વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ (લંડન) ધ્વારા ગાંધીનગર ના રાધે-રાધે પરીવાર ગ્રુપ ને “સ્ટાર 2020” સર્ટિફિકેટ એનાયત.

જય ભારત સાથે જણાવવા માંગુ છું કે હાલમાં સમગ્ર વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેથી સમગ્ર જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આવા કપરા સમયમાં સરકાર પણ પોતાની ફરજ ખુબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. અને સાથે સાથે સરકાર સાથે રહી રાષ્ટ્રસેવા માં કેટલાક સમાજસેવકો અને યુવાનો દેવદૂત બનીને જનતા ની સેવા કરવામાં ક્યારેય પાછી પાની કરતા નથી.જેમાં ની ગાંધીનગર માં કાર્યરત રાધે-રાધે પરીવાર ગ્રુપ ધ્વારા ૨૨ મી માર્ચ થી દરરોજ ૧૧૦૦ થી વધુ ગરીબો ને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જેમાં કોરોના વોરીયર્સ એવા પોલીસ જવાનો,ફાયર બ્રિગેડના જવાનો, મીડિયા કર્મીઓ અને 108 ના કર્મચારી નો પણ સમાવેશ થાય છે. આગામી દિવસોમાં પણ રાધે-રાધે પરીવાર ગ્રુપ દ્વારા આ સેવાકીય પ્રવુતી જરૂરિયાતમંદ વ્યક્તિઓ તથા કોરોના વોરીયર્સ ને સેવા પુરી પાડવામાં આવશે. સાથે સાથે અમારા ગ્રૂપ ધ્વારા આપણા સૌની સુરક્ષા માટે રાત-દિવસ પહેરો રાખનાર એવા કોરોના વોરીયર્સ એટલે કે પોલીસ જવાનોને માસ્ક, સેનેટાઈઝર અને કાળઝાળ ગરમીમાં બપોરના સમયે છાશ, લીંબુ નો શરબત નું પણ વિતરણ કરવામાં આવી હતુ.
જેથી રાધે-રાધે પરીવાર ગ્રુપ ગાંધીનગર, ગુજરાત એ કરેલ અદભૂત પુર્વ કામગીરી બદલ લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ ધ્વારા “સ્ટાર 2020” સર્ટિફિકેટ એનાયત કરીને સમગ્ર ગ્રુપ ની કામગીરી ને ધન્યવાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંસ્થા એ સ્ટાર 2020 સર્ટિફિકેટ સમગ્ર દેશમાં જેને અમુલ્ય કામગીરી કરેલ હોય તેવા સન્માનિત વિભુતીઓને આપીને સંસ્થા તેમનું અભિવાદન કરે છે. સંસ્થાએ સ્ટાર 2020 સર્ટિફિકેટ ભારતમાં શ્રી અમિતાભ બચ્ચન, શ્રી રતન ટાટા, શ્રી આદિ ગોદરેજ, શ્રી નીતીન ગડકરીજી, શ્રી અક્ષય કુમાર, સહીત દેશની નામી હસ્તીઓને આ સર્ટિફિકેટ થી સન્માનિત કરેલ છે. ભારત વર્ષ માં 2020 માં ફક્ત 1000 વિભુતીઓને આ સન્માન આપવામાં આવ્યું છે. તો આપણા સૌના માટે ગર્વ ની વાત એ છે કે ગાંધીનગર માં સમાજ સેવાની અનોખી મિસાલ બની રહેલા “રાધે-રાધે પરીવાર ગ્રુપ ગાંધીનગર” નો પણ સમાવેશ છે. “સ્ટાર 2020″સર્ટિફિકેટ બદલ લંડનના સાસંદ શ્રી વિરેન્દ્ર શર્મા, સંસ્થાના ભારત ના અધ્યક્ષ શ્રી સંતોષ શુક્લ, ડિરેક્ટર અને ગુજરાતના અધ્યક્ષ શ્રી અશ્વિન ત્રિવેદી અને દિવ્ય ત્રિવેદી એ રાઘે-રાઘે પરીવાર ગ્રુપ ની સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.