*મધ્યપ્રદેશ બાદ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ*

રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થાય તેવા એંધાણ વર્તાયા છે. તમામ સમાજ પોતાના ઉમેદવારને ટિકિટ મળે તેવી માગ કરી રહ્યો છે. એવામાં હવે પાટીદાર અને ઓબીસી સમાજ રાજ્યસભા માટે હાઈકમાન્ડનું નાક દબાવી રહ્યા છે.. પાટીદાર અને ઓબીસી સમાજ તેમના સમાજના નેતાને ટિકિટ મળે તેવી માગ પર અડગ થયા છે. ઓબીસી સમાજે પરેશ ધાનાણીને વિપક્ષના નેતા પદેથી હટાવવા પણ રજૂઆત કરી છે.