જે પાર્ટીના વિસ્તાર માટે જુવાની ખપાવી દીધી એ પાર્ટી આજે લોકોના શોષણ કરતા નિર્ણયો લે બાપુ દ્વારા ભારતબંધ ના આહવાનને સમર્થન આપતા લોકોને સોશીયલ મીડિયાના માધ્યમથી વીડિયો સંદેશ આપવામાં આવ્યો છે જેમાં તેઓએ લોકોને પણ ખેડૂતો અને કર્મચારીઓના સમર્થનમાં આ બંધમાં જોડાવવા કહ્યું છે.
*Surat mitra*
*બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું*
બાપુએ રાજ્યસભામાં પસાર થયેલ મજૂર બિલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે સરકારે કંપનીઓને ગમે ત્યારે કર્મચારીઓને નોકરી માંથી છૂટા કરવાની ખુલ્લી છૂટ આપતા લાખો કર્મચારીઓનાં ભવિષ્ય પર તલવાર લટકી રહી છે. દેશમાં બેરોજગારી રેકોર્ડ સ્તરે છે ત્યારે સરકારના આ નિર્ણયથી બેરોજગારી વધશે આ ખેડૂત વિરોધી અને મજૂર વિરોધી બિલના વિરોધમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ન્યાયની માંગણી સાથે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે