મુખ્ય સમાચાર.

*સુરત શિશુવિહાર સ્કૂલમાં વાલીઓએ ઘરણા*
સુરત:અડાજણ વિસ્તારમાં આવેલી શિશુવિહાર સ્કૂલમાં વાલીઓએ ધરણા પ્રદર્શન યોજ્યાં છે. શાળામાં ઓનલાઇન અભ્યાસના નામે ફી ઉધરાવાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. કોરોના કહેર વચ્ચે ઓનલાઈન અભ્યાસના નામે ફી વધારવા દબાણ કરતી હોવાની ફરિયાદ ઉઠી છે. શિશુવિહાર સ્કૂલ દ્વારા ફી વસુલવાની નોટિસ આપવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે.ઓનલાઈન અભ્યાસ દરમ્યાન શાળા બંધ હોવા છતાં એક્ટિવિટી ફીના નામે 3 હજાર કરતા વધુ ફી શાળા સંચાલકો દ્વારા માંગવામાં આવી હોવાનું વાલીઓએ આક્ષેપ કર્યો છે. એલએચ બોધરા શાળામાં વાલીઓએ ભારે વિરોધ કર્યો હતો.
**********
*હાઈવે પર સ્ત્રી રૂપરૂપનો અંબાર ઉભી હોય તો પણ કાર રોકશો નહીં*
સાણંદ: હાઇવે ઉપર રાતના સમયે સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહન ચાલકોને લલચાવીને મારમારી લૂંટ ચલાવતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસ તપાસમાં ડફેર ગેંગએ અમદાવાદ જિલ્લા તથા આણંદ સહિત કુલ ૧૨થી વધુ લૂંટના ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું છે
***********
*લંપટ સ્વામીઓએ સાધુત્વ લજવ્યું છે*
વડતાલના લંપટ ત્યાગ વલ્લભ સ્વામીની કાળા કરતૂતો બાદ વધુ એક ભક્તિકિશોર સ્વામીની મહિલા ફ્રેન્ડ સાથેની બીભત્સ વાતો વાઇરલ થતા એક સાધુની પાપલીલા જાહેર થઇ
સ્ત્રીને બીભત્સ એસએમએસ કેટલી કિસ આપશો ભગવાનના નામનું તિલક અને ચાંદલો શરીરે ભગવા કપડા અને મનમાં સ્ત્રીસંગની વૃત્તિએ સાધુત્વ લજવ્યું છે
સમગ્ર રાજ્યમાં સાધુબાવાઓની કામલીલાઓ એક પછી એક વાઇરલ થઈ રહી છે. ઈડરના પાવાપુરી તીર્થના બે જૈન સાધુઓની કામલીલા વાઇરલ થયા બાદ વડતાળ સ્વામિનારાયણ મંદિરના સાધુની કામલીલા વાઇરલ થઈ છે
**********
*બે શાળામાંથી પગાર લેતા શિક્ષક પકડાયા*
મુઝફફ્રનગર: ઉત્તર પ્રદેશના બે અલગ અલગ જિલ્લાની બે સ્કૂલમાંથી વેતન લેતા સરકારી સ્કૂલના શિક્ષક પકડાયા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. પ્રદીપ કુમાર મુઝફ્ફરનગર અને બરેલી જિલ્લાની સરકારી પ્રાથમિક સ્કૂલમાં કામ કરતા હતા જ્યારે કે તેઓ જૂન, ૨૦૧૧થી રહેતા અને ભણાવતા મુઝફ્ફરનગરમાં હતા. તેઓને બરેલીની સ્કૂલમાંથી પણ વેતન મળતું હતું, એમ તેમણે કહ્યું હતું. કુમારે રજૂ કરેલા દસ્તાવેજ બાદ સંપૂર્ણ બાબત પ્રકાશમાં આવી હતી. દસ્તાવેજ તપાસ કરતી વખતે જાણવા મળ્યું હતું કે પ્રદીપકુમાર મુઝફ્ફરનગર અને બરેલીની બે વિવિધ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા તેમને સમાન દસ્તાવેજને આધારે નોકરી મળી હતી એમ ખાંદ શિક્ષા અધિકારી શિક્ષણ અધિકારી નરેન્દ્ર સિંહે જણાવ્યું હતું. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તેઓએ તપાસનો આદેશ આપ્યો હતો
***********
*ગુજરાતના પ્રૉજેક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ*
નવી દિલ્હી: ગુજરાતના ઓએનજીસીના એક પ્રૉજેક્ટમાં શસ્ત્રોના દલાલ સંજય ભંડારી અને કેટલાક સરકારી અધિકારીઓ પર સેમસંગ એન્જિ. કં. પાસેથી પચાસ લાખ ડૉલરની કટકી લઇને ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ સીબીઆઇએ મૂક્યો છે.
***********
*ગાંધીધામમાંથી વિદેશી શરાબની ફેક્ટરી ઝડપાઈ*
ભુજ: કચ્છના ગાંધીધામ તાલુકાના ચુડવા ગામ નજીક આવેલા જવાહરનગરમાં બે મકાનોમાં દરોડો પાડી પોલીસે ભારતીય બનાવટના વિદેશી શરાબની મિની ફેક્ટરીનો પર્દાફાશ કરતાં ચકચાર પ્રસરી છે. પૂર્વ બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે ગત મધરાત્રે જવાહરનગરમાં બે મકાનો પર દરોડો પાડ્યો હતો.
**********
*પાવર બિલના નામે ઈ-મેઇલ આવે તો ખોલશો નહીં*
મુંબઈ: ઠગોએ કોવિડ-19ની મહામારીમાં વીજળીનાં બિલોને લગતી ઈ-મેઇલ્સ થકી લોકોને છેતરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે 31 વર્ષના વરલીના રહેવાસી અમિત પાવસકર આરે કેન્દ્ર ચલાવે છે અને તેઓ સાઇબર ક્રાઇમ કન્સલ્ટન્ટ છે. તેમને એક લિન્ક થકી તેમનું વીજળીનું બિલ તપાસવા જણાવતી એક ઈ-મેઇલ મળ્યા પછી તેમણે સાઇબર પોલીસ અને વીજ વિભાગને ફરિયાદ કરી હતી
************
*ઘુવડના વેપલાનો પર્દાફાશ ૧૦ની ધરપકડ*
ઈડર તાલુકાના લાલપુર પાસેથી વનવિભાગની ટીમે તાંત્રિક વિધિ માટે લાખો રૂપિયામાં ઘુવડ વેચતા ૪ જિલ્લા પંચમહાલ, મહિસાગર, મહેસાણા અને સાબરકાંઠાના ૧૦ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે
***********
*નમો એપ પર પણ પ્રતિબંધ મૂકો: પૃથ્વીરાજ ચવ્હાણ*
મુંબઈ: કોંગ્રેસના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે ચીની એપને પગલે નમો એપ પર પણ પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે

************
*સુરતમાં ગણેશ ઉત્સવ સમિતિનું નિર્ણય*
સુરત ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ શહેરમાં વધતાં ભગવાન ગણેશજીની સ્થાપ્ના અંગે નિર્દેશ જાહેર કરવામાં આવ્યાં છે. માત્ર 1 કે 2 ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવાની સાથે સાથે ગણેશ સ્થાપના ઘરે કરવી અને ગલીઓમાં મંડપ બાંધવો નહીં. તથા વધારે ભીડ કરવી નહીં તેવા સૂચનો કરવામાં આવ્યાં છે. શેરીમાં જ વિસર્જન કરવાનું રહેશે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કહેવાયું કે વિધ્નહર્તાની પૂજા અર્ચના કરતી વખતે સોશિયલ ડિસ્ટન્ટ જાળવવાનું રહેશે.મૂર્તિનું વિસર્જન ભીડ વગર શેરીમાં જ કરવાનું રહેશે. આ સિવાય આખરી નિર્ણય પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ રહેશે.પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે 2 ફૂટથી ઊંચી પ્રતિમાની સ્થાપના કરવા દેવામાં આવશે નહી તેમજ જાહેર રોડ પર સ્થાપના ન કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે તેમ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.
*********
*ગુજરાતમાં સરકારનો નવો ફતવો*
ગાંધીનગર. ગુજરાતમાં શિક્ષણ વિભાગના આડેધડ નિર્ણયોને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ પર વિપરીત અસર પડી રહી છે. કોલેજોની પરીક્ષામાં તો શિક્ષણ વિભાગે ફેરવી તોળ્યું હતું અને પરીક્ષા રદ કરી હતી. હવે સ્કૂલ માટેની પરીક્ષા જાહેર કરી છે. મુદ્દો એ છે કે કેવી રીતે પરીક્ષા લેશે તો શિક્ષણ વિભાગે તેનો પણ કિમિયો ઘડી કાઢ્યો છે. સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે-ઘરે પ્રશ્નપત્ર પહોંચાડશે. જ્યારે વાલી પોતે નિરીક્ષક બનીને પોતાના બાળકની પરીક્ષા લેશે અને પેપર લખાવશે. જ્યારે શિક્ષકો આ ઉત્તરવહી ચકાસી માર્ક આપશે.

********
*માસિક પરીક્ષા ફરજીયાત કરતો પરિપત્ર*
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તમામ સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી સ્કૂલોએ જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં માસિક પરીક્ષા લેવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. આ માટે જ પ્રશ્નપત્ર ઘરે-ઘરે જઈને આપવા માટેની કવાયત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

*********
*મુખ્ય ભાષા અને ગણિતની પરીક્ષા લેવાશે*
શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ દર મહિનાના અંતે મુખ્ય ભાષા તથા ગણિતની પરીક્ષા લેવાશે. દરેક પરીક્ષામાં પ્રશ્નપત્ર 25 માર્કસનું હશે. આગામી 28મી જુલાઈ સુધીમાં તમામ સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીના ઘરે પ્રશ્નપત્ર પહોંચાડવા પડશે. વાલીઓએ પ્રશ્નપત્રના આધારે પોતાની દેખરેખ હેઠળ બાળકો પાસે જવાબ લખાવવાના રહેશે. વિદ્યાર્થીઓએ લખેલી ઉતરવહીઓ 31મી જુલાઈ સુધીમાં શાળાઓ પર પહોંચતી કરવાની રહેશે. દરેક પ્રશ્નપત્રમાં પાંચ માર્કસના પાંચ પ્રશ્ન હશે.

**********
*માર્ચથી સ્કૂલો બંધ છે, પણ પરીક્ષા લેવી છે*
કોરોના મહામારીને કારણે ગત માર્ચ મહિનાથી રાજ્યની તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે. આ કારણોસર રાજય સરકારે ‘ઘેરથી અભ્યાસ’ કાર્યક્રમ શરૂ કર્યો હતો. સોશિયલ પ્લેટફોર્મના આધારે અઠવાડિક અભ્યાસક્રમ તથા અભ્યાસની સામગ્રી મોકલવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. કોરોના મહામારીને કારણે શાળાઓ માર્ચના અંતથી બંધ છે. વાર્ષિક પરીક્ષાઓ પણ લેવામાં આવી ન હતી. આમ છતાં હવે શિક્ષણ વિભાગને દર મહિને પરીક્ષા લેવી છે.
***********
*સરકારે યુનિવર્સિટી પરીક્ષામાં યુ-ટર્ન લેવા પડ્યો*
ગુજરાત સરકાર શિક્ષણના મામલે કોઇ ખાસ પ્લાનિંગ કે ગાઈડલાઈન વિના આડેધડ નિર્ણયો લેવા માટે હવે પ્રખ્યાત થઈ ગઈ છે. કોલેજોની પરીક્ષા લેવાના મામલે યુ-ટર્ન લેવો પડ્યો છે, ત્યાં હવે સ્કૂલ દ્વારા વાલીઓની મદદથી બાળકોની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
********
*કોન્સ્ટેબલ મહેશ ગાભાભાઈ વાઘેલાએ દુષ્કર્મ કર્યું*
અમદાવાદ. સરદારનગર પોલીસ સ્ટેશનના કોન્ટેબસ વિરુદ્ધ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.પ્રેમજાળમાં ફસાવી ગેસ્ટહાઉસ, ભાડાના મકાનમાં લઈ જતો હતો.એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સરદારનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સામે નોંધાયેલી ફરિયાદ મુજબ સરદારનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ ગાભાભાઈ વાઘેલાએ યુવતી સાથે દોઢ વર્ષ સંબંધ રાખ્યો અને બાદમાં લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો. કોન્સ્ટેબલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નના બહાને અલગ અલગ ગેસ્ટહાઉસ અને ભાડાના મકાનમાં લઈ જઈ મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.
***********
*ઈન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ પહેલીવાર યોજાશે*
અમદાવાદ. અનલોક રંગસૃષ્ટ’ ટાઈટલ પરનો પ્રથમ વખત આ એવો ઈન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ હશે જેમાં 6 નાટકો ઓનલાઈન રજુ થશે. તે ઉપરાંત દરેક નાટક પછી લોકો જે તે નાટકના ડિરેક્ટર સાથે ઓનલાઈન માધ્મયમથી ઈન્ટરેક્શન પણ કરી શકશે. અર્થિંગ ગ્રુપ અને થિયેટર સ્કુલના ઉપક્રમે 5 જુલાઈથી દર શનિ અને રવિ બાંગ્લાદેશ, કોલકત્તા, દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતના નાટકો રજૂ થશે
********
*જનસેવા કેન્દ્રોના ઓપરેટરો હડતાળ પર*
સુરત બારડોલીજિલ્લામાં આવેલા તાલુકા મુખ્યાલય ખાતેના જન સેવા કેન્દ્રોના ઓપરેટર્સ અચાનક હડતાળ પર ઉતરતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. ઓપરેટર્સને છેલ્લા દસ મહિનાથી એજન્સી દ્વારા પગાર ચૂકવવામાં આવ્યો નથી..ઓપરેટર્સ દ્વારા મામલતદાર અને કલેક્ટરમાં પણ અનેક વખત રજૂઆત કરવા છતાં એજન્સી દ્વારા પગાર ના ચુકવતા આખરે ઓપરેટરો હડતાળનું હથીયાર ઉગામ્યું
**********
*આજથી અચોક્કસ મુદત માટે અંબિકા નિકેતન મંદિર બંધ રાખવાનો નિર્ણય*
સુરતનું પ્રસિદ્ધ એવું અંબિકા નિકેતન મંદિર છેલ્લા 50 વર્ષથી ભાવિક ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી અહીં આવે છે કોરોના સંક્રમણ ન થાય તે હેતુથી સુરતના ભક્તોના હિત માટે અચોક્કસ મુદત માટે અંબિકા નિકેતન મંદિર ટ્રસ્ટ દ્વારા જુલાઈ થી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
************
*રાજયના ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય*
હવે ગુનાની તપાસ પોલીસ કોન્સ્ટબલ પણ કરી શકશે.પાંચ વર્ષ કે ઓછી સજાની જોગવાઈ હોય તેવા કેસની તપાસ હવે પોલીસ કોંસ્ટેબલ પણ શકશે
**********
*સુરત APMC સાત દિવસ માટે બંધની અફવા*
કરવાના સમાચાર પ્રસારીત થઈ રહ્યા છે તે સત્યથી વેગળા છે આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી કે લેવામાં આવનાર નથી સુરત મહાનગરપાલિકા
**********
*સુરતમાં હવે વિનામૂલ્યે ઘરેબેઠા મળશે ઉકાળો*
રોગ પ્રતિકારક શકિત વધારવી તે. આ માટે સુરત મહાનગર પાલિકા તમામ શહેરીજનોની રોગ પ્રતિકારક શકિત વધે તે માટે પાંચ દિવસ નો વિનામૂલ્યે ઉકાળાનો કાર્સ શરૃ કરવા જઇ રહી છે. પાલિકાની વેબસાઇટ પર દરેક સોસાયટી, એપાર્ટમેન્ટ, શેરી,મહોલ્લાના પ્રતિનિધિઓએ નોંધણી કરાવ્યાથી મળશે.રજિસ્ટ્રેશન થયા પછી તમે આપેલા નંબર પર ફોન કરીને જાણ કરવામાં આવશે. આ ફોર્મ ૩ જુલાઇ સાંજ સુધી ભરી દેવાનું રહેશે. સોસાયટી કે શેરીના પ્રતિનિધિઓએ નજીકના સેન્ટર પર જરૃરિયાત મુજબ વાસણ સાથે જવુ પડશે. અને ત્યાંથી આર્યુવેદિક ઉકાળો મેળવવાનો રહેશે.
***********
*લોકગાયક મનીષદાન ગાંજાના જથ્થા સાથે ઝડપાયો*
રાજકોટ SOG પોલીસે ગાયક કલાકાર મનીષદાન ગઢવીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. 16 કિલો અને 254 ગ્રામ ગાંજા સાથે આરોપી ગાયક કલાકારની ધરપકડ કરાઇ હતી. રાજકોટ અમદાવાદ હાઇવે પરથી મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે ગાયક કલાકારને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 97 હજાર 524 કિંમતનો ગાંજો અને મોટરકાર સહિત કુલ 5 લાખ 7 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો
************
*રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર*
ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર કરવામા આવી છે. આગામી ૭ જુલાઇથી ફોર્મ ભરવા પ્રક્રિયા શરૂ થશે. ૨૬ જુલાઇના રોજ ૧૭ બેઠક માટે મતદાન યોજાશે. હાલમાં ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થઇ હતી પરંતુ કોરોના મહામારી કારણે મુદતમાં વધારો કરાયો હતો. હાલમાં બેંકના ડિરેક્ટર કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા છે. તેમણે આ અંગે જણાવ્યુ હતુ કે, મારા પિતાએ 22 વર્ષ સુધી સંચાલન કર્યુ હતુ. બેંક સાથે સવા બે લાખ ખેડૂતો જોડાયેલા છે.
************
*5 બેઠક પર ભાજપનો ઉમેદવાર બનશે વિજયી: મોહન કુંડારિયા*
પેટાચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ પેટાચૂંટણીમાં સૌરાષ્ટ્રની પાંચેય બેઠકો પર ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું કે સૌરાષ્ટ્રની તમામ પાંચેય બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જ વિજયી બનશે.
***********
*રખડતા ઢોરથી ભાવનગરની જનતા ત્રસ્ત*
ભાવનગરની જનતા માટે રખડતા ઢોરનો ત્રાસ માથાનો દુ:ખાવો સમાન બની ગયો છે. હાલ ભાવનગર શહેરમાં રખડતા ઢોરને કારણે વાહનો ચલવવા કે રોડ પર ચાલતા જવું મુશ્કેલ બની ગયું છે. ભાવનગર શહેરમાં આખલા યુદ્ધના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઘાયલ થયાના દાખલા છે.
લાખો રૂપિયાના આંધણ કરવા છતાં કોઈ સુધારો નહીં હજુ થોડા મહિનાઓ પહેલા જ પૂર્વ ડેપ્યુટી મેયર અને સિંધી સમાજના અગ્રણીનું આખલાએ અડફેટે લેતા મોત નીપજ્યું હતું.
************
*ગાંધીનગર : ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ થયા હોમ કોરોન્ટાઇન*
નવા સચિવાલયના ગૃહ વિભાગમાં મુખ્ય અધિક સચિવ તરીકેની ફરજ બજાવતા નિખિલ ભટ્ટ હોમ કોરોન્ટાઇન થયા છે. નિખિલ ભટ્ટના સંબંધીને કોરોના પોઝિટિવ આવતા.નિખિલ ભટ્ટ સ્વૈચ્છિક રીતે હોમ કોરોન્ટાઇન થયા છે. જો કે હજુ સુધી નિખિલ ભટ્ટને કોરોનાનો રિપોર્ટ આવ્યો નથી. નોંધનીય છે કે નિખિલ ભટ્ટ હોમ કોરોન્ટાઇન થતા તેમના સાથે કામ કરતા કર્મચારીઓની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.
***********
*ભાજપે 8 બેઠકો જીતવા કર્યું છે માઈક્રોપ્લાનિંગ*
ભાજપે તમામ 8 સીટની પેટા ચૂંટણી યોજાવાની છે તેનું પ્લાનિંગ કરી લીધું છે. એ સીટ પર જે તે નેતાઓ અને મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારી સોંપવા પાછળ પણ ચોક્કસ કારણો હોવાનું ભાજપના જ આંતરિક વર્તુળ કહી રહ્યા છે. જેથી તમામ સમીકરણો સેટ કરી શકાય અને આસાનીથી ચૂંટણી જીતી શકાય.
***********
*શાળાઓ શરૂ થાય તો અભ્યાસક્રમ ટર્મના બદલે સેમેસ્ટર મુજબ ચાલશે શિક્ષણકાર્ય*
રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લઇ શકે છે. શક્યતા છે કે રાજ્ય સરકાર આ વર્ષ માટે શિક્ષણકાર્ય એક વર્ષના બદલે એક સેમેસ્ટર જેટલું કરી દે અને પાઠ્યપુસ્તકોનો અભ્યાસક્રમ ટૂંકાવીને અડધો કરી દેવામાં આવે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને રાહત આપતાં પરીક્ષાની પદ્ધતિ પણ સરળ બનાવવા અંગે નિર્ણય લેવાઇ શકે છે.
************
*અભ્યાસ વિના જ પૂરૂ થઇ જશે પ્રથમ સત્ર*
રાજ્યમાં હાલ શાળા-કોલેજો ખુલવાની શક્યતા નહીવત છે અને જો આ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવામાં આવે તો તે પણ 15મી ઓગસ્ટ પછી જ શક્ય છે. કેન્દ્ર સરકાર પણ 15 ઓક્ટોબર સુધી શાળાઓ ન ખોલવા અંગે વિચાર કરી રહી છે. જો આવો નિર્ણય લેવાય તો અડધી ટર્મ કોઇપણ પ્રકારના અભ્યાસ વિના જ પૂરી થઇ જશે. તેવામાં જો બીજી ટર્મમાં શિક્ષણકાર્ય શરૂ થાય તો પણ સંપૂર્ણ અભ્યાસ ક્રમ ભણાવવામાં આવે તેવી શક્યતા નથી. તેથી અભ્યાસક્રમમાં ઘટાડો કરવા અંગે વિચારણા થઇ રહી છે.
************
*ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રહેશે?*
દેશભરમાં કૂદકેને ભૂસકે કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રાખવા અંગે વિચારણા થઇ રહી છે. જો ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રહેશે તો આ અંગે સત્તવાર જાહેરાત કરવામાં આવશે. તેવામાં ગુજરાતમાં પણ આ નિર્ણયનો અમલ થશે, જેના કારણે શાળાઓ શરૂ ન થતાં પ્રથમ ટર્મ એટલે કે દિવાળી વેકેશન સુધીનો અભ્યાસક્રમ પૂરો નહી થઇ શકે. તેવામાં જો ઓક્ટોબર બાદ શાળાઓ શરૂ થાય તો બીજી ટર્મમાં આખા વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરવો શક્ય નથી. તેથી રાજ્યનું શિક્ષણ વિભાગ અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું આયોજન કરી રહ્યું છે.
**********
*સુરતથી આવતી બસોને AMCની હદમાં પ્રવેશ પર રોક*
અમદાવાદથી સુરત જતી બસો પણ રોક લગાવાઇ સુરતમાં વધતા કોરોનાના કેસોને લઈને લેવાયો નિર્ણય
***********
*બાયો ડીઝલના નામે વેચાતો જથ્થો જપ્ત*
47 હજાર લીટર જથ્થો કરવામાં આવ્યો જપ્ત ભુજ તાલુકાના 5 સ્થળોએ પાડ્યા દરોડા ભુજમાં મદદનીશ કલેકટરની ટીમનો સપાટો
***********
*સબ સલામતના દાવા વચ્ચે શહેરો બન્યા હોટસ્પોટ*
બનાસકાંઠા કોરોના હોટસ્પોટ બન્યું છે..ત્યારે મુખ્યાલય પાલનપુર અને વેપારી મથક ડીસામા સંક્રમણ વધ્યું છે. જોકે ગાઈડલાઈનનું પાલન ન કરનાર લોકો જ હવે બેદરકાર બન્યા છે. તો વહીવટી તંત્રના વાંકે ભોગવવાનું લોકોને આવ્યુ છે
બનાસકાંઠામાં હવે અનલોકમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. પાલનપુર અને ડીસા જેવા શહેરો હોટસ્પોટ બનતા જાય છે. ત્યારે હવે રહી રહીને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
**********
*સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયાના વકિલે કર્યો ખુલાસો*
ગુજરાતના સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયા વિરૂદ્ધ પોલીસ સ્ટેશન ફરિયાદ કરાઈ હતી. ત્યાર ગૌરવ દહિયાના વકીલ હિતેશ ગુપ્તાએ નિવેદન કરતા કહ્યું કે, દિલ્હી પોલીસના પુરાવાના આધારે આ ષડયંત્ર રચાયું હતું સાકેત કોર્ટે માલવીયનગર પોલીસ સ્ટેશનને ફરિયાદ દાખલ કરવાના આદેશ આપ્યા છે લીનુસિંહ અને તેના પતિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
***********
*પીએમ કિસાન સન્માન નીધિ યોજના*
ખેડૂત પાસે એક કરતા વધુ ગામમાં ખેતીલાયક જમીન હોય તો માત્ર એક ગામની જમીન પર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે. હેઠળ નોંધણી કરતા પહેલા આ બાબત ધ્યાન રાખવી પડશે. યોજનાની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતીમાં આ વાત કહેવામાં આવી છે. ખેડૂતને એક જગ્યાએ લાભ આપવા રાજ્યના નોડલ અધિકારીઓ રહેશે. 18 વર્ષથી ઓછી ઉંમરના પતિ, પત્ની અને તેમના બાળકોનો સમાવેશ થાય છે. 18 વર્ષથી વધુ ઉંમરના બાળક અલગ થાય તો તેને આ યોજનાનો લાભ મળશે. શહેરની જમીનનો ઉપયોગ ખેતી માટે થતો હોય તો લાભ લઈ શકાય છે.
***********
*સમુદ્ર કિનારે લગ્નનું ફોટોશૂટ મોતને દાવત*
લોકો કોરોનાકાળમાં પણ વેંડીગ ફોટોશૂટ કરાવી રહ્યાં છે સોશ્યલ મિડિયામાં એક કપલનો વિડિયો વાઈરલ થયો છે. જેમાં બંને સમુદ્ર કિનારે વેડિંગ ફોટોશૂટ કરાવી રહ્યાં છે. પરંતુ થોડી જ ક્ષણોમાં આ મામલો એટલો ગંભીર બની ગયો કે તેની જિંદગી બચાવવા માટે લાઈફગાર્ડ્સને દરિયામાં કુદવું પડ્યું.
બચાવવા માટે દક્ષિણી કોલિફોર્નિયાના સમુદ્ર કિનારે એક કપલ વેડિંગ ફોટોશૂટ કરાવી રહ્યું હતું. ત્યારે અચાનક મોટી લહેર આવી અને બંનેને પ્રશાંત મહાસાગરમાં લઈ ગઈ. જો કે લાઈફ ગાર્ડસે તેમણે સુરક્ષીત બહાર કાઢી લીધા હતા
**********
*350થી વધારે હાથીઓના મોત*
આફ્રિકી દેશ બોત્સવાનામાં છેલ્લા બે મહિનામાં સેકડો હાથીઓના મોત એક રહસ્ય બની ગયું છે. મેની શરૂઆતથી અત્યાર સુધીમાં આ દેશના ઓકાવંગો ડેલ્ડામાં 350થી વધારે હાથીઓના મોત નીપજી ચુક્યા છે. હેરાન કરનારી વાત એ છે કે, આવું કેવી રીતે થઈ રહ્યું છે. આ મામલે હજુ સુધી કોઈ કારણ મળ્યું નથી.

***********