*બનાસકાંઠામાં ભાજપ શાસિત ડિસા નગરપાલિકામાં 10 કમિટી ચેરમેનના રાજીનામા*

બનાસકાંઠામાં ભાજપ શાસિત ડિસા નગરપાલિકામાં ભંગાણના એંધાણ વર્તાયા છે. નગરપાલિકામાં 10 કમિટીના ચેરમેનોએ રાજીનામા આપ્યા છે. તો 3 કમિટીના સભ્યોએ પણ રાજીનામા ધરી દીધા. હજુ પણ કેટલાક સભ્યોએ રાજીનામા આપવાની તૈયારી દર્શાવી છે. મહત્વનુ છે કે કમિટી ચેરમેનો પાલિકાના પ્રમુખ અને તેના પતિની ગેરવર્તણુકને કારણે છેલ્લા ઘણા સમયથી નારાજ ચાલતા હતા. પક્ષ માટે સભ્યો કામ કરવા તૈયાર છે પરંતુ મનસ્વી વહિવટ માટે સભ્યો તૈયાર નથી