તિલકવાડા તાલુકાની અગર પ્રાથમિક શાળા ખાતે યોજાયો ગુજરાત પોષણ અભિયાન નો કાર્યક્રમ યોજાયો

આવનારી પેઢીને સશક્ત અને સુપોષિત બનાવવા માટે સરકાર અને લોકોએ સાથે મળીને અભિયાનને સફળ બનાવવાની હિમાયત કરતા નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ એસ.જે હૈદર

ગુજરાતના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ “ગુજરાત પોષણ અભિયાન આહવાનને ચરિતાર્થ કરવા રાજયના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા જિલ્લા પંચાયત બેઠક કક્ષાએ ગુજરાત પોષણ અભિયાન ના કાર્યક્રમ અંતર્ગત તિલકવાડા તાલુકાની અગર પ્રાથમિક શાળા ખાતે ગુજરાત રાજ્યના માર્ગ પરિવહન નિગમના ઉપાધ્યક્ષ અને મેનેજીંગ ડિરેકટર અને નર્મદા જિલ્લા પ્રભારી સચિવ એસ.જે.હૈદર, નાયબ કલેક્ટર એન.યુ.પઠાણ, સહિત આંગણવાડી બહેનો, તેડાગર બહેનો, શાળાના બાળકો, ગ્રામજનો વગેરેની વિશાળ ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.

નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદરે જણાવ્યું હતું કે, ગુજરાત પોષણ અભિયાન એ વડાપ્રધાનશનુ સ્વપ્ન છે કે, સમગ્ર રાષ્ટ્ર અને સમાજને તંદુરસ્ત બનાવીને તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરીએ. ગામ,શહેર કે સમાજના લોકોએ જનભાગીદારીથી આ પોષણ અભિયાનને સફળ બનાવીએ.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી સચિવ હૈદરે ચાર જેટલા બાળકોને અન્નપ્રાશન પણ કરાવ્યું હતું અને માતૃશક્તિ, પુર્ણા શક્તિ અને બાલ શક્તિ અંતર્ગત આઠ જેટલી આંગણવાડી બહેનોને પોષ્ટિક આહારની વાનગીની સામગ્રી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવી હતી. તદ્દઉપરાંત બાળ તંદુરસ્તી માટે પ્રથમ નંબરે વિજેતા શ્રી જયકુમાર ભઇલાલ રોહિતને સ્કુલબેગ અને આંગણવાડી બહેનોની વાનગી હરિફાઇમાં પ્રથમ નંબરે વિજેતા શ્રીમતી કલાવતીબેન તડવીને લોખંડની કડી એનાયત કરવામાં આવી હતી.

પોષણ અભિયાન અંતર્ગત દત્તક લેનાર ૪ જેટલાં પાલક વાલીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ શાળાના બાળકો દ્વારા પોષણ અદાલતનું નાટક રજૂ કરીને પોષણ અભિયાનનો સંદેશો પણ પુરો પાડ્યો હતો.

આ પ્રસંગે એસ.જે.હૈદરે તિલકવાડા તાલુકાની અગર ગામની આંગણવાડીની મુલાકાત લીધી હતી અને તેમણે ઉપસ્થિત બાળકોને ચોકલેટ આપીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો
. અંતમાં કુપોષણને દુર કરવાના સૌ એ સામુહિક શપથ પણ લીધા હતા.