*જામનગરના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાત મુદ્દે ABVP એ આવેદન આપ્યું.*

જામનગર: ગઈકાલે જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં તબીબી ક્ષેત્રે BAMS માં અભ્યાસ કરતા ભિમાસરના વિજય અજમલભાઈ ઠાકોર નામના વિદ્યાર્થીએ પાંચમા માળેથી કુદી આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જેના ઘેરા પ્રત્યાઘાતો આજે બીજા દિવસે પણ જોવા મળ્યા હતા.

જામનગરમાં ABVP એ આયુર્વેદ યુનિવર્સિટીના પ્રિન્સિપાલને આવેદન પત્ર પાઠવી લેખિત રજુઆત કરી હતી જેમાં વિદ્યાર્થી પર માનસિક દબાવ, કેમ્પસમાં સિક્યુરિટીનો અભાવ, સેફ્ટીના અપૂરતા સાધનો, વિદ્યાર્થી વેકફેર તથા વિદ્યાર્થી સંગઠનનું કાર્યરત ન હોવું વગેરે પાસાઓને જોતા વિદ્યાર્થીઓ આપઘાત જેવું પગલું ભરે છે તેમજ યુનિવર્સિટીના નિંદ્રામાં પોઢેલા તંત્ર વિશે જેવા ચોક્કસ મુદ્દાઓ બાબતે ABVP દ્વારા પ્રિન્સિપાલનું ધ્યાન દોર્યું હતું અને જો આ બાબતે નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પાંખ ગણાતી ABVP દ્વારા આવનાર સમયમાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.