માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 17 સપ્ટેમ્બર ના જન્મ દિવસ નિમિતે ગાંધીનગર લોકસભા ના વેજલપુર વિધાનસભા મા આવતા સરખેજ વોર્ડ ખાતે સેવા સપ્તાહ નુ આયોજન કરવા મા આવ્યુ તેના ભાગ રૂપે આજે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ કરવા મા આવ્યો અને તેમા 70 જેટલા વૃક્ષો નુ વાવેતર કરવામાં આવ્યુ.
આ પ્રસંગે વેજલપુર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કિશોરભાઈ ચૌહાણ, વેજલપુર વિધાનસભાના પ્રભારી હિતેષભાઇ બારોટ, વૉર્ડ પ્રમુખ , વૉર્ડ ના મંત્રી , મહામંત્રી તેમજ તમામ કોર્પોરેટર તથા તમામ હોદેદારો શ્રીઓ અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા.