સાગબારા તાલુકાના ધનશેરા ચેકપોસ્ટે આગળથી સીસોદીયા ગામના ઈસમને ટ્રકમાં જ હૃદયરોગનો હુમલો થી મોત.

રાજપીપળા, તા. 19
સાગબારા તાલુકાના ધનશેરા ચેકપોસ્ટે આગળથી સીસોદીયા ગામના ઈસમને ટ્રકમાં જ હૃદયરોગનો હુમલો થી મોત નીપજ્યું છે. આ અંગે ટ્રકના કંડક્ટરે સાગબારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગતો મુજબ સિસોદિયા ગામના મરનાર દિલીપભાઈ કરસનભાઈ બાવલીયા( રહે, સુરેન્દ્રનગર લીંબડી જી.સિસોદિયા ફલી પાનસીના ) ને અચાનક છાતીમાં દુખાવો થતાં હૃદયરોગનો હુમલો આવતાં તેને ધનશેરા લીમડી ચેકપોસ્ટની આગળ સ્વામિનારાયણ હોસ્ટેલ પાસેની ટાટા ટ્રક જીજે 03 બીવી 8878 ની અંદર જ તેમનું મોત થયું હતું. આ અંગે કંડકટર કલ્પેશકુમાર નાથાભાઈ બાવલીયા (રહે, સુરેન્દ્રનગર લીમડી જી.સિસોદિયા) એ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા