*ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર જિલ્લા દ્વારા સદસ્યતા અભિયાનની કરાઈ શરુઆત*
જામનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર / જિલ્લા ની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવેલ.
ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ દર ૬ વર્ષે સદસ્યતા અભિયાન નું આયોજન કરવામાં આવે છે, પક્ષ ના તમામ સભ્યો ના પ્રાથમિક સભ્યપદ ની મુદત ૬ વર્ષની હોય છે. દર ૬ વર્ષે પક્ષના દરેક કાર્યકર્તાએ ફરીથી પ્રાથમિક સભ્યપદ મેળવવા નું રહે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા. ૨ – સપ્ટેમ્બર ના રોજ પ્રાથમિક સભ્યપદ મેળવ્યા ની સાથે આ કાર્યક્રમની શરુઆત કરવામાં આવેલ. આ અંતર્ગત જામનગર શહેર / જિલ્લાનું સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ.
જિલ્લા અધ્યક્ષ રમેશભાઇ મૂંગરા દ્વારા જણાવવામાં આવેલ કે, હાલ જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભા મતવિસ્તાર માં ૭ લાખ જેટલા પ્રાથમિક સભ્યો બનાવવાનો અંદાજ છે. શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા દ્વારા પત્રકારો / મીડિયા પ્રતિનિધિઓ ને આવકારવાની સાથે વધુ ને વધુ લોકો પ્રાથમિક સભ્ય બને તેના માટે જાહેર અપીલ કરવામાં આવેલ, માનનીય સાંસદ પૂનમબેન માડમ દ્વારા જણાવવામાં આવેલ કે, ભારતીય જનતા પાર્ટી એ તેના વિચારો અને શિષ્ટતા ઉપર ચાલનારી પાર્ટી છે. અહી વ્યકિતવાદ, પરિવારવાદ ને કોઈ સ્થાન નથી. પક્ષ ની વિચારધારા સર્વોપરી છે અને આ અંતર્ગત સદસ્યતા અભિયાન ૨૦૨૪ માં ભારતીય જનતા પાર્ટી ના પ્રત્યેક કાર્યકર્તાઓ પક્ષ ના પ્રાથમિક સભ્ય બનશે. પક્ષ દ્વારા સક્રિય સભ્ય બનવા માટે પણ કાર્યકર્તાઓ ને તક પ્રદાન કરી છે. ૨૦૧૯ ના સદસ્યતા અભિયાન દરમિયાન ગુજરાત માં કુલ ૧,૧૯,૦૦,૯૩૪ સભ્યો બન્યા હતા. કોઈ પણ વ્યક્તિ ભારત નો નાગરિક હોય, ભારતીય જનતા પાર્ટી ના વિચારો નું સમર્થન કરતો હોય, તેવા દરેક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી ના પ્રાથમિક સદસ્ય બની, વિશ્વની સહુથી મોટી રાજકીય પાર્ટી પરિવાર સાથે જોડાઈ શકે છે. આ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ૮૮૦૦૦૦૨૦૨૪ ઉપર મિસ કોલ કરશે, એટલે તેને એસ એમ એસ થી એલ લિંક આવશે, જેમાં જરૂરી વિગતો ભરી વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી નો પ્રાથમિક સદસ્ય બની શકશે.
આ તબક્કે જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેઘજી ભાઈ ચાવડા, મેયર વિનોદ ખીમસુરીયા એ પ્રાથમિક સદસ્ય બની સદસ્યતા અભિયાન ની શરૂઆત કરાવેલ.
આ પ્રેસ કોન્ફરન્સ માં ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઇ મૂંગરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, પ્રભારી શ્રી ભાનુભાઇ મહેતા, પલ્લવીબેન ઠાકર, મેયર વિનોદ ખીમસુરિયા, શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેક પટવા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, સાસકપક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા સહિત પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા, પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા સહિત પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયરો, પૂર્વ અધ્યક્ષ ઉપરાંત મોરચા, સેલના પદાધિકારીઓ વોર્ડ સમિતિના સભ્યો ઉપરાંત ભાજપ મીડિયા વિભાગ જામનગર જિલ્લાના કનવિંનર નરેન્દ્રસિંહ પરમાર, સહ કનવિંનર બાવાંજી સંઘાણી, જામનગર શહેર મીડિયા વિભાગ કનવીનર ભાર્ગવ ઠાકર, સહ કનવિંનર દીપાબેંન સોની, લક્ષ્મણ ગઢવી સહિત પ્રેસ / મીડિયા ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.