*Surat mitra*
*ભરૂચ નેશનલ હાઇવે ઉપર ત્રીજાદિવસે પણ ટ્રાફિકજામ*
સરદાર બ્રિજ પર પડેલા ખાડાઓને કારણે થયેલો ટ્રાફિકજામવાહન ચાલકો કહે છે કે, હાઇવે પર રોડ તૂટી જતા હાલાકી પડે છે ટોલ ટેક્ષ ઉઘરાવવાનું બંધ કરી દેવુ જોઇએ મુલદ ટોલ નાકા પર ટેક્ષ લેવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતાની માંગસરદાર બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે છેલ્લા 3 દિવસથી સરદાર બ્રિજથી ઝંઘાર સુધી ૧૬ કિ.મી સુધી ટ્રાફિકજામ
*Surat mitra*
*ગુજરાતને ઈ-બસ ચલાવવા આપી મંજૂરી*
દેશમાં પર્યાવરણીય પ્રદૂષણ અને બળતણ બચાવવા માટે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર,ગોવા, ગુજરાત અને ચંદીગઢ માટે 670 નવી ઇલેક્ટ્રિક બસો આપી છે. મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરળ, ગુજરાત અને પોર્ટ બ્લેરમાં 241 ચાર્જિંગ સ્ટેશનોને મંજૂરી આપી છે. 670માંથી મહારાષ્ટ્રને 240, ગુજરાતને 250, ચંદીગઢને 80 અને ગોવામાં 100 બસો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 એપ્રિલ, 2015 થી રાજ્યોમાં ચારસો બસો આપવામાં આવી છે.
*Surat mitra*
*આરોગ્ય વિભાગનું કૌભાંડ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ*
રાજ્યમાં ઔષધોની ખરીદીમાં આરોગ્ય વિભાગનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગૃહમાં રજૂ થયેલા કેગના ઓડિટ રિપોર્ટમાં ઔષધોની ખરીદીમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. નોંધપાત્ર છે કે રાજ્ય સરકારે લાયસન્સ રદ્દ થયેલી ફાર્મસી પાસેથી ઔષધોની ખરીદી કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
કેગ ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું કૌભાંડ
*Surat mitra*
*કોન્ડમનું કૌભાંડ વપરાયેલા કોન્ડમને માર્કેટમાં વેચતી ફેક્ટરી પકડાઈ*
પ્રોટેક્શન વિશે સૌ કોઈ વિચારી રહ્યા છે. વિયેતનામની એક ફેક્ટરીમાં મોટા દરોડા પડ્યા છે. અહીં જે થઈ રહ્યુ હતું, તેના વિશે વિચારીને તમે પણ મૂંઝવણમાં મુકાઈ જશો. હકીકતમાં અહીં યુઝ કરેલા કન્ડોમને ફરી વાર સાફ કરીને પૈક કરવામાં આવી રહ્યા છે. પોલીસે એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા ઘટનાસ્થળ પર પોલીસ પહોંચત 320,000 વપરાયેલા કન્ડોમ મળી આવ્યા
*Surat mitra*
*નકલી દવાઓના કૌભાંડ મામલે એડિશનલ એમડીની કરાઈ બદલી*
ગુજરાતની સરકારી હોસ્પિટલમાં નકલી દવાઓ આપવામા આવી હતી. જેમાં ગુજરાત મેડિકલ કોર્પોરેશનના એડિશનલ એમ.ડી. ડૉ.નવનાથને તાત્કાલિક ધોરણે હટાવી દેવાયા છે. તેમના સ્થાને પ્રભાવ જોષીને મૂકવામાં આવ્યા
*Surat mitra*
*હાઇકોર્ટે ગુજરાત સરકારને ફટકારી નોટિસ*
ગુજરાત હાઇકોર્ટમાં ખૂબ જ ચર્ચિત એલઆરડી ભરતી મામલે અરજી દાખલ કરવામાં આવી હતી. આ ભરતી સામે સ્ટે માંગવામાં આવ્યો હતો. જો કે હાઇકોર્ટે ગુજરાત સરકારને નોટિસ મોકલવામાં આવી છે. જ્યારે LRD ભરતી મામલે ફરી વિવાદ શરૂ થયો છે. ગૃહ વિભાગને નોટિસ આપી છે. આ અંગે 6 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે.
*Surat mitra*
*ગાંધીનગરમાં ભેખડ ધસી પડતા બેના મોત*
બાંધકામ સાઈટની ભેખડ ધસી પડતા બે શ્રમિકના મોત થયા છે. ગિફ્ટ સિટી રોડ પર શુભારંભ કન્સ્ટ્રક્શન સાઈટની ભેખડ ધસી પડી હતી ઘટનાને પગલે અફરા તફર મચી જવા પામી હતી.
