નવલખા હારની એક ઝાંખી ઝલક બહુચરાજીમાં દર વિજયાદશમીના પર્વ નિમિત્તે મા બહુચરને 300 કરોડના હારનો શણગાર.06 મૂલ્યવાન નિલમ હારની શોભા સાથે 150 કરતાં વધું ડાયમંડ હારમાં જડતર છે. 181 વર્ષ જૂનો ગાયકવાડ શાસનનો હાર છે.

વડોદરાના રાજવી શ્રીમંત માનાજીરાવ ગાયકવાડ જ્યારે કડી પ્રાંતના સુબા હતા ત્યારે તેમને પાઠાનું અસાધ્ય દર્દ હતું. જે મા બહુચરની બાધા રાખવાથી મટી ગયા બાદ તેમની ગાયકવાડ સરકારના રાજ બનવાની મનોકામના પણ પૂર્ણ થઈ હતી. આથી તેમણે બહુચરાજીમાં ઈ. સ. ૧૮૩૯માં ભવ્ય મંદિર બંધાવી માતાજીને અમૂલ્ય નવલખો હાર અર્પણ કર્યો હતો. (એક માન્યતા મુજબ એ સમયે આ હારની કિંમત નવ લાખ રૂપિયા જેટલી હતી, એટલે નવલખો હાર કહેવાય છે.) આ હાર વર્ષમાં માત્ર દશેરા (વિજયાદશમી)ના દિવસે જ માતાજીને પહેરાવાય છે.