*લાંચમાં વિરેન્દ્ર સિંઘ બે દિવસના રિમાન્ડ*

સુરતઃરાજ્ય વીમા નિગમની કચેરીનો મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવસિંધ પાલ 20 હજારની લાંચમાં એસીબીના હાથે પકડાયો હતો. એસીબીએ તેની ધરપકડ કરી બુધવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. લાંચીયા મેનેજર પાલને કોર્ટએ બે દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. રિમાન્ડ દરમિયાન અન્ય કોની કોની પાસે લાંચ માંગી છે અને તેની સાથે અન્ય કોઈ ઓફિસર કે કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.