કચ્છ: રાપર શહેરમાં આવેલ દેનાબેંક ચોક જેવા સતત ધમધમતા અને ભરચક વિસ્તાર નજીક ઓફીસ ધરાવતા અગ્રણી અને નામાંકિત વકિલ દેવજી મહેશ્ર્વરી પર સાંજના હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. દેવજીભાઈને સારવાર મળે તે પહેલાજ તેઓ મોતને ભેટ્યા હતા. આ ઘટના પોલિસ મથકથી તદ્દન નજીક જ બની હોવાથી પોલીસ પણ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં હિંસક હુમલો કરનાર ફરાર થઇ ગયો હતો. જો કે સતત ધમધમતા અને ભરચક વિસ્તારમાં બનાવ બન્યો હોવા છતા આરોપીના સગળ પોલીસને મળી શક્યા નથી અને પોલીસે હવે CCTV કેમેરાના ફૂટેજ ચકાસી તપાસ શરૂ કરી છે.
દેવજીભાઇ મહેશ્ર્વરી રાપર વિસ્તાર સાથે સમાજમાં બહોળું નામ ધરાવે છે સાથે ઇન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ પણ રહ્યા હતા. ઉપરાંત તેઓ બામસેફ જેવી સંસ્થા સાથે પણ જોડાયેલા હોવાનું જાણવા મળે છે. આ ચકચારી હત્યાના સમાચારથી મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. જો કે હત્યાનું ચોક્કસ કારણ હજુ સામે આવી શક્યું નથી ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ધટના સ્થળે પહોંચી ગયા છે અને આ ધટનાના કોઇ ધેરા પ્રત્યાઘાત ન પડે તે માટે પણ પોલીસે કવાયત હાથ ધરી છે