*હાઇકોર્ટનો આદેશ બાબુલોગને બંગલા ખાલી કરવાનો ખાલી કરવાની મનાઈ કરે સામાન રસ્તા ફેકવા*

નવી દિલ્હી: રાજધાનીમાં 576 સરકારી બંગલાઓ પર નિવૃત અધિકારીઓ અને પૂર્વ સાંસદોના ગેરકાયદે કબ્જાને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે બે સપ્તાહની અંદરમાં આ બંગલા ખાલી કરાવવાનો આદેશ આપતા કહ્યું કે કબજેદારો પાસેથી બાકી ભાડું પણ વસૂલવામાં આવે. સાથે કોર્ટે એમ પણ કહ્યું કે, જો કોઈ અધિકારી કે સાંસદ બંગલા ખાલી કરવાની મનાઈ કરે તો 2 સપ્તાહમાં તેમનો સામાન રસ્તા પર મૂકી દેવામાં આવે.ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ સી હરિ શંકરે કહ્યું કે, સરકાર આ લોકો પાસેથી બાકી ભાડું વસૂલ કરે અને અત્યાર સુધી રિકવરી શરું નહીં કરવા મામલે પણ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી.