*વાપીમાં બે જૂથ વચ્ચે અથડામણ*

વાપીમાં મોડી રાત્રે મચ્છી માર્કેટ વિસ્તારમાં બે જૂથો સામ સામે આવી જતા બબાલ સર્જાઈ હતી. જેમાં ત્રણ જેટલી કારમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા મોટો પોલીસને કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતી પર કાબૂ મેળવી લીધો હતો. અંગત અદાવતમાં બબાલ થઈ હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. જોકે, કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.