અમદાવાદ વાડજની નિમા સ્કૂલ દ્વારા થેલેસમિયાના દર્દીઓ માટે સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કર્યું રકતદાન
જીએનએ અમદાવાદ: થેલેસમિયાના દર્દીઓ માટે અમદાવાદની એક સ્કૂલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
થેલેસમિયાના દર્દીઓ માટે લોહી ચઢાવવું અતિ અવશક્ય રહેતું હોય છે ત્યારે તેઓ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે ઉદેશ્ય સાથે અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ નિમાં વિદ્યાલય દ્વારા સ્કૂલના અધ્યસ્થપાકના સ્મરણાર્થે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સહયોગ દ્વારા સતત 10માં વર્ષે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રેરક તરીકે શિક્ષણ વિભાગના સચિવ ડો વિનોદ રાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વાત કહીએ તો આ રક્તદાન દરમ્યાન સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ નેક પહેલમાં જોડાતા સ્કૂલના શિક્ષકો દ્વારા પણ આશરે 100 કરતા વધુ રક્તની બોટલ રક્તદાન કરી ભેગી કરવામાં આવી હતી.
સ્કૂલના પ્રિન્સિપાલ સહદેવસિંહ સોનાગરા દારા ઉપસ્થિત રહેલ શિક્ષક ગણો અને પોતાના અભ્યાસ કરી જીવનમાં આગળ વધી રહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરતા તેમના આ સાથ સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ એકત્ર થયેલ લોહી થેલેસમિયાના દર્દી સુધી પહોંચાડવામાં આવશે જેથી તેમને જીવવાની રાહમાં વેગ મળશે. નીમા સ્કૂલ દ્વારા અવારનવાર પ્રજા લક્ષી કાર્યો કરવામાં આવતા જ આવે છે. ઉત્તરાયણમાં પક્ષી બચાવો અભિયાન, રક્તદાન તેંમજ અન્ય કાર્યક્રમોના આયોજન કરતા આવે છે જેમાં સર્વે સાથે રહી આયોજન ને સફળ બનાવી પૂરું પાડે છે.