બ્રેકીંગ નર્મદા
રાજપીપલા બાદ હવે દેડિયાપાડાના બજારો પણ ચાર દિવસ બંધ રહેશે.
તા.૧૯/૦૪/૨૧ સોમવારથી ૨૨/૦૪/૨૦૨૧ ગુરૂવાર સુધી દેડીયાપાડા બજાર બંધ રહેશે.
કોરોના કેસો ઘટાડવા અને કોરોનાની ચેન તોડવાનો સ્તુત્ય પ્રયાસ
રાજપીપલા, તા 18
નર્મદામાં કોરોનાના વકરતા જતા કેસને કારણે રાજપીપળા ની જેમ હવે ડેડીયાપાડા પણ ચાર દિવસ બજાર બંધ રાખશે. રાજપીપળામાં મંગળવારથી ચાર દિવસ માટે બજારો બંધરાખવાનો નિર્ણય લેવાયો છે ત્યારે હવે તેમાં ડેડીયાપાડા પણ જોડાયું છે.
ડેડીયાપાડામા
પણ સોમવારથી ચાર દિવસ માટે બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજપીપળા અને
ડેડીયાપાડામાં કોરોના ના કેસો ઘટે અને કોરોનની ચેન તૂટે તે માટે તંત્ર અને પ્રજા આ નિર્ણયમાં જોડાઈ છે.ખાસ કરીને કોરોનાનું કરીને સંક્રમણ ઘટે તે માટેનો આ સ્તુત્ય પ્રયાસ છે.
આ અંગે દેડીયાપાડાની જાહેર જનતાને,અપીલ કરતા વેપરીઓએ જણાવ્યું છે કે, સર્વાનુંમતે નક્કી કરવામાં આવ્યુ છે કે તા.૧૯/૦૪/૨૧ સોમવારથી ૨૨/૦૪/૨૦૨૧ ગુરૂવાર સુધી દેડીયાપાડા બજાર બંધ રહેશે. ત્યાર બાદ શુક્રવાર, શનિવાર અને રવિવાર ત્રણ દિવસ માટે બજાર સવારે ૬:૦૦ થી બપોર ૨:૦૦ કલાક સુધી ખુલ્લુ રાખવામાં આવશે. તા.૩૦/૦૪/૨૧ સુધી ઉપર મુજબ વેપારીઓએ સ્વૈચ્છીક પાલન કરવાનું રહેશે.
આમ કરવાથી કોરોનનું સંક્ર્મણ ઘટશે અને કોરોનાના કેસો ઘટશે
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા