એક કુપનના રૂ.100 લેખે બે કૂપન ના રૂ.200 લેવડાવી ઈનામોમાં ફ્રીજ લાગી હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા.
ફ્રીઝની જગ્યાએ ત્રણ દરવાજા વાળા તિજોરી સિલાઈ મશીન તથા જીઓ કંપનીનો મોબાઇલ આપવાનો વિશ્વાસ આપી ઉપરના ઈનામના રૂ. 7500 /- ભરાવી લીધા પણ ઈનામ ન આપતા આરોપી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ.
રાજપીપળા,તા.19
લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે એ કહેવત અને નાંદોદ તાલુકાના મોટાહૈડવા જોવા મળી હતી. જેમાં મોટાહૈડવા ગામે ઇનામની કુપનો આપી ગ્રાહકોને ચૂનો ચોપડતા ઠગાઈની ફરિયાદ થઈ છે.જેમાં એક કુપનના રૂ.100 લેખે બે કૂપન ના રૂ.200 લેવડાવી ઈનામમાં ફ્રીજ લાગી હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા અને પછી ફ્રીઝની જગ્યાએ ત્રણ દરવાજા વાળા તિજોરી સિલાઈ મશીન તથા જીઓ કંપનીનો મોબાઇલ આપવાનો વિશ્વાસ આપી, કુપનના ઈનામના રૂ. 7500 /- ભરાવી લીધા પણ ઈનામ ન આપતા આરોપી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નન્દુભાઇ અભેસિંગ વસાવા (રહે, મોટા હૈડવા નિશાળ ફળિયુ ) એ આરોપી અબ્દુલ રહીમ ગુલામનબી દિવાના રહેનેવાલા જુમ્મા મસ્જિદ ની બાજુમાં મસ્જિદ ના રૂમમાં જિ.ભરૂચ ) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી અબ્દુલ રહીમ ગુલામનબી દિવાના રહેનેવાલા જુમ્મા મસ્જિદ ની બાજુમાં મસ્જિદ ના રૂમમાં જિ.ભરૂચ) એ ફરિયાદી નંદુભાઈના ઘરે જઈને તેમની પાસે એક કુપનના રૂ.100/- લેખે બે કુપન રૂ. 200/- લેવડાવી એનામાં ફ્રીજ લાગી હોવાનું જણાવી ફ્રીજની જગ્યાએ ત્રણ દરવાજા વાળા તિજોરી સિલાઈ મશીન તથા જીઓ કંપનીનો મોબાઇલ આપવાનો વિશ્વાસ આપી કૂપન ના ઈનામના રૂ.7500/- ની કરાવી લીધા પણ ઈનામ આપ્યું નહીં. એમ કુલ રૂ. 7700/- લઈ આરોપી અબ્દુલ રહીમ નાસી જઇ વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી ગુનો કરતાં આમલેથા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા