*સિટી એક્શન ફોર્સ દ્વારા ગરીબ બાળકોને ચવાણાના પેકેટ વિતરણ કરી વટવા ખાતે સૈયદ ઝાહિદ શાહ બુખારી (ર.હ.)ની દરગાહ પર ચાદર પેશ કરી*
લોકડાઉને ગરીબ વર્ગ ની કમર તોડી નાખી છે રોજ કમાઇને રોજ ખાનારાઓની સ્થિતિ કફોડી બની ગઇ છે. આવા મા તહેવાર ઉજવવો મુશ્કેલ બની જાય છે. મોંઘવારી અને બેકારી ના બેવડામાર સાથે ગરીબ પરિવારોને નવા વર્ષનો તહેવાર ઉજવવો ખૂબ મુશ્કેલ બની રહે છે. બાળકો ને પોતાના માતા પિતા થી આટલા મોટા તહેવાર માં ઘણી અપેક્ષાઓ રહેલી હોય છે. નવા કપડા મિઠાઇ નાસ્તા ની દરેક બાળકો ઈચ્છા ધરાવે છે અમદાવાદ ના પીપલજ ગામ ના રસ્તે ગણેશ નગર નામ ની એક ગરીબો ની વસ્તી છે.જ્યાં સામાન્ય રીતે કોઈ મદદ માં આવતુ નથી. આવી જગ્યાએ અમદાવાદ માં કાર્યરત સિટી એક્શન ફોર્સે દ્વારા સ્થાનિક આવા ગરીબ પરિવારોના બાળકો ને ચવાણા ના પેકેટોનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાંના બાળકો સાથે નવા વર્ષની શરૂઆત કરી હતી!
અને સાથે સાથે કોરોના ની મહામારી થી
આખી દુનિયામાં થી કોરોના બિમારી જતી રહે અને જે લોકો કોરોના ના દર્દી છે તે બધાજ લોકો ઝડપ થી સારા અને સ્વસ્થ થઈ જાય તે માટે વટવા ખાતે સૈયદ ઝાહિદ શાહ બુખારી (રહે.)ની દરગાહ પર ચાદર ચઢાવી દુઆ કરી હતી.
આ બન્ને પ્રસંગે સિટી એક્શન ફોર્સ ના પ્રમુખ મુફીસ અહમદ અન્સારી. સૈયદ ઝાહિદ શાહ બુખારી( રહે.)ના વંશજ અઝીઝ ભાઈ બુખારી. રાજદંડ ના તંત્રી સજ્જાદ બોઝ મંસૂરી. એકતા સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ચાંદ શેખ, માનવ અધિકાર પ્રોટેક્શન જિલ્લા સચિવ હાસમ સૈયદ, મંજૂર ભાઈ, અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.