*Surat mitra*
*ખેડૂતોને લૂંટી લેવા માટે સરકારે લાલ જાજમ પાથરી*
વિધાનસભામાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારક બિલ પસાર થયું છે. ત્યારે આ બિલનો કોંગ્રેસે વિરોધ કર્યો છે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે જણાવ્યું કે સરકારે બિલ વડે ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોને લૂંટી લેવા માટે લાલ જાજમ પાથરી છે બિલ મુજબ 3 વર્ષે જંત્રીની વસુલાત કરવામાં આવશે.. પરિણામે લેભાગુ તત્વો ખેડૂતોને લૂંટશે. બીજી તરફ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું કે ભાજપે જૂના કાયદામાં ફેરફાર કરી ઉદ્યોગોને ફાયદો કરાવ્યો છે.
*Surat mitra*
*આંદોલન બન્યું ઉગ્ર આંદોલનકારીઓએ અસંખ્ય ગાડીઓ સળગાવી*
શિક્ષક ભરતી આંદોલન વધુ ઉગ્ર બનતા શામળાજી-ઉદયપુર નેશનલ હાઇવે 8 બંધ કરવામાં આવ્યો છે. શામળાજી પોલીસને ઉદયપુર જઈ રહેલા વાહનોને ભિલોડા અંબાજીથી આબુરોડ ડાયવર્ટ કરવાની ફરજ પડી છે રાજસ્થાનના ડુંગરપુર પાસે આંદોલનકારીઓએ અસંખ્ય ગાડીઓ સળગાવી હોવાનું જાણવા મળતા પોલીસે તાત્કાલિક નેશનલ હાઇવે આઠ બંધ કરાવ્યો.
*Surat mitra*
*15 વર્ષ જૂની ગાડીઓના નિયમોમાં ફેરફાર?*
વાહનની ઉંમર 15 વર્ષ થઈ ગઈ છે ત્યારે પણ તેને રસ્તા ઉપર ચાલવાની મંજૂરી મળશે તેના માટે સરકાર નવો નિયમ લાવી શકે છે જેનું નામ વાહન સ્ક્રેપ પોલિસી છે જે હેઠળ જૂના વાહનો હટાવવાની જોગવાઈને પૂર્ણ કરવામાં આવશે. કેબિનેટમાં પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
*Surat mitra*
*બેકાબુ બસે સાત લોકોને કચડીયા કચડ્યા 3ના મોત*
નવી દિલ્હી દુર્ઘટનામાં 12 વર્ષીય બાળક એક યુવક અને એક અજ્ઞાત 50 વર્ષીય વ્યક્તિ સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે એક મહિલા સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા ચારેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમની હાલત નાજુક હોવાનું છે યમુનાપરના નંદનગરી વિસ્તારમાં બસ ડેપોની સામે લગભગ ક્લસ્ટર બસે સાત વાહનોને ટક્કર મારતા સાત લોકોને કચડી નાખ્યા હતા
*Surat mitra*
*રાજકારણમાં નવો વળાક પ્રકાશ પટેલે અપક્ષ ઉમેદવારીની જાહેરાત?*
પ્રકાશ પટેલે 2015 બાદ રાજકારણથી નિવૃત્ત થવાની જાહેરાત કરી હતી.કપરાડામાં ભારતીય જનતા પાર્ટી પૂર્વ કોંગી એમએલએ જીતુભાઇ ચૌધરીની જાહેરાત કરશે તેવી શક્યતા છે.તો કોંગ્રેસમાંથી પણ 3 નામની ચર્ચા થઈ રહી છે પટેલ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
*Surat mitra*
*ઓનલાઈન દસ્તાવેજની નોંધણી થઈ શકશે: મંત્રી કૌશિક પટેલ*
સામાન્ય જનતા જાતે દસ્તાવેજ બનાવી શકે તેવો નમૂનો પણ સરકાર તૈયાર કરી ઓનલાઈન મૂકી દેશેઅમદાવાદ, ગેરકાયદેસર રીતે કરાવી લેવાતા દસ્તાવેજો પર રોક લગાવવા ગુજરાત સરકારે વિધાનસભામાં ભારતીય રજિસ્ટ્રેશન એક્ટ 1908 સુધારા વિધેયક બહુમતીથી મંજૂર કરાવ્યું છે.
*Surat mitra*
*કૃષિ બિલના વિરોધમાં વિરોધ પક્ષોએ સંસદ પરિસરમાં પરેડ કરી*
નવી દિલ્હી કેન્દ્રના ફાર્મ બિલ સામે વિરોધ નોંધાવવા વિરોધ પક્ષોએ સંસદના પરિસરમાં માર્ચ કરી હતી. કૉન્ગ્રેસના ગુલામ નબી આઝાદ ટીએમસીના બેરેક ઓબ્રેઇન અને એસપીનાં જયા બચ્ચન સહિત વિરોધ પક્ષના સાંસદોએ ખેડૂત બચાવો કામદાર બચાવો અને લોકશાહી બચાવો જેવા નારા સાથે પરેડ કરી હતી
*Surat mitra*
*કૃષિ મહોત્સવના તાયફા પાછળ ૧૭.૪૨ કરોડનો ધુમાડો*
પાંચ વર્ષમાં કૃષિ મહોત્સવના આયોજન પાછળ કુલ ૧૭.૪૨ કરોડ રૂપિયા ખર્ચાઇ ગયા છે ત્યારે મહોત્સવ પાછળ થતો ખર્ચો અટકાવીને તેટલા રકમની ખેડૂતોને વધારાની સહાય ચૂકવવી જોઇએ તેવી ખેડૂતોની લાગણી છે.
