ગુજરાત વિધાનસભાની અનુ. જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના અધ્યક્ષશ્રી નરેશભાઇ પટેલના વડપણ હેઠળની સમિતિનો તા.૨૪ થી તા.૨૬ મી ઓગષ્ટ સુધી નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
રાજપીપલા, તા.21
ગુજરાત વિધાનસભાની અનુ. જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના અધ્યક્ષ નરેશભાઇ પટેલના વડપણ હેઠળની સમિતિ તા.૨૪ થી તા.૨૬ મી ઓગષ્ટ,૨૦૨૧ સુધી નર્મદા જિલ્લાના પ્રવાસે આવી રહી છે. આ સમિતિ તા.૨૪ મી ઓગષ્ટને મંગળવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે કેવડીયા ખાતે આવી પહોંચશે અને રાત્રી રોકાણ કેવડીયા ખાતે કરશે.
આ સમિતિ તા.૨૫ મી ઓગષ્ટ,૨૦૨૧ ને બુધવારના રોજ સવારે કેવડીયાથી વાવડી ગામે જવા રવાના થશે અને વાવડી ખાતે CNG સ્ટેશનની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે ૨:૦૦ કલાકે આ સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને રાત્રી રોકાણ કેવડીયા ખાતે કરશે. તા.૨૬ મી ઓગષ્ટ,૨૦૨૧ ગુરૂવારના રોજ સવારે ૭:૩૦ કલાકે કેવડીયાથી નાંદોદ તાલુકાની કરજણ જળાશય યોજનાના સ્થળે જવા રવાના થશે અને સવારે ૮:૩૦ કલાકે કરજણ જળાશય યોજના ખાતે પહોંચીને કરજણ જળાશય યોજનાની મુલાકાત લેશે. ત્યારબાદ આ સમિતિ સવારે ૧૦:૩૦ કલાકે સુરત જિલ્લાની કાકરાપાડ-ગોરધાવડ સિંચાઇ યોજના ખાતે જવા રવાના થશે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા