*મુખ્યમંત્રી વિજય રૂપાણી જાતે ખુલાસો કરે-કોંગ્રેસના પ્રવક્તા*

રાજકોટ કલેક્ટર દ્વારા પત્રકારોને ચેક આપવા મામલે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે રાજ્ય સરકારને આડેહાથ લીધી છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરનાર રૂપાણીના પગ નીચે જ ભ્રષટાચારનો રેલો જોવા મળી રહ્યો છે. સાથે જ જયરાજસિંહે કહ્યું કે ચેક આપવા અંગે સરકાર ખુલાસો કરે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જાતે ખુલાસો કરે. પત્રકારોને ચેક આપવા મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. અમિત ચાવડાએ કહ્યુ હતુ કે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં લડતની વાત કરવામાં આવે છે. પરંતુ મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં પત્રકારોને મુખ્યમંત્રી કાર્યાલયના ઇશારે ચેક આપવામાં આવે છે. રાજ્યમાં સરકાર ભ્રષ્ટાચારને ડામવામાં નિષ્ફળ રહી છે.