*Surat mitra*
*વકિલોને લોન આપવા સરકાર તૈયાર બેંકોનો લોન આપવા નનૈયો*
રાજકોટ, કોરોનાની મહામારીએ ધંધા રોજગારને બહુ મોટી અસર કરી છે. લોકડાઉન ખતમ થઈ ગયુ અને અનલોક -૪ ચાલુ થયુ છતા હજુ લાખો લોકોની છીનવાઈ ગયેલી રોજી ફરી મળથી થઈ નથી કલાકારોની જેમ વકિલો પણ છેલ્લા છ મહિનાથી બેકાર બનીને બેઠા છે વકિલોને આર્થિક રીતે સહાય કરવા રાજય સરકારે આત્મનિર્ભર યોજના હેઠળ લોન આપવાની જાહેરાત તો કરી દીધી પરંતુ બેન્કો વકિલોને લોન આપતી ન હોવાની ફરિયાદો બાર એસોસિએશન સુધી કરવામાં આવી છે
*Surat mitra*
*ગુજરાત હાઇકોર્ટના એડવોકેટને કોર્ટમાંધુમ્રપાન કરવુ ભારે પડયું*
અમદાવાદ ગુજરાત હાઇકોર્ટના એક એડવોકેટને ચાલુ કોર્ટ પ્રોસિડિંગમાં ધુમ્રપાન કરવું ભારે પડયું છે. વીડિયો કોન્ફરન્સથી થયેલી સુનાવણીમાં એક વકીલે ગાડીમાં બેઠા બેઠા કેસ ચલાવવાની સાથે ધૂમ્રપાન કરતા કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. વકીલને દસ હજાર રૂપિયાના દંડ કરવાની સાથે કોર્ટે તપાસના આદેશ આપ્યા
*Surat mitra*
*મંદિરોનાને મુદ્દે હસ્તક્ષેપ કરવાનો હાઈકોર્ટનો ઈનકાર*
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના કોરોના વાઈરસના રોગચાળા દરમ્યાન મંદિરો ન ખોલવાના નિર્ણયમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનો મુંબઈ હાઈકોર્ટે ઈનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીની ખંડપીઠે જણાવ્યું હતું કે અત્યારની પ્રવર્તમાન સ્થિતિ અને તેમા સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે લીધેલા નિર્ણયમાં કોર્ટ હસ્તક્ષેપ કરવા માગતું નથી
*Surat mitra*
*ચૂંટણીમાં હાર થાય તો શાંતિથી સત્તા સોંપી દેવાનો ટ્રમ્પનો ઇનકાર*
નવી દિલ્હી વોશિંગ્ટન: ડેમોક્રેટિક હરીફ જોય બાઇડન સામે ત્રીજી નવેમ્બરની ચૂંટણીમાં હાર થશે તો શાંતિ પૂર્ણ રીતે સત્તા સોંપી દેવા માટે પોતે કટીબદ્ધ હોવાનો અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઇનકાર કર્યો હતો. ચૂંટણીના પરિણામ અમેરિકી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે
*Surat mitra*
*વિધાનસભાથી રસ્તા ઉપર ‘બોટલ- બ્રશ’નું પ્લાન્ટેશન કરાશે*
ગાંધીનગર ગ્રીનસીટીનું બિરૂદ પાછુ મેળવવા માટે વનતંત્રની સાથે નગરની સેવાભાવી તથા પર્યવરણ પ્રમી સંસ્થાઓ દ્વારા છેલ્લા બે વર્ષથી સામૂહિક વૃક્ષારોપણ કરીને સેંકડો રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે નગરના બ્યુટીફિકેશન માટે વનતંત્ર દ્વારા મુખ્યમાર્ગોની બન્ને સાઇડ લાલ-પીળા કલરના ફુલોના છોડ ઉછેરવામાં આવી રહ્યા છે
*Surat mitra*
*ખાસ વાચક મિત્રો માટે*
*સુરતમિત્ર ૧૦ વર્ષોથી આપની સેવામાં*
અમે તમારી માટે લાવ્યા છીએ ફાસ્ટ ન્યૂઝ દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અપટેડ સમાચારો સુરત ગુજરાત સહિત દેશભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા માટે *છેલ્લા ૬-વર્ષોથી* અમે આપના સુધી સોશિયલ મીડિયા વોટ્સઅપ માધ્યમ દ્વારા આપ સુધી પહોંચાડતા આવ્યા છીએ સમાચારો આપને યોગ્ય લાગે તો તમારા મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરશોજી. જય હિન્દ -જય જય ગરવી ગુજરાત *Editor Vinod Meghani- 98980 76000*
*tha and*