*સંગીત ના કલાકારો બાદ હવે નાટક ના કલાકારો એ સોશીયલ મીડીયા પર #gujaratidramaindustry કેમ્પેઇન શરૂ કર્યું..*
*ત્રીજો બેલ ક્યારે વાગશે ?? પુછાયો સવાલ..*
અમદાવાદ
શુક્રવાર
તાજેતરમાં સંગીત ના કલાકારોએ પોતાના કાર્યક્રમો શરૂ થાય તે માટે મા સરસ્વતી મહામંત્ર અખંડ જાપ નું આયોજન ૧૨ કલાક સુધી કર્યા બાદ હવે તેવું જ એક કેમ્પેઇન સોશીયલ મીડીયા પર *#gujaratidramaindustry* ના નામથી ગુજરાતી નાટ્ય જગત સાથે જોડાયેલા કલાકારો કસબીઓ એ મોટા પાયે શરૂ કર્યું છે.
ગુજરાતી નાટકોના અનેક જાણીતા કલાકારો/કસબીઓએ પોતાના વિડીયો બનાવી સોશીયલ મીડીયા પર વાયરલ કર્યા છે. તેમાં તેઓ કહી રહ્યા છે કે..
*નાટક એ જીવંત કળા છે, અમે રાહ જોઇએ છીએ અમારા* *ઓડીટોરીયમના દરવાજા ખુલવાની, અમે છીએ તખ્તાના તોખાર, અમે તમામ નિયમો પાળીશુ અને પળાવીશુ..અમે રાહ જોઇએ છીએ ત્રીજા બેલની, હવે બહુ થયું….*
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત મહિના થી નાટકના શો પણ અન્ય કાર્યક્રમો ની જેમ જ બંધ છે. ત્યારે સરકાર આ બાબતે કોઇ ગાઇડ લાઇન જાહેર કરે તેવું કલાકારો ઇચ્છી રહ્યા છે.
આ અંગે આ કેમ્પેઇન ના સુત્રધાર શ્રી અભિલાષ ઘોડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તમામ વેપાર ધંધાઓ શરૂ થઇ ગયા છે, ઓપન એર થિયેટર ને પણ ૧૦૦ વ્યક્તિ ની મર્યાદા માં પરમીશન મળી ગઇ છે. તો નાટકના ઓડીટોરીયમ માટે પણ ચોક્કસ ગાઇડ લાઇન તૈયાર કરી જાહેર કરવામાં આવે તો નાટકની દુનિયા સાથે જોડાયેલા અનેક કલાકારો/ કસબીઓ પોતાનું કામ શરૂ કરી શકે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ માનસિક તણાવ વાળા સમયમાં મનોરંજન પણ એક દવાનું કામ કરે છે જે આપણે સૌ જાણીએ છીએ.
અભિલાષ ઘોડા દ્વારા શરૂ કરવામાં આવેલા આ કેમ્પેઇન ને મુંબઈ અને ગુજરાત ના દિગ્ગજ કલાકારો/કસબીઓનો સહકાર મળી રહ્યો છે. અને આ કેમ્પેઇન સોશીયલ મીડીયા પર મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યું છે.