ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પાના ટીચવા અઘરા પડ્યા. એસપી સુનિલ જોશીએ 4 ને સસ્પેન્ડ અને 3 પોલીસ કર્મીઓની કરી બદલી.*

*ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પાના ટીચવા અઘરા પડ્યા. એસપી સુનિલ જોશીએ 4 ને સસ્પેન્ડ અને 3 પોલીસ કર્મીઓની કરી બદલી.*

જીએનએ દ્વારકા સૂત્રો મુજબ દેવભૂમિ દ્વારકાના એસપી સુનિલ જોશીએ કડક અધિકારી કોને કહેવાય તેનો બેખૂબ દાખલો પ્રસ્તુત કરી બતાવ્યો છે. ખંભાળિયા પોલીસ મથકમાં પોલીસ કર્મીઓ દ્વારા ઓડિયો અને વીડિયો વાયરલ થતા દ્વારકા એસપી જોશીને ધ્યાને આવતા તેની તપાસ એલસીબી પીઆઇ જે એમ ચાવડાને સોંપાઈ. ચાવડાએ પ્રાથમિક રિપોર્ટ સોંપતા એસપી સુનિલ જોશીએ કડક પગલાં ભરતા ખંભાળિયા પોલીસ મથકના ચાર પોલીસ કર્મીઓ સુખુભા, દિલીપસિંહ, હારદીપસિંહ અને શક્તિસિંહને સસ્પેન્ડ કરવાનો અને અન્ય 3 કર્મીઓની કામગીરીને લઈ બદલી કરી આપવાનો 24 કલાકમાં જ આદેશ કરી નાખવામાં આવ્યો છે. આમ દ્વારકા પોલીસમાં હવે કોઈની નહીં ચાલે એ વાત સાર્થક થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.