*બરડા ડુંગર વિસ્તારમાં વિવિધ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરી તેમજ દેશી દારૂ ઝડપી પડતી ભાણવડ પોલીસ ટીમ*

દેવભૂમિ દ્વારકા: (સુમિત દતાણી) જામખંભાળિયાના નાયબ પોલીસ અધિક્ષક હિરેન ચૌધરીએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ દારૂ જુગારની બદીને નાથવા ભાણવડ પોલીસને જાણ કરવામાં આવેલ જેને અનુસંધાને ભાણવડ પોલીસને બરડા ડુંગરમાં મોટા પાયે દેશી દારૂ ગાળવાની ચાલતી પ્રવૃત્તિની બાતમીને આધારે પીએસઆઈ સોલંકી દ્વારા વિવિધ ટિમ બનાવી દરોડા પાડવામાં આવ્યા હતા જે દરમ્યાન બરડા ડુંગરમાં સાંકરોજા તળાવ પાસેથી ભાણવડ ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ સાંજવા અને કોન્સ્ટેબલ ચંદુભા જાડેજાની બાતમી મુજબ 2 આરોપીઓ બોઘાભાઈ કાળિયાતર અને ખીમા શામળા દ્વારા ચલાવવામાં આવતી મસમોટી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. પોલીસ દ્વારા 48 બેરલ દારૂ બનાવવાનો કાચો આથો 9600 લીટર નો ભાણવડ પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.

જ્યારે બીજી અન્ય જગ્યા વાગડીયાનેશ પાસે પોલીસ ટિમ દ્વારા રેડ કરવામાં આવતા દારૂ બનાવવાનો કાચો આથો 4200 લીટર તેમજ 250 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જ્યારે રસ્તામાં આવતી પાણીની ઝર પાસ્તર માંથી પોલીસે 26 બેરલ આથો, અને ચોથી જગ્યા રાણપર ગામ પાસે ધીંગેશ્વર મહાદેવના મંદિર પાસેથી 40 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો.

ભાણવડ પોલીસ દ્વારા સતત 2 દિવસ કોમ્બિંગ દ્વારા વિવિધ જગ્યા પર રેડ કરી કુલ કાચો આથો 24,200 લીટર કિંમત 58,400 અને દેશી દારૂ 290 લિટર કિંમત 5800નો પકડી પાડવામાં સફળતા મેળવી હતી. જે બદલ ભાણવડ પોલીસ ટીમ ખરેખર પ્રશંશા અને સમગ્ર ટિમ અભિનંદનને પાત્ર છે.