*વડોદરામાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ એક નાઈટમાં ૬ હજારથી ૧૫ હજાર ભાવ*

*શગુન રેસીડેન્સી તથા અર્થ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર ૨૦૨ માં રેડ*
શહેરમાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે. ૬ એજન્ટો સાથે ૪ યુવતીઓ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસે હોટેલ શગુન રેસીડેન્સી તથા અર્થ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર ૨૦૨ માં રેડ કરી હતી.
ઓકલેટ વેબ સાઈટ પરથી મનપસંદ યુવતીને બોલાવી દેહવ્યાપાર થતો હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે.એક નાઈટમાં ૬ હજારથી ૧૫ હજાર રૂપિયા ગ્રાહકો પાસે વસુલવામાં આવતા હતા. યુવતીઓને રહેવા જમવાનું ફ્રી આપીને બીજા રાજ્યોમાંથી લાવવામાં આવતી હતી ગોત્રી અને જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.