કિમી દૂર આવેલ ગોચનાદ ગામમાં સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા શંકરભાઇ એલ ચૌધરીએ રાંધનપુરની શેઠ કે બી વકીલ હાઈસ્કૂલથી પોતાના અભ્યાસની શરૂઆત કરી હતી અને સ્નાતક થયા બાદ ગુજરાત પોલીસમાં જોડાયા હતા.

તેઓ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે જ્યાં અપરાધિક ગુનાને શોધવામાં અગ્રેસર રહ્યા છે તેમની સરાહનીય કામગીરીને જોતા તેઓ ગાંધીનગર ડીવાયએસપી સીઆઈડી ક્રાઇમમાં કાર્યભાર સાથે પ્રમોશન મળ્યું.

શંકરભાઇ ચૌધરી દ્વારા ડીજીપી પુરસ્કાર પ્રાપ્ત કરી રાધનપુર સહિત શેઠ કે બી વકીલ હાઈસ્કૂલની સાથે સાથે પરિવાર, સમાજ તેમજ તેમની સાથે સહપાઠી અને સુખદુઃખના સાથી મિત્રો માટે પણ ગર્વની લાગણી અનુભવાઈ રહી છે. ડીજીપી પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ શેઠ કે બી વકીલ તેમજ સ્નેહી મિત્રો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. આવનાર સમયમાં શંકરભાઇ ચૌધરી સફળતાનાં વધુ શિખરો સર કરી દેશ, રાજ્ય અને ગામનુંનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